ક્રિકેટ જગતમાં માતમ, ચાલુ મેચે મેદાનમાં ખેલાડીનું મોત! Video Viral
- મહારાષ્ટ્રમાં ક્રિકેટ મેદાન પર આઘાતજનક અકસ્માત, ખેલાડીનું મોત
- ક્રિકેટના મેદાન પર એકવાર ફરી ખેલાડીનું મોત
- મેદાન પર મોતનો વીડિયો થયો વાયરલ
- મહારાષ્ટ્રના સંભાજી નગરમાં ઈમરાન પટેલનું મોત
Imran Patel : ક્રિકેટ જગતમાં ઘણીવાર ઈજાઓ થતી રહે છે, પરંતુ કેટલીકવાર આ ઈજાઓ એટલી ગંભીર બની જાય છે કે ખેલાડીઓ પોતાના જીવને ગુમાવવાની સ્થિતિમાં પહોંચી જાય છે. ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર ફિલિપ હ્યુઝનું મૃત્યુ એ પણ એ પ્રકારની એક ઘટના હતી. 2014 માં શેફિલ્ડ શિલ્ડ મેચ દરમિયાન બાઉન્સર બોલના કારણે ફિલિપ હ્યુઝને માથા પર ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તેમનુ મોત થયું હતું. આ ઘટના પછી ક્રિકેટ મેદાનમાં ખેલાડીઓની સુરક્ષા માટે ઘણા મોટા પગલા લેવામાં આવ્યા હતા. આ બધાં પગલાં છતાં, ક્રિકેટ મેદાન પર હજુ પણ આવા દુઃખદ ઘટનાઓ બની રહી છે, જેનું તાજુ ઉદાહરણ મહારાષ્ટ્રમાં થયેલી દુઃખદ ઘટના છે.
મહારાષ્ટ્રના સંભાજી નગરમાં ઇમરાન પટેલનું મોત
28 નવેમ્બર 2024 ના રોજ મહારાષ્ટ્રના સંભાજી નગર જિલ્લામાં એક દુઃખદ ઘટના બની. અહીં રમાતી એક ક્રિકેટ મેચ દરમિયાન 35 વર્ષીય ઇમરાન પટેલનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. આ બનાવ "લકી બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સ" અને "યંગ ઈલેવન" વચ્ચે રમાતા એક મેચમાં થયો. ઇમરાન "લકી બિલ્ડર્સ" ટીમનો કેપ્ટન હતો અને બેટિંગ માટે પિચ પર આવ્યો હતો. પરંતુ થોડી વાર પછી તેને છાતી અને હાથમાં ભારે દુખાવો અનુભવાયો, જેની તેણે અમ્પાયરને જાણ કરી. અમ્પાયરે તેને મેદાન છોડવાની મંજૂરી આપી. આ પછી ઇમરાન પેવિલિયન તરફ જતાં બેભાન થઈ ગયો અને થોડા સમયમાં તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર દુઃખદ ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, કારણ કે મેચનું લાઈવ સ્ટ્રીમિંગ ચાલી રહ્યું હતું. વીડિયોમાં જોઇ શકાય છે કે, ઇમરાનના મેદાન પર પડી ગયા બાદ, તેના સાથી ખેલાડીઓ તાત્કાલિક તેની તરફ દોડ્યા હતા અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ડોક્ટરોએ ઇમરાનને મૃત જાહેર કર્યો.
A young man, Imran Sikandar Patel, died of a #heartattack while playing cricket in the Chhatrapati Sambhaji Nagar district of Maharashtra.https://t.co/aCciWMuz8Y pic.twitter.com/pwybSRKSsa
— Dee (@DeeEternalOpt) November 28, 2024
મિત્રો અને સાથી ખેલાડીઓ ખૂબ જ આઘાતમાં
આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, અને સમગ્ર ક્રિકેટ જગતમાં આઘાત સર્જી રહ્યો છે. ઇમરાન પટેલ એક ઓલરાઉન્ડર તરીકે ખૂબ પ્રખ્યાત હતો. આ દુઃખદ ઘટનાના પગલે તેના મિત્રો અને સાથી ખેલાડીઓ ખૂબ જ આઘાતમાં છે. આ ઘટના તેમના માટે અનપેક્ષિત હતી, કેમ કે ઇમરાન ફિટ અને સક્રિય ખેલાડી હતો. ઇમરાનના પરિવારમાં તેની પત્ની અને 3 પુત્રીઓ છે. ઇમરાન પટેલ ક્રિકેટ રમવા ઉપરાંત રિયલ એસ્ટેટના બિઝનેસમાં પણ સંલગ્ન હતો. તે એક જ્યુસની દુકાનનો માલિક પણ હતો. તેના કેટલાક ઉદ્યોગો અને સામાજિક પ્રવૃત્તિઓનો મહત્વપૂર્ણ હિસ્સો રહેતો હતો, અને તેના મિત્રો હવે કહી રહ્યા છે કે, તેના યોગદાનને સદૈવ યાદ રાખવામાં આવશે.
આ પણ વાંચો: NZ vs ENG 1st Test : ચાલુ મેચમાં ચાહકો દોડી આવ્યા, મેદાનમાં લીધી સેલ્ફી અને રમ્યા ક્રિકેટ