ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Neeraj Chopra ને ભારતીય સેનામાં મળ્યું મોટું પદ, ભાલાની સાથે સંભાળશે આ જવાબદારી

Neeraj Chopra: ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ વિનર નીરજ ચોપરાને(Neeraj Chopra) ભારતીય સેનામાં (IndianArmy)મોટી જવાબદારી મળી છે. નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં (TerritorialArmy)લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે.નીરજ ચોપરા વિશ્વના બેસ્ટ ભાલા ફેંકનારાઓમાંના એક છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2021માં ભારત માટે...
09:31 PM May 14, 2025 IST | Hiren Dave
Neeraj Chopra: ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ વિનર નીરજ ચોપરાને(Neeraj Chopra) ભારતીય સેનામાં (IndianArmy)મોટી જવાબદારી મળી છે. નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં (TerritorialArmy)લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે.નીરજ ચોપરા વિશ્વના બેસ્ટ ભાલા ફેંકનારાઓમાંના એક છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2021માં ભારત માટે...
Territorial Army

Neeraj Chopra: ઓલિમ્પિક ગોલ્ડ મેડલિસ્ટ વિનર નીરજ ચોપરાને(Neeraj Chopra) ભારતીય સેનામાં (IndianArmy)મોટી જવાબદારી મળી છે. નીરજ ચોપરાને ટેરિટોરિયલ આર્મીમાં (TerritorialArmy)લેફ્ટનન્ટ કર્નલનું પદ આપવામાં આવ્યું છે.નીરજ ચોપરા વિશ્વના બેસ્ટ ભાલા ફેંકનારાઓમાંના એક છે. નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક 2021માં ભારત માટે ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. હવે તેમને ભારતીય સેનામાં લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપવામાં આવ્યો છે.

નીરજ ચોપરા બન્યો લેફ્ટનન્ટ કર્નલ

નીરજ ચોપરાનો સમાવેશ ભારતના ટેરિટોરિયલ આર્મી રેગ્યુલેશન્સ, 1948 ના પેરા-31 હેઠળ કરવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ તેમને લેફ્ટનન્ટ કર્નલનો હોદ્દો આપ્યો છે. આ પહેલા નીરજ રાજપૂતાના રાઈફલ્સમાં સુબેદાર તરીકે પોસ્ટેડ હતા. નીરજ 2016 માં નાયબ સુબેદાર તરીકે ભારતીય સેનામાં જોડાયા

નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડ મેડલ

નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો. તે દેશ માટે વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ એથ્લીટ બન્યો. નીરજે પોતાના બીજા પ્રયાસમાં 87.58 મીટરના અંતર સાથે પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેને ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો.

નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ

જ્યાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ પેરિસ ઓલિમ્પિક 2024 માં ભારત માટે સિલ્વર મેડલ પણ લઈને આવ્યો. ઓલિમ્પિકમાં સતત બે મેડલ જીત્યા બાદ નીરજ ચોપરાને ઘણી જાહેરાતોની ઓફર મળી છે. આનાથી તેમની કમાણીમાં સુધારો થાય છે. નીરજે વર્ષ 2025 માં પ્રોફેશનલ ટેનિસ ખેલાડી હિમાની મોર સાથે લગ્ન કર્યા. નીરજ પહેલા ઘણા ખેલાડીઓ ટેરિટોરિયલ આર્મીનો ભાગ છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ ટેરિટોરિયલ આર્મીમાં છે.

Tags :
javelin throwJAVELIN THROWER NEERAJ CHOPRANeeraj ChopraProudMomentTerritorial Army
Next Article