Parimalbhai Nathwani : સાંસદ પરિમલભાઈ નથવાણીએ GSFA ની 48 મી વાર્ષિક સાધારણ સભાની અધ્યક્ષતા કરી
Ahmedabad : ગુજરાતમાં ફૂટબોલની રમતની લોકપ્રિયતાને વધારવા વધુને વધુ આશાસ્પદ ખેલાડીઓ રાજ્યમાંથી આગળ આવે તે માટે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (GSFA) ભરપૂર પ્રયાસ કરી રહ્યું છે, જેના પરિણામ સ્વરૂપે ગુજરાતનાં ખેલાડીઓ ફૂટબોલ અને ફૂટસાલની રમતોમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની ટુર્નામેન્ટ્સ માટે પસંદગી પામી રહ્યા છે. આજે અમદાવાદમાં મળેલી જી.એસ.એફ.એ.ની 48મી વાર્ષિક સાધારણ સભા (AGM) માં જી.એસ.એફ.એ.નાં અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીના (Parimal Nathwani) નેતૃત્ત્વમાં આગામી વર્ષોમાં રાજ્યમાં ફૂટબોલ વધુ વિકસે અને સમૃદ્ધ બને તેવો નિર્ધાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
રાજ્યમાં કુલ 18,334 ફૂટબોલ ખેલાડી રજિસ્ટર્ડ, 7,363 સક્રિય
ગુજરાતમાં હાલ કુલ 18,334 ફૂટબોલ ખેલાડીઓ રજિસ્ટર્ડ થયેલા છે અને AIFF નાં સી.આર.એસ. અન્વયે હાલમાં રાજ્યમાં કુલ 7,363 જેટલા સક્રિય ખેલાડીઓ છે, જેમાંથી 4483 ખેલાડીઓએ વિવિધ ટૂર્નામેન્ટ્સમાં ભાગ લીધો હતો. GSFA ના વર્ષ 2025-26 ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યા મુજબ ગુજરાતની શુભાંગી સિંઘે AFC U-20 માં ભારતીય ટીમનું સુકાન સંભાળ્યું તેમ જ ક્વોલિફાઈંગ રાઉન્ડમાં જીત પણ મેળવી હતી. જ્યારે ખુશ્બુ સરોજે U-17અને U-20 માં ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું. આ ઉપરાંત, ખુશ્બુ સરોજની સાથે રાજ્યની તન્વી માવાણી અને રાધિકા પટેલની ભારતીય ફૂટસાલ ટીમમાં પણ પસંદગી કરાઈ હતી અને તેમણે SAFF વિમેન્સ ફૂટસાલ ચેમ્પિયનશીપમાં (SAFF Women's Futsal Championship) ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જ્યારે પુરુષ ખેલાડીઓમાં વિશાલ દૂબે તથા અમન શાહ ભારતીય રાષ્ટ્રીય ફૂટસાલ ટીમમાં પસંદ થયા હતા અને કુવૈત ખાતે યોજાયેલી AFC ફૂટસાલ ચેમ્પિયનશીપમાં દેશ વતી રમ્યા પણ હતા.
Ahmedabad : Gujarat માં ફૂટબોલની રમતને લોકપ્રિય બનાવવા Parimalbhai Nathwani ની અધ્યક્ષતામાં યોજાઇ સભા
ગુજરાતમાં ફૂટબોલની રમતને લોકપ્રિય બનાવવા યોજાઇ સભા
પરિમલભાઇ નથવાણીની અધ્યક્ષતામાં યોજાઇ GSFAની સભા
ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસો.ની 48મી વાર્ષિક સાધારણ સભા
ગુજરાતના ખેલાડીઓ ફૂટબોલની… pic.twitter.com/BfyJmnFyic— Gujarat First (@GujaratFirst) June 3, 2026
આ વર્ષે ગુજરાતમાં AIFF ટુર્નામેન્ટો સહિત વિવિધ ટુર્નામેન્ટ્સનું આયોજન થયું
GSFA નાં અધ્યક્ષ પરિમલ નથવાણીએ (Parimal Nathwani) જી.એસ.એફ.એ.ની પ્રગતિ વિષે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું હતું કે, જી.એસ.એફ.એ.નાં પ્રયાસ અને પ્રોત્સાહનથી ગુજરાતમાંથી ફૂટબોલ અને ફૂટસાલની રમતના ઓફિશિયલ્સ પણ નામનાં મેળવી રહ્યા છે. જી.એસ.એફ.એ. સાથે સંકળાયેલા ગુજરાતનાં શક્તિસિંહ ચૌહાણે FIFA કોચ એજ્યુકેશન ડિપ્લોમા અભ્યાસક્રમ પૂર્ણ કર્યો હતો. ઉપરાંત, વિશાલ વાજા તેમ જ રચના કામાણી FIFA ફૂટસાલ ઓફિશિયલ તરીકે પસંદગી પામ્યા હતા. આ વર્ષે ગુજરાતમાં AIFF ટુર્નામેન્ટો ઉપરાંત ટ્રાઈબલ ગેમ્સ, 10 જેટલી ઈન્ટર ડિસ્ટ્રીક્ટ તથા તેટલી જ ક્લબ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું.
વર્ષ 2025-26 માં 30 થી વધુ ટુર્નામેન્ટોનું આયોજન કરાયું : પરિમલભાઈ નથવાણી
ગુજરાત રાજ્યમાં ફૂટબોલની (Football) લોકપ્રિયતા વધારવાના જી.એસ.એફ.એ. દ્વારા કરાઈ રહેલા અથાગ પ્રયાસોનાં હવે સારાં પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે તે અંગે આનંદ વ્યક્ત કરતા જી.એસ.એફ.એ.ના અધ્યક્ષ, રાજ્યસભાના સાંસદ અને આર.આઇ.એલ.ના ડાયરેક્ટર (કોર્પોરેટ અફેર્સ), પરિમલ નથવાણીએ (Parimal Nathwani) ઉમેર્યું હતું કે, “જી.એસ.એફ.એ. દ્વારા 2025-26 દરમિયાન ઈન્ટર ડિસ્ટ્રીક્ટ, ક્લબ કક્ષાની તેમ જ AIFF અસ્મિતા ટુર્નામેન્ટો તથા ટ્રાઈબલ ગેમ્સ મળીને 30 થી વધુ વિવિધ ટુર્નામેન્ટોનું આયોજન કરવામાં આવ્યું હતું.”
GSFA Annual General Meeting was held at Ahmedabad.GSFA President Shri Parimal Nathwani ji chaired the meeting & the AGM adopted the National Sports Act 2026 in total as per the guidelines of AIFF. pic.twitter.com/jg2y5CT7wZ
— Gujarat State Football Association (@GujaratFootball) June 3, 2026
ગુજરાતમાં બીચ સોકર અને ફૂટસાલ ટૂર્નામેન્ટોને પણ વધુ ગતિમાન બનાવવાનો સંકલ્પ
આવનારા સમયમાં ગુજરાતમાં બીચ સોકર અને ફૂટસાલ ટૂર્નામેન્ટોને પણ વધુ ગતિમાન બનાવવાનો પરિમલ નથવાણીએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ માટે વધુને વધુ CSR ફંડ વિવિધ કંપનીઓ તેમ જ સંસ્થાઓ પાસેથી પ્રાપ્ત થાય તો રાજ્યમાં ફૂટબોલના માળખાનો ઝડપથી વિકાસ થઈ શકે છે તે બાબત પર ભાર મૂકાયો હતો. જી.એસ.એફ.એ.ના માનદ્ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમાએ વાર્ષિક એક્ટિવિટી રિપોર્ટની સાથે નવા ફૂટબોલ વર્ષ માટેનું કેલેન્ડર રજૂ કર્યું હતું અને સભ્યો સમક્ષ વાર્ષિક ઑડિટેડ હિસાબો રજૂ કર્યા હતા.
એજીએમમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિતિ રહ્યા, અનેક મુદ્દાઓ પર ચર્ચા
આ એ.જી.એમ.માં (AGM) જી.એસ.એફ.એ.ના ઉપપ્રમુખ સર્વ પ્રદીપસિંહ વાઘેલા અને અરૂણસિંહ રાજપૂત ઉપરાંત માનદ્ મહામંત્રી મૂળરાજસિંહ ચુડાસમા, માનદ્ ખજાનચી અંકિત પટેલ તેમ જ જી.એસ.એફ.એ. સાથે જોડાયેલા જિલ્લા ફૂટબોલ એસોસિયેશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં જિલ્લા એસોસિયેશનના બંધારણમાં સુધારા ઉપરાંત અલગ-અલગ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટના આયોજન તથા ફૂટસાલ, બીચ સોકર અને અસ્મિતા લીગ અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચો - Dr. Mansukh Mandaviya : કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવિયા ગુજરાતનાં ત્રિદિવસીય પ્રવાસે


