Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Neeraj Chopra ની નજર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા પર, જણાવ્યો પોતાનો પ્લાન

નીરજ ચોપરા ગોલ્ડન સ્પાઈક એથ્લેટિક્સમાં ભાગ લેશે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાશે Neeraj Chopra : ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા (Neeraj Chopra)મંગળવારે ઓસ્ટ્રાવા (ચેક રિપબ્લિક) માં ગોલ્ડન સ્પાઈક એથ્લેટિક્સ (Golden Spike Athletics )સ્પર્ધામાં...
neeraj chopra ની નજર વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીતવા પર  જણાવ્યો પોતાનો પ્લાન
Advertisement
  • નીરજ ચોપરા ગોલ્ડન સ્પાઈક એથ્લેટિક્સમાં ભાગ લેશે
  • વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે
  • જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાશે

Neeraj Chopra : ભારતના સ્ટાર ભાલા ફેંકનાર નીરજ ચોપરા (Neeraj Chopra)મંગળવારે ઓસ્ટ્રાવા (ચેક રિપબ્લિક) માં ગોલ્ડન સ્પાઈક એથ્લેટિક્સ (Golden Spike Athletics )સ્પર્ધામાં ભાગ લેશે. આ દરમિયાન તેને કહ્યું છે કે આ સિઝનમાં તેનું લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાનું છે.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ ટોક્યોમાં યોજાશે.

વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ આ વર્ષે 13 થી 21 સપ્ટેમ્બર દરમિયાન જાપાનની રાજધાની ટોક્યોમાં યોજાશે. નીરજ ચોપરા નિયમિતપણે 90 મીટર ફેંકવા માટે પોતાના પર કોઈ દબાણ લાવવા માગતા નથી અને આ સિઝન માટે તેમનું લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટોપનું સ્થાન હાંસલ કરવાનું છે.

Advertisement

નીરજ ચોપરાએ કહી આ વાત

નીરજે ગયા અઠવાડિયે જુલિયન વેબરને 88.16 મીટરના થ્રો સાથે હરાવીને પેરિસ ડાયમંડ લીગ જીતી હતી. તેને કહ્યું કે ચેક રિપબ્લિકના મહાન જાન ઝેલેઝનીના કોચ તરીકેના સમર્થન અને તેમની સખત મહેનતથી, તેઓ સારા પરિણામો પ્રાપ્ત કરવાનો વિશ્વાસ ધરાવે છે.27 વર્ષના નીરજે દોહામાં સીઝન-ઓપનિંગ ડાયમંડ લીગ સ્પર્ધામાં પોતાના કરિયરમાં પહેલીવાર 90 મીટરનો આંકડો પાર કર્યો અને તે તેનાથી ખૂબ જ ખુશ છે.

Advertisement

આ પણ  વાંચો -LALIT UPADHYAY : બે વખત ઓલિમ્પિક મેડલ વિજેતા લલિત ઉપાધ્યાયે નિવૃત્તિ જાહેર કરી

હું ઓસ્ટ્રાવામાં મારું શ્રેષ્ઠ આપીશ : નીરજ ચોપરા

તેને કહ્યું કે 'મારી ટેકનિકમાં થોડો વધુ સુધારો કર્યા પછી, મેં આ વર્ષે 90 મીટર ફેંકી દીધો છે, ચાલો જોઈએ... હું આગલી વખતે આ અંતર ક્યારે હાંસલ કરીશ, પણ હું તૈયાર છું. તાજેતરમાં જ અમે નિમ્બર્ક (ચેક રિપબ્લિક) માં સારી પ્રેક્ટિસ કરી હતી તેથી મને વિશ્વાસ છે કે હું ઓસ્ટ્રાવામાં મારું શ્રેષ્ઠ આપીશ.

આ પણ  વાંચો -Rishabh Pant એ ઈંગ્લેન્ડ સામે પહેલી ટેસ્ટ મેચમાં ફટકારી ધમાકેદાર સદી

ગયા વર્ષે ઈજાને કારણે સ્પર્ધામાં ભાગ લઈ શક્યો ન હતો નીરજ ચોપરા

નીરજ ચોપરા મંગળવારે યોજાનારી સ્પર્ધાને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેમને કહ્યું કે 'જ્યારે હું નાનો હતો, ત્યારે મેં અહીં સ્પર્ધા કરતા ઉસૈન બોલ્ટ જેવા ખેલાડીઓના ઘણા બધા વીડિયો અને તસવીરો જોયા હતા. હું ગયા વર્ષે અહીં આવ્યો હતો, પરંતુ ઈજાને કારણે સ્પર્ધામાં ભાગ લઈ શક્યો ન હતો.'

Advertisement

.

×