Ms Dhoni એ રણબીર કપૂરનો સીન કર્યો રિક્રિએટ, કહ્યું- 'હું બહેરો નથી...'
- ધોનીએ રિક્રિએટ કર્યો રણબીર કપૂરનો લુક
- ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા જાહેરાત કરી
- એનિમલના રણબીરના અંદાજમાં જોવા મળ્યો
Ms Dhoni:ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની (MsDhoni) હંમેશાથી સિનેમા પ્રેમી રહ્યા છે.હાલમાં તેને રણબીર કપૂર (RanbirKapoor)ની ફિલ્મ એનિમલના (Animal) અંદાજમાં જોવો એ ફેન્સ માટે કોઈ મોટી ટ્રીટથી ઓછું નથી. Ms Dhoni એ ડાયરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા (Sandeep Reddy Vanga)સાથે ઇલેક્ટ્રિક સાયકલ (E Motorad) ની જાહેરાતમાં કામ કર્યું છે.આ જાહેરાતમાં સંદીપને નિર્દેશક તરીકે દર્શાવવામાં આવ્યો છે અને ધોનીને એનિમલના રણબીરના અંદાજમાં જોવા મળે છે. ધોની તેની ગેંગ સાથે બ્લૂ સૂટ અને લાંબા વાળમાં જોઈ શકાય છે. આગળના સીનમાં, તે'હું બહેરો નથી'ડાયલોગ બોલતો પણ જોવા મળે છે.
આ પણ વાંચો -ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું આયોજન કરી લૂંટાયું પાકિસ્તાન, લાગ્યો કરોડનો ચૂનો
ધોનીએ રિક્રિએટ કર્યો રણબીર કપૂરનો લુક
આ જાહેરાત ધોની ફિલ્મ Animal ના ફેમસ એન્ટ્રી સીનને રિક્રિએટ કરવામાં આવી છે.જ્યાં તે બંદૂકોથી સજ્જ છોકરાઓની ટોળકી સાથે એક ભવ્ય કાળી કારમાંથી બહાર નીકળતો જોવા મળે છે.પરંતુ આ મજાકમાં ધોની ઈલેક્ટ્રિક બાઈક ચલાવતો જોવા મળે છે.આ મજેદાર ટ્વિસ્ટ હોવા છતાં તેમનો સિગ્નેચર સ્વેગ અકબંધ રહે છે. નિર્દેશકની ભૂમિકા ભજવતા સંદીપ રેડ્ડી વાંગા કેમેરાની પાછળથી જુએ છે અને ધોનીના વખાણ કરે છે અને કહે છે કે લોકો તેને જોઈને સીટી વગાડશે.આ કારણે ધોની રણબીરનો પ્રખ્યાત ડાયલોગ કહે છે, "હું સાંભળી શકું છું, હું બહેરો નથી.'
આ પણ વાંચો -Shocking News : ઓસ્ટ્રેલિયામાં પાકિસ્તાની ક્રિકેટરનું ગરમીના કારણે મોત
ફેન્સે થાલાના કર્યા વખાણ
આગળના સીનમાં ધોની રણબીર કપૂરના એનિમલના લુકમાં લાંબા વાળ સાથે ઈલેક્ટ્રિક બાઇક ચલાવતો જોવા મળે છે.પરંતુ છેલ્લા સીનમાં,ધોની સોશિયલ મીડિયા યુઝર્સને આશ્ચર્યચકિત કરે છે. હવે આ જાહેરાત જોયા પછી, ફેન્સ તેમના થાલાના વખાણ કરવાનું બંધ કરી શકતા નથી.યુઝર્સે લખ્યું કે ધોનીએ આ જાહેરાતમાં રણબીરને પાછળ છોડી દીધો છે. કેટલાક યુઝર્સ ધોની પાસે બોબી દેઓલના સીનને ફરીથી બનાવવાની માગ કરી રહ્યા છે.
ધોનીની છેલ્લી IPL સીઝન?
IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. આ સિઝનમાં, ચેન્નાઈ સુપર કિંગ્સ પોતાની પહેલી મેચ 23 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડ, ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈ ખાતે રમશે. આ મેચ માટે CSK ટીમ જોરશોરથી તૈયારી કરી રહી છે. આ સિઝનમાં CSKના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની અનકેપ્ડ ખેલાડી તરીકે રમશે. એવું માનવામાં આવે છે કે આ 43 વર્ષીય ધોની માટે છેલ્લી IPL સીઝન હોઈ શકે છે.