Hardik Pandya On Loss : હાર્દિક પંડ્યા લાલઘૂમ! મુંબઈની હાર બાદ કેપ્ટને કોને ગણાવ્યા જવાબદાર?
- મુંબઈ ઈન્ડિયન્સની સતત બીજી હાર!
- રાજસ્થાન રોયલ્સે મુંબઈને 27 રને આપી પછડાટ
- હાર્દિક પંડ્યાએ હાર માટે બોલરોને ઠેરવ્યા જવાબદાર
- યશસ્વી જાયસવાલની 32 બોલમાં 77 રનની તોફાની ઈનિંગ
- વરસાદના કારણે 11-11 ઓવરની રમાઈ હતી મેચ
- રોહિત અને સૂર્યા બેટિંગમાં ફરી એકવાર રહ્યા ફ્લોપ
Hardik Pandya On Loss : IPL 2026 ની સીઝન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) માટે અત્યાર સુધી આશીર્વાદરૂપ સાબિત થઈ રહી નથી. ગુવાહાટીના મેદાન પર રમાયેલા હાઈ-વોલ્ટેજ મુકાબલામાં મુંબઈને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) સામે 27 રને પરાજયનો સામનો કરવો પડ્યો છે. આ સતત બીજી હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા (Hardik Pandya) નો પારો સાતમા આસમાને પહોંચ્યો હતો અને તેણે હારનું ઠીકરું સીધું બોલરો પર ફોડ્યું છે.
વરસાદના વિક્ષેપને કારણે મેચના ઓવરોમાં કાપ મૂકવામાં આવ્યો હતો, જેના પરિણામે બંને ટીમો માટે 11-11 ઓવરની રમત નક્કી કરવામાં આવી હતી. રાજસ્થાન રોયલ્સના ઓપનરોએ પ્રથમ બોલથી જ મુંબઈના બોલરોની લાઇન અને લેન્થ બગાડી નાખી હતી. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ માત્ર 14 બોલમાં 39 રન ફટકારીને તોફાની શરૂઆત કરી હતી. જોકે, અસલી ધમાકો યશસ્વી જાયસવાલ (Yashasvi Jaiswal) ના બેટથી જોવા મળ્યો હતો, જેણે માત્ર 32 બોલમાં અણનમ 77 રન ઝૂડી કાઢ્યા હતા. રાજસ્થાને 11 ઓવરમાં 150 રનનો પહાડ જેવો સ્કોર ખડકી દીધો હતો.
Hardik Pandya said - “Our bowling group needs to take responsibility. We are up to the Mark as the bowling group”. pic.twitter.com/khPZno1pRr
— Tanuj (@ImTanujSingh) April 7, 2026
Hardik Pandya On Loss : હાર્દિક પંડ્યા અંત્યંત નારાજ દેખાયો
મેચ બાદ આપેલા ઈન્ટરવ્યુમાં હાર્દિક પંડ્યા (Hardik Pandya) અત્યંત નારાજ દેખાયો હતો. તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, "હું આ હાર માટે બેટ્સમેનોને દોષ નહીં આપું. સ્પષ્ટપણે બોલરોએ જવાબદારી લેવી જોઈતી હતી. ટી20 ક્રિકેટમાં સાચી લાઇન પર બોલિંગ કરવી ખૂબ જરૂરી છે. જો તમે 27 રનનો તફાવત જુઓ, તો ખ્યાલ આવશે કે જો અમે માત્ર 5 બોલ પણ પ્લાન મુજબ નાખ્યા હોત, તો 5 સિક્સ ઓછી વાગી હોત અને અમે મેચમાં હોત." પંડ્યાએ વધુમાં જણાવ્યું કે એક બોલિંગ ગ્રુપ તરીકે અમે જરાય પ્રભાવશાળી રહ્યા નથી.
પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ MI
મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની બેટિંગ લાઇન-અપ પણ આ વિશાળ સ્કોર સામે પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ખુદ હાર્દિક પંડ્યા પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. મુંબઈની ટીમ 11 ઓવરમાં 9 વિકેટ ગુમાવી માત્ર 123 રન સુધી જ પહોંચી શકી હતી. હવે મુંબઈ માટે આગામી મેચોમાં વાપસી કરવી અનિવાર્ય બની ગઈ છે, કારણ કે સતત બે હારથી ટીમ પોઈન્ટ ટેબલમાં પાછળ ધકેલાઈ ગઈ છે.
આ પણ વાંચો : 'ધુરંધર 2' એ રચ્યો ઈતિહાસ! વિરાટ કોહલીએ કહ્યું- 'આવો અનુભવ ક્યારેય નથી થયો'


