Nitish Kumar Reddy પર થયો પૈસાનો વરસાદ, સેન્ચુરી બાદ મળ્યું ઈનામ
- બોક્સિંગ ડે નીતિશ કુમાર રેડ્ડીએ મચાવી ધૂમ
- ઓસ્ટ્રેલિયાના બોલરોને ખૂબ જ પરેશાન કર્યા
- ACC એ નીતિશ પર કર્યો પૈસાનો વરસાદ
IND vs AUS:બોક્સિંગ ડે ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી નીતિશ કુમાર રેડ્ડીનું (Nitish Kumar Reddy)નામ ધૂમ મચાવી રહ્યું છે. ચોથી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે તેને ઓસ્ટ્રેલિયાના બોલરોને ખૂબ જ પરેશાન કર્યા હતા. આ દરમિયાન તેમે તેની ટેસ્ટ કારકિર્દીની પ્રથમ સદી પણ ફટકારી હતી. તે દિવસની રમતના અંતે 105 રન બનાવીને મોહમ્મદ સિરાજ સાથે અણનમ પરત ફર્યો હતો. આ ઈનિંગ દરમિયાન તેને 10 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તેની આ ઈનિંગ બાદ આંધ્ર ક્રિકેટ એસોસિએશન (ACA)ના પ્રમુખ અને વિજયવાડાના સાંસદ કેસીનેની શિવનાથે મોટી જાહેરાત કરી છે.
ACC એ રોકડ પુરસ્કારની કરી જાહેરાત
આંધ્ર ક્રિકેટ એસોસિએશન (એસીએ)ના પ્રમુખ અને વિજયવાડાના સાંસદ કેસીનેની શિવનાથે યુવા ક્રિકેટર નીતિશ કુમાર રેડ્ડીને 25 લાખ રૂપિયાના રોકડ ઈનામ(prize money)ની જાહેરાત કરી હતી. તેમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન માટે નીતિશ રેડ્ડીની પ્રશંસા કરી છે. તેમને કહ્યું કે મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ ટૂંક સમયમાં નીતિશને રોકડ પુરસ્કાર આપશે. આ દરમિયાન તેમને કહ્યું કે નીતિશ યુવા ખેલાડીઓ માટે રોલ મોડલ તરીકે આગળ આવ્યા છે. સરકાર ક્રિકેટમાં યુવા પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવા પ્રતિબદ્ધ છે. આ સિવાય માહિતી આપતાં તેમને કહ્યું કે ટૂંક સમયમાં અમરાવતીમાં એક અત્યાધુનિક સ્ટેડિયમ બનાવવામાં આવશે. ACA આંધ્ર પ્રદેશનું પ્રતિનિધિત્વ કરવા માટે IPL ટીમ બનાવવાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.
આ પણ વાંચો -નીતિશ કુમાર રેડ્ડીએ અડધી સદી ફટકારી આપ્યો 'Pushpa' પોઝ, સાંભળવા જેવી છે કોમેન્ટેટરની પ્રતિક્રિયા
નીતિશ રેડ્ડી આ ખાસ ક્લબનો બન્યો ભાગ
આઠમા નંબર પર બેટિંગ કરતા નીતિશ રેડ્ડીએ પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી છે. આ સાથે તે ટેસ્ટમાં આઠમા નંબર પર સદી ફટકારનાર વિશ્વનો ત્રીજો સૌથી યુવા ખેલાડી બની ગયો છે. તેના કરતાં નાની ઉંમરના માત્ર બે ખેલાડીઓએ જ 8 કે તેનાથી નીચેના ક્રમે રમતી સદી ફટકારી છે. આ લિસ્ટમાં પહેલું નામ બાંગ્લાદેશના અબુલ હસનનું છે જ્યારે બીજું નામ ભારતના અજય રાત્રાનું છે. 20 વર્ષ અને 108 દિવસની ઉંમરે અબુલ હસને 20 વર્ષ અને 108 દિવસની ઉંમરે વેસ્ટ ઈન્ડિઝ સામે સદી ફટકારી હતી. અજય રાત્રાએ 20 વર્ષ અને 150 દિવસની ઉંમરે 8 નંબર પર રમતા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 115 રનની અણનમ ઈનિંગ રમી હતી. જો નીતિશ રેડ્ડીની વાત કરીએ તો તેને 21 વર્ષ 216 દિવસની ઉંમરમાં પોતાના ટેસ્ટ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી.