Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

MI vs PBKS Result : મુંબઈ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબે જીતનો 'ચોક્કો' લગાવ્યો

IPL 2026 માં વાનખેડેના મેદાન પર (Punjab Kings) એ મુંબઈ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવીને સનસનાટી મચાવી દીધી છે. ક્વિન્ટન ડીકોકની (112) શાનદાર સદી છતાં મુંબઈ કેમ હાર્યું? અર્શદીપ સિંહના શરૂઆતી ઝટકા અને શ્રેયસ અય્યરના તોફાની 66 રને કઈ રીતે મુંબઈના હાથમાંથી જીત છીનવી લીધી? પંજાબની આ ચોથી જીત અને પોઈન્ટ ટેબલના સમીકરણો જાણવા માટે વાંચો આ અહેવાલ.
mi vs pbks result   મુંબઈ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી પંજાબે જીતનો  ચોક્કો  લગાવ્યો
Advertisement
  •  MI vs PBKS Result : પંજાબ કિંગ્સે 196 રનનો મોટો લક્ષ્યાંક માત્ર 16.3 ઓવરમાં જ હાંસલ કર્યો
  • શ્રેયસ અય્યરની 25 બોલમાં 66 રનની તોફાની બેટિંગે મુંબઈને હરાવ્યું
  • અર્શદીપ સિંહે 3 વિકેટ ઝડપી સૂર્યકુમાર અને રયાનને સસ્તામાં આઉટ કર્યા

IPL 2026 માં ગુરુવારે રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં પંજાબ કિંગ્સ (Punjab Kings) એ મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) ને તેના જ ઘર આંગણે 7 વિકેટે કરારી હાર આપી છે. મુંબઈના 195 રનના પડકારનો પીછો કરતા પંજાબે માત્ર 16.3 ઓવરમાં જ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ સાથે પંજાબની આ સીઝનની ચોથી જીત છે, જ્યારે મુંબઈને ચોથી હારનો સામનો કરવો પડ્યો છે.

 MI vs PBKS Result : ક્વિન્ટન ડીકોકની સદી એળે ગઈ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. અર્શદીપ સિંહ (Arshdeep Singh) એ તરખાટ મચાવતા સૂર્યકુમાર યાદવ (0) અને રયાન રિકલ્ટનને સસ્તામાં આઉટ કર્યા હતા. જોકે, ઓપનર ક્વિન્ટન ડીકોકે (Quinton de Kock) એક છેડો સાચવી રાખી 60 બોલમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 112 રનની અણનમ વિસ્ફોટક સદી ફટકારી હતી. નમન ધીરે પણ 50 રનનું યોગદાન આપ્યું હતું, જેના કારણે મુંબઈ 20 ઓવરમાં 195/6 સુધી પહોંચી શક્યું હતું.

Advertisement

Advertisement

શ્રેયસ અય્યરની તોફાની બેટિંગ

196 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સને પાવરપ્લેમાં બે ઝટકા લાગ્યા હતા. પ્રિયાંશ આર્યા (15) અને કૂપર કોનલી (17) જલ્દી આઉટ થયા હતા. પરંતુ ત્યારબાદ શ્રેયસ અય્યરે (Shreyas Iyer) મોરચો સંભાળ્યો હતો અને માત્ર 25 બોલમાં 66 રનની આક્રમક ઈનિંગ રમીને મેચ પંજાબ તરફ નમાવી દીધી હતી. પંજાબે 21 બોલ બાકી રહેતા જ આ ભવ્ય વિજય મેળવી લીધો હતો.

આ પણ વાંચો: સિંઘ ઈઝ કિંગ! Arshdeep Singh એ પંજાબ કિંગ્સ માટે રચ્યો એવો ઈતિહાસ, જે દિગ્ગજો પણ ન કરી શક્યા

Tags :
Advertisement

.

×