Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Mohammad Amir on Team India : બુમરાહના દમ પર જીતે છે ભારત? પાકિસ્તાની પૂર્વ પેસરનો મોટો આક્ષેપ

વર્લ્ડ કપના મેદાનમાં ભારતની જીતનો ડંકો વાગી રહ્યો છે, પણ સરહદ પારથી એક દિગ્ગજ ખેલાડીએ ટીમ ઈન્ડિયાની રણનીતિ પર સવાલો ઉભા કર્યા છે. પોતાની ભવિષ્યવાણી ઊંધી પડતા આ પાકિસ્તાની બોલરે ભારતની ફિલ્ડિંગ અને બોલિંગ એટેકની એવી નબળાઈઓ શોધી કાઢી છે જે સાંભળીને ભારતીય ફેન્સ રોષે ભરાયા છે. શું ભારત ખરેખર માત્ર એક જ ખેલાડી પર નિર્ભર છે?
mohammad amir on team india   બુમરાહના દમ પર જીતે છે ભારત  પાકિસ્તાની પૂર્વ પેસરનો મોટો આક્ષેપ
Advertisement
  • Mohammad Amir on Team India : પાકિસ્તાની દિગ્ગજે ઓક્યું ઝેર!
  • મહોમ્મદ આમિરની ભારત સેમીફાઈનલમાં નહીં પહોંચે તેવી આગાહી પડી ખોટી
  • ટીમ ઈન્ડિયા ક્વોલિફાય થતા જ આમિરે ભારતીય બોલિંગ-ફિલ્ડિંગ પર કર્યા આક્ષેપ
  • વેસ્ટ ઈન્ડિઝ સામે સંજુ સેમસનની 97 રનની તોફાની ઇનિંગના અડધા મનથી વખાણ
  • "ભારત માત્ર બુમરાહના દમ પર રમે છે" - પાકિસ્તાની પૂર્વ પેસરનું વિવાદાસ્પદ નિવેદન

Mohammad Amir on Team India : આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ (ICC Men's T20 World Cup) માં ભારતીય ટીમ (Team India) એ શાનદાર પ્રદર્શન કરતા સેમીફાઈનલની ટિકિટ મેળવી લીધી છે. બીજી તરફ, પાકિસ્તાન (Pakistan) ને સુપર-8 માંથી જ બહાર થવું પડતા ત્યાંના પૂર્વ ખેલાડીઓ હવે ભારત વિરુદ્ધ ઝેર ઓકી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર મહોમ્મદ આમિર (Mohammad Amir) એ ફરી એકવાર ટીમ ઈન્ડિયાની ક્ષમતા પર સવાલ ઉઠાવી વિવાદ છેડ્યો છે.

આમિરની ભવિષ્યવાણી પડી ખોટી

ઉલ્લેખનીય છે કે, મહોમ્મદ આમિરે ટુર્નામેન્ટની શરૂઆતમાં દાવો કર્યો હતો કે ભારત સેમીફાઈનલમાં નહીં પહોંચે. તેણે તો ત્યાં સુધી કહ્યું હતું કે ભલે પાકિસ્તાન બહાર થઈ જાય પણ ભારત ક્વોલિફાય ન થવું જોઈએ. જોકે, પરિણામ તેનાથી તદ્દન ઉલટું આવ્યું છે. ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (West Indies) વચ્ચેની મેચ બાદ આમિરે સ્વીકાર્યું કે સંજુ સેમસન (Sanju Samson) એ શાનદાર ઇનિંગ રમી, પરંતુ સાથે જ તેણે ટીમ ઈન્ડિયાની નબળાઈઓ ગણાવવાનું શરૂ કરી દીધું.

Advertisement

Advertisement

ટીમ ઈન્ડિયાની ટીકા

એક કાર્યક્રમમાં બોલતા આમિરે કહ્યું કે, "સંજુ સેમસને 196 રનનો પીછો કરતા 50 બોલમાં 97 રન બનાવીને જીવનની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી છે, પરંતુ ભારત હજુ પણ સારી ક્રિકેટ નથી રમી રહ્યું." તેણે ઉમેર્યું કે ભારતની ફિલ્ડિંગમાં ખામીઓ છે અને જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) સિવાયના તમામ બોલરો રન લુટાવી રહ્યા છે. આમિરના મતે ભારત માત્ર એક બોલરના દમ પર રમી રહ્યું છે. હવે 5 માર્ચે મુંબઈમાં ઈંગ્લેન્ડ સામે સેમીફાઈનલ રમાશે, જેમાં આમિરના આક્ષેપોમાં કેટલું દમ છે તે સાબિત થઈ જશે.

આ પણ વાંચો : T20 World Cup 2026 : વેસ્ટ ઈન્ડિઝ સામે સ્ટાર ઓપનર Abhishek Sharma ફરી નિષ્ફળ, શું ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધશે?

Tags :
Advertisement

.

×