મેદાનમાં હોશિયારી કરવી સિરાજ અને હેડને ભારે પડી! ICC એ ફટકાર્યો દંડ
- મોહમ્મદ સિરાજ અને ટ્રેવિસ હેડને ICC ની કડક સજા
- એડિલેડ ટેસ્ટ: સિરાજ-હેડ વિવાદ પર ICC ની કાર્યવાહી
- ICC દ્વારા સિરાજ અને હેડ પર દંડ અને ડિમેરિટ પોઈન્ટ
- સિરાજ અને હેડના મેદાન પરના ગુસ્સા માટે ICC ની સજા
- એડિલેડ ટેસ્ટમાં સિરાજ અને હેડ વચ્ચે ગરમાગરમી
Mohammed Siraj and Travis Head punished by ICC : એડિલેડ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ટ્રેવિસ હેડ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી. ટ્રેવિસ હેડને આઉટ કર્યા બાદ મોહમ્મદ સિરાજે તેને મેદાન છોડવા કહ્યું હતું, જેનાથી હેડ ગુસ્સે ભરાયો અને તેણે પણ વળતો જવાબ આપતા અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ ઘટના દરમિયાન બંને ખેલાડીઓ ગુસ્સામાં જોવા મળ્યા હતા. આ મુદ્દે ICCએ બંને ખેલાડીઓને દોષિત ઠેરવ્યા છે અને તેમની વિરુદ્ધ કડક પગલાં લીધા છે.
મેદાનમાં ગુસ્સો કરવો ભારે પડ્યો
આ ઘટના પર ICC આચાર સંહિતાની કલમ 2.5 અને 2.13ના ઉલ્લંઘન માટે સિરાજ અને હેડ બંનેને મેચ ફીના 20% દંડ ફટકારવામાં આવ્યો છે. સિરાજને મેદાન પર ખરાબ વર્તન માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો, જ્યારે હેડ પર પણ વિરોધી ખેલાડી સાથે અયોગ્ય વર્તન માટે કાર્યવાહી થઈ હતી. ICC એ બંને ખેલાડીઓને તેમના વર્તન માટે એક ડિમેરિટ પોઈન્ટ ફટકાર્યો છે. આ 24 મહિનામાં બંને ખેલાડીઓનો પ્રથમ ગુનો હોવાનું નોંધાયું છે. બંને ખેલાડીઓએ આ દંડ અને તેમના ગુનાઓને સ્વીકારી લીધા છે, અને કોઈ પણ પ્રકારની વધુ કાર્યવાહી ટાળી છે.
સમાધાનની જોવા મળી ઝલક
આ વિવાદ પછી ટ્રેવિસ હેડે મીડિયામાં જણાવ્યું હતું કે, તેણે સિરાજને તેની સારી બોલિંગને લઇને વખાણ કર્યું હતું, પરંતુ તે આક્રમક થઈ ગયો. બીજી તરફ, સિરાજે હેડના દાવાને ખોટા ગણાવ્યા હતા. જો કે, મેદાન પર આક્રમક બોલાચાલી બાદ મેચ પૂરી થયા પછી બંને ખેલાડીઓ વચ્ચે સમાધાન થયું હતું. બંનેએ એકબીજાને ગળે લગાવ્યા હતા અને મેચ બાદ વાતચીત કરતા જોવા મળ્યા હતા. આ ઘટના સ્પર્ધાત્મક ક્રિકેટમાં ખેલાડીઓ વચ્ચેની રમતનો મિજાજ દર્શાવે છે.
રોહિત શર્માનો પ્રતિસાદ
આ ઘટનાને લઈને ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ પોતાનું મંતવ્ય આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "તે સમયે હું સ્લિપમાં હતો અને બંને વચ્ચેની વાતચીત અંગે મને કોઈ જાણકારી નહોતી. જોકે, રોહિતે એક વાત સ્પષ્ટ કરી કે, જયારે બે સ્પર્ધાત્મક ટીમો એકબીજાની સામે રમે છે, ત્યારે આ પ્રકારની ઘટના સામાન્ય છે. ટ્રેવિસ હેડ શાનદાર બેટિંગ કરી રહ્યો હતો અને અમે તેના પર દબાણ બનાવવાનું પ્રયાસ કરી રહ્યા હતા. તે સમયે સિરાજ તેની વિકેટ મેળવવામાં સફળ રહ્યો હતો, અને તે જશ્ન મનાવી રહ્યો હતો."
આ પણ વાંચો: WTC Final : ભારત માટે કેમ આવી ‘Do or Die’ ની સ્થિતિ?