MS Dhoni એ 0.12 સેકન્ડમાં કર્યો ચમત્કાર, દંગ રહી ગયો સૂર્યકુમાર,જુઓ VIDEO
- ધોનીએ પહેલી મેચમાં મચાવી ધૂમ
- સૂર્યકુમાર યાદવને સ્ટમ્પ આઉટ કર્યો
- સૂર્યા ફક્ત 29 રન જ બનાવી શક્યો
MS Dhoni: MS ધોની 43 વર્ષનો હોવા છતાં, તેની વિકેટકીપિંગ કુશળતા હજુ પણ દુનિયામાં અજોડ છે. 23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં, તેને સૂર્યકુમાર યાદવને (msdhoni stumps Suryakumar yadav)આંખના પલકારામાં સ્ટમ્પ આઉટ કર્યો.ધોનીના હાથ જોતાં એવું લાગતું હતું કે વીજળી ચમકી રહી છે કારણ કે ધોનીએ માત્ર 0.12 સેકન્ડમાં સૂર્યકુમાર યાદવના સ્ટમ્પ વિખેરી નાખ્યા. આ મેચમાં સૂર્યા ફક્ત 29 રન જ બનાવી શક્યો.
ધોનીએ સૂર્યકુમાર યાદવને કર્યો સ્ટમ્પ આઉટ
આ ઘટના મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની 11મી ઓવરમાં બની હતી. નૂર અહેમદ બોલિંગ કરી રહ્યો હતો અને ઓવરના ત્રીજા બોલ પર, સૂર્યકુમાર યાદવે બેટ સ્વિંગ કર્યું પરંતુ બોલ ચૂકી ગયો. ધોનીને ફક્ત એક તકની જરૂર હતી, જેનો તેને પૂરો ફાયદો ઉઠાવ્યો અને સૂર્યકુમાર યાદવને સ્ટમ્પ આઉટ કર્યો. ધોનીના હાથ એટલા ઝડપી હતા કે જ્યારે ધોનીએ સ્ટમ્પ વિખેર્યા ત્યારે તેને લાઈવ એક્શનમાં જોવું અશક્ય હતું. સ્લો મોશનમાં પણ, ધોનીના હાથ વીજળીની ગતિએ ફરતા હતા.
આ પણ વાંચો -SRH Vs RR: હૈદરાબાદની શાનદાર જીત, હર્ષલ પટેલ-સિમરજીત સિંહે મચાવી ધૂમ
ધોનીના નામે છે સૌથી વધુ સ્ટમ્પિંગનો રેકોર્ડ
તમને જણાવી દઈએ કે ધોની આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્ટમ્પિંગનો રેકોર્ડ બનાવી ચૂક્યો છે. અત્યાર સુધીમાં તેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 44 બેટ્સમેનોને સ્ટમ્પ આઉટ કર્યા છે. દિનેશ કાર્તિક 37 સ્ટમ્પિંગ સાથે આ લિસ્ટમાં બીજા સ્થાને છે. ત્રીજા સ્થાને રહેલા રોબિન ઉથપ્પાએ પોતાની આઈપીએલ કારકિર્દીમાં 32 બેટ્સમેનોને સ્ટમ્પ કર્યા છે.
આ પણ વાંચો -SRH vs RR : Ishan Kishan ને માત્ર 45 બોલમાં IPL 2025 ની પહેલી સદી ફટકારી
ગત સિઝનમાં ધોનીએ મચાવી ધૂમ
MS Dhoni એ તેની 264 મેચની આઈપીએલ કારકિર્દીમાં 5,243 રન બનાવ્યા છે. તે આઈપીએલમાં ક્યારેય સદી ફટકારી શક્યો નથી, પરંતુ તેને 24 અડધી સદી ચોક્કસ ફટકારી છે. તમને જણાવી દઈએ કે ગયા સિઝનમાં ધોનીએ 220 ના તોફાની સ્ટ્રાઈક રેટથી 161 રન બનાવ્યા હતા.
નૂર અહેમદે મુંબઈની કમર તોડી નાખી
મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો સામનો ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ ચેપોકમાં થયો હતો. હંમેશની જેમ, CSK એ પોતાનું વર્ચસ્વ દર્શાવ્યું. પ્રથમ ઇનિંગ દરમિયાન, મુંબઈના બેટ્સમેનો મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા. ચેન્નાઈની ધીમી પીચ પર, તેઓ CSK સ્પિનરોના ફંદામાં ફસાઈ ગયા અને 20 ઓવરમાં ફક્ત 155 રન જ બનાવી શક્યા. ખાસ કરીને નૂર અહેમદે મુંબઈની કમર તોડી નાખી. તેણે 4 ઓવરમાં ફક્ત 18 રન આપ્યા અને 4 મહત્વપૂર્ણ વિકેટો લીધી. સૂર્ય કુમાર યાદવ ઉપરાંત, તેણે તિલક વર્મા, રોબિન મિંજ અને નમન ધીરની વિકેટ પણ લીધી. તેમના સિવાય ખલીલ અહેમદે 3 વિકેટ લીધી. તે જ સમયે, આર અશ્વિન અને નાથન એલિસને પણ 1-1 સફળતા મળી.