ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

World Athletics Championships ની ફાઇનલમાં પહોંચ્યો નીરજ ચોપરા, થશે અરશદ નદીમ સાથે ટક્કર

નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ફાઇનલમાં સ્થાન બનાવ્યું. હવે કટ્ટર હરીફ અરશદ નદીમ સાથે તેનો મુકાબલો થશે. જાણો બંનેના રેકોર્ડ અને તાજેતરનો વિવાદ.
04:54 PM Sep 17, 2025 IST | Mihir Solanki
નીરજ ચોપરાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ફાઇનલમાં સ્થાન બનાવ્યું. હવે કટ્ટર હરીફ અરશદ નદીમ સાથે તેનો મુકાબલો થશે. જાણો બંનેના રેકોર્ડ અને તાજેતરનો વિવાદ.
Neeraj Chopra Final

Neeraj Chopra Final : ભારતીય ભાલા ફેંકનાર નીરજ ચોપરાએ ટોક્યોમાં ચાલી રહેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બુધવારે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં તેણે પોતાના પહેલા થ્રોમાં શાનદાર 84.85 મીટર થ્રો કર્યો હતો. ટુર્નામેન્ટના ફાઇનલ માટે સીધા ક્વોલિફિકેશનનો માર્ક 84.50 મીટર હતો, જેને નીરજ સરળતાથી પાર કરી ગયો.

નીરજના થ્રો પછી, બીજા કોઈ ખેલાડીએ પહેલા રાઉન્ડથી સીધા ક્વોલિફિકેશન હાંસલ કર્યું ન હતું. ગ્રુપ Aમાં નીરજ ચોપરા સહિત છ ખેલાડીઓ હતા, પરંતુ નીરજનું પ્રદર્શન શ્રેષ્ઠ હતું. હવે, તેની નજર ગુરુવારે ફાઇનલ પર છે, જ્યાં તે તેના કટ્ટર હરીફ અને પાકિસ્તાની સ્ટાર એથ્લેટ અરશદ નદીમનો સામનો કરી શકે છે.

નીરજ વિરુદ્ધ અરશદ: ફરી એકવાર સામ-સામે (Neeraj Chopra Final)

2024 પેરિસ ઓલિમ્પિક પછી આ પહેલી વાર હશે જ્યારે આ બે દિગ્ગજ એક જ સ્ટેજ પર સ્પર્ધા કરશે. પેરિસમાં, અરશદે 92.97 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે નીરજને 89.45 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.

88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ જીત્યો હતો

હંગેરીમાં 2023ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં, નીરજે 88.17 મીટરના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે અરશદ તે સમયે ડિફેન્ડિંગ ઓલિમ્પિક ચેમ્પિયન હતો. બંને વચ્ચેની હરીફાઈ હંમેશા હેડલાઇન્સમાં રહી છે, અને આ વખતે પણ ખૂબ જ રોમાંચક રહેવાની અપેક્ષા છે.

'નો-હેન્ડશેક' અહીં પણ જોવા મળશે (Neeraj Chopra Final)

ક્વોલિફિકેશન રાઉન્ડમાં, નીરજ ચોપરા ગ્રુપ A માં હતા, જ્યારે અરશદ નદીમ ગ્રુપ B માં હતા. ફાઇનલમાં ક્વોલિફાય થવા માટે, બંને એથ્લીટને 84.50 મીટરના માર્કસને પાર કરવો પડશે અથવા ટોપ 12 માં સ્થાન મેળવવું પડશે. બધાની નજર હવે તેના પર છે કે શું બંને એથ્લીટ મેદાન પર હાથ મિલાવશે, ખાસ કરીને એશિયા કપમાં તાજેતરમાં થયેલા 'નો-હેન્ડશેક' વિવાદ પછી.

આ પણ વાંચો :  પાક. ક્રિકેટર મોહમ્મદ યુસુફે સૂર્યકુમાર યાદવ માટે વાપર્યો અપમાનજનક શબ્દ, જૂઓ Video

Tags :
Javelin throw finalNeeraj Chopra recordNeeraj Chopra vs Arshad NadeemWorld Athletics Championships 2025
Next Article