એક એવો બોલર જેણે પોતાની બોલિંગથી તમામ બેટ્સમેનોને પરેશાન કર્યા છે. તેની બોલિંગથી મોટાભાગના બેટ્સમેન ડરવા લાગ્યા હતા. પરંતુ જો અમે તમને કહીએ કે તે બોલરે 9 વર્ષ પછી વિકેટ લીધી છે, તો શું તમે વિશ્વાસ કરશો, તમે કહેશો કે આ કેવી રીતે થઈ શકે છે. પણ આ વાત એકદમ સાચી છે. અમે અહી વાત કરી રહ્યા છીએ ભારતના ફાસ્ટ બોલર શ્રીસંતની. શ્રીસંતે તેની કારકિર્દીમાં 9 વર્ષ બાદ વિકેટ લીધી છે. કેરળ સાથે રમતા એક મેચમાં શ્રીસંતે બેટ્સમેનને આઉટ કર્યો અને, તેની ખુશીનો કોઈ પાર ન રહ્યો. IPLની હરાજીમાં સતત બે વર્ષ સુધી ન દેખાયો હોવા છતા અનુભવી ઝડપી બોલર શ્રીસંત હાર માનવા તૈયાર નથી અને આ જ કારણ છે કે, તે સ્થાનિક ક્રિકેટમાં પ્રદર્શન કરીને પસંદગીકારોને આકર્ષવામાં વ્યસ્ત છે. શ્રીસંતે રણજી ટ્રોફીમાં 9 વર્ષ બાદ પુનરાગમન કર્યું હતું અને મેઘાલય સામેની મેચમાં જ્યારે તેણે 9 વર્ષ બાદ પ્રથમ વિકેટ લીધી ત્યારે વાતાવરણ જોવા જેવું હતું.Now that’s my 1st wicket after 9 long years..gods grace I was just over joyed and giving my Pranaam to the wicket ..❤️❤️❤️❤️❤️❤️❤️ #grateful #cricket #ketalacricket #bcci #india #Priceless pic.twitter.com/53JkZVUhoG— Sreesanth (@sreesanth36) March 2, 2022 આ ઈમોશનલ ક્ષણનો વિડીયો શ્રીસંતે પોતે પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, જ્યારે તે મેઘાલયના બેટ્સમેન આર્યન બોરાની વિકેટ લે છે ત્યારે તે 22 યાર્ડની પીચ પર સૂઈ જાય છે અને ટર્ફને કિસ કરે છે. આ મેચમાં ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલરે પ્રથમ ઇનિંગમાં 12 ઓવરના સ્પેલમાં 40 રન આપીને 2 વિકેટ લીધી હતી. જો કે બીજી ઈનિંગમાં તેને કોઈ વિકેટ મળી ન હતી.શ્રીસંતની કારકિર્દીની શરૂઆત ઘણી સારી રહી હતી. શ્રીસંતે સારા બેટ્સમેનોને શીખવવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ મેચ ફિક્સિંગ કૌભાંડમાં નામ આવ્યા બાદ BCCIએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. અને જ્યારે તેના પરથી પ્રતિબંધ હટાવવામાં આવ્યો ત્યારે આ ખેલાડીએ કેરળ તરફથી રમવાનું પસંદ કર્યું. IPLની મેગા ઓક્શનમાં પણ શ્રીસંતે પોતાનું નામ આપ્યું હતું. જો કે, કોઈએ પણ શ્રીસંતને પોતાની સાથે લેવામાં રસ ધરાવ્યો ન હતો. હવે બધા જાણે છે કે શ્રીસંતની કારકિર્દી કેટલી લાંબી છે. પરંતુ તે સ્પષ્ટ છે કે ભારતને લાંબા સમય સુધી એક મહાન બોલર મળી શકે છે જે થઈ શક્યું નથી.