ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Neeraj Chopra એ મેળવ્યો સિલ્વર મેડલ, જિંદગીમાં સૌ પ્રથમવાર કર્યા આટલા ફાઉલ

પોલેન્ડના ચોર્ઝોમાં ચાલી રહેલ સ્પર્ધામાં નીરજ ચોપરા (Neeraj Chopra) એ સિલ્વર મેડલ મેળવ્યો છે. જો કે આ દિવસની તેની રમતામાં તેણે સૌથી વધુ વખત ફાઉલ થ્રો કર્યા હતા. તેનાથી રમતજગતમાં આશ્ચર્ય ફેલાયું છે. વાંચો વિગતવાર.
11:13 AM May 24, 2025 IST | Hardik Prajapati
પોલેન્ડના ચોર્ઝોમાં ચાલી રહેલ સ્પર્ધામાં નીરજ ચોપરા (Neeraj Chopra) એ સિલ્વર મેડલ મેળવ્યો છે. જો કે આ દિવસની તેની રમતામાં તેણે સૌથી વધુ વખત ફાઉલ થ્રો કર્યા હતા. તેનાથી રમતજગતમાં આશ્ચર્ય ફેલાયું છે. વાંચો વિગતવાર.
Neeraj Chopra Gujarat First

Neeraj Chopra : ભારતના ગોલ્ડન બોય નીરજ ચોપરા (Neeraj Chopra) એ પોલેન્ડમાં ચાલી રહેલ જાનુઝ કુસોઝિન્સ્કી મેમોરિયલ મીટ (Janusz Kuszczynski Memorial Meet 2025) માં મેન્સ જ્વેલિન થ્રોમાં સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. જો કે આજના દિવસની નીરજની રમતામાં તેણે 5 ફાઉલ થ્રો કર્યા હતા. છઠ્ઠા થ્રોમાં નીરજે 84.14 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ હાંસલ કર્યો હતો. નીરજની સ્પોર્ટ્સ કેરિયરમાં 5 ફાઉલ થ્રો પહેલીવાર બનેલ ઘટના છે. આ કોમ્પિટિશનમાં જર્મનીના સ્ટાર જ્વેલિન થ્રો પ્લેયર જુલિયન વેબર (Julian Weber) એ 86.12 મીટરનો થ્રો કરીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો.

સૌ પ્રથમવાર આટલા ફાઉલ

વર્ષ 2025ની સીઝનમાં નીરજે પોતાનો 3જો મેડલ જીતી લીધો છે. જો કે નીરજે Silver Medal થી સંતોષ માનવો પડ્યો છે. નીરજ પોલેન્ડમાં તાજેતરની દોહા ડાયમંડ લીગમાં કરેલ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યો નહીં. દોહામાં નીરજે 90 મીટર સુધી જ્વેલિન થ્રો કર્યો હતો. જ્વેલિન થ્રોની શરુઆતમાં નીરજે કુલ 5 પ્રયત્નોમાં ફાઉલ થ્રો કર્યા. છઠ્ઠા પ્રયત્નમાં નીરજ 84.14 મીટરનો થ્રો કરીને સિલ્વર મેડલ સુધી પહોંચી શક્યો હતો. નીરજે કરેલા આટલા ફાઉલ તેની જિંદગીની સૌ પ્રથમ ઘટના છે. આ ઘટનાથી રમતજગતમાં નીરજના સાથી ખેલાડીઓ અને ફેન્સમાં આશ્ચર્ય ફેલાયું છે.

આ પણ વાંચોઃ  ENG vs ZIM : જો રૂટે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડને છોડ્યા પાછળ, રચ્યો ઇતિહાસ

જર્મનીના જુલિયન વેબરને મળ્યો ગોલ્ડ મેડલ

પોલેન્ડના ચોર્ઝોમાં ચાલી રહેલ જાનુઝ કુસોઝિન્સ્કી મેમોરિયલ મીટમાં મેન્સ જ્વેલિન થ્રોમાં ભારતના સ્ટાર જ્વેલિન થ્રો પ્લેયર નીરજ ચોપરાએ સિલ્વર મેડલ હાંસલ કર્યો છે. આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જર્મનીના Julian Weber ને મળ્યો છે. વેબરે 86.12 મીટર જેટલા અંતર સુધી જ્વેલિન થ્રો કર્યો હતો. આ અંતર પાર થતાં જ જુલિયન વેબર ગોલ્ડ મેડલનો દાવેદાર બની ગયો હતો. જો કે દોહામાં જુલિયન વેબરે પોતાની સ્પોર્ટ્સ કેરિયરનું બેસ્ટ પર્ફોર્મન્સ આપ્યું હતું. તેણે દોહામાં 91.06 મીટર સુધી જ્વેલિન થ્રો કર્યો હતો. આ દિવસે તેણે સૌ પ્રથમવાર 90 મીટરનો આંકડો પાર કર્યો હતો.

આ પણ વાંચોઃ  BCCI એ ઈંગ્લેન્ડ પ્રવાસ માટે શેડ્યૂલ અને ટીમની જાહેરાત કરી, વૈભવ અને આયુષને મળી ટીમમાં જગ્યા

Tags :
Athletics news 2025dohafoulsGold MedalGujarat FirstGUJARAT FIRST NEWSJanusz Kuszczynski Memorial Meet 2025Javelin throw competition PolandJulian WeberNeeraj ChopraPolandSilver Medal
Next Article