Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Most Centuries in 2025 : કોણે ફટકારી સૌથી વધુ સદી? આ છે ભારતના ટોપ બેટ્સમેનો

વર્ષ 2025માં ભારતીય બેટ્સમેનોએ ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી સદીઓની વણઝાર લગાવી છે. શુભમન ગિલે સૌથી વધુ 7 સદી ફટકારીને વિશ્વ સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. યશસ્વી જાયસ્વાલે 4 અને વિરાટ કોહલીએ વન-ડેમાં 3 સદી નોંધાવી છે. આ ઉપરાંત કેએલ રાહુલ, રોહિત શર્મા, રિષભ પંત અને રવીન્દ્ર જાડેજાએ પણ મહત્વપૂર્ણ સદીઓ ફટકારીને આ વર્ષને ભારતીય ક્રિકેટ માટે યાદગાર બનાવ્યું છે.
most centuries in 2025   કોણે ફટકારી સૌથી વધુ સદી  આ છે ભારતના ટોપ બેટ્સમેનો
Advertisement
  • Most Centuries in 2025 : શુભમન ગિલ બન્યો નંબર-1
  • શુભમન ગિલે 35 મેચોમાં કુલ 7 સદી ફટકારી રેકોર્ડ બનાવ્યો
  • યશસ્વી જાયસ્વાલે ટેસ્ટ અને વન-ડેમાં મળીને કુલ 4 સદી ફટકારી
  • વિરાટ કોહલીએ વન-ડે ફોર્મેટમાં 3 શાનદાર સદી સાથે દબદબો જાળવ્યો
  • કેએલ રાહુલે ટેસ્ટ ક્રિકેટમાં 3 સદી ફટકારી શાનદાર વાપસી કરી

Most Centuries in 2025 : વર્ષ 2025 ભારતીય ક્રિકેટ માટે સિદ્ધિઓનું વર્ષ રહ્યું છે. મેદાન પર ભારતીય બેટ્સમેનોએ રનનો પહાડ ખડકવાની સાથે સદીઓની વર્ષા પણ કરી છે. ટેસ્ટ હોય કે વન-ડે, દરેક ફોર્મેટમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો છે. ચાલો જાણીએ આ વર્ષે સૌથી વધુ સદી ફટકારનારા ટોપ ભારતીય બેટ્સમેનો વિશે.

શુભમન ગિલ: વર્ષનો અસલી 'સુલતાન'

વર્ષ 2025માં શુભમન ગિલે પોતાની બેટિંગથી વિશ્વ ક્રિકેટમાં સનસનાટી મચાવી દીધી છે. ગિલે આ વર્ષે 35 મેચોમાં કુલ 7 સદી ફટકારી છે, જેમાં 5 ટેસ્ટ સદી અને 2 વન-ડે સદીનો સમાવેશ થાય છે. આ આંકડા સાથે તે વિશ્વમાં જો રૂટની સાથે સંયુક્ત રીતે પ્રથમ ક્રમે છે.

Advertisement

 Shubman Gill and Virat Kohli

Advertisement

યશસ્વી જાયસ્વાલ: ઉભરતો સિતારો

યુવા બેટ્સમેન યશસ્વી જાયસ્વાલે પણ આ વર્ષે પાછળ વળીને જોયું નથી. તેણે કુલ 4 સદી ફટકારી છે, જેમાંથી 3 ટેસ્ટમાં અને 1 વન-ડેમાં આવી છે. તેની આક્રમક રમતને કારણે તે ભારત માટે વર્ષનો બીજો સૌથી સફળ બેટ્સમેન બન્યો છે.

વિરાટ કોહલી: ઓન્લી ODI કિંગ

વર્ષ 2025 વિરાટ કોહલીના ચાહકો માટે મિશ્ર લાગણીઓ લઈને આવ્યું. વિરાટે આ વર્ષે ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું, પરંતુ વન-ડે ફોર્મેટમાં તેણે પોતાનું શાસન ચાલુ રાખ્યું છે. વિરાટે આ વર્ષે 3 શાનદાર વન-ડે સદીઓ ફટકારી છે.

કેએલ રાહુલ: ટેસ્ટમાં મજબૂત વાપસી

વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે આ વર્ષે ટેસ્ટ ફોર્મેટમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. તેણે 10 ટેસ્ટ મેચોમાં 3 સદી અને 3 અર્ધસદી ફટકારી છે. જોકે, વન-ડેમાં તે આ વર્ષે સદીનો આંકડો સ્પર્શી શક્યો નથી.

KL Rahul

રોહિત, પંત અને જાડેજાનો જલવો

ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ આ વર્ષે 2 વન-ડે સદી ફટકારી છે. તેની સાથે જ રિષભ પંત અને સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ પણ આ વર્ષે 2-2 સદી ફટકારીને ટીમના વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું છે.

આ પણ વાંચો : શું ટેસ્ટ ક્રિકેટ બદલાઈ રહ્યું છે? જાણો 2025માં કયા બેટ્સમેનોએ સૌથી વધુ છગ્ગા માર્યા

Tags :
Advertisement

.

×