ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022)ની 15મી સીઝન 26 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. ગુરુવારે મળેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. BCCIના સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર્સે શનિવારે ટૂર્નામેન્ટ શરૂ કરવાની વાત કરી હતી. અગાઉ એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે સીઝન 27 માર્ચથી શરૂ થશે.15 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશેલીગ તબક્કાની તમામ 70 મેચો મહારાષ્ટ્રમાં રમાશે. 55 મેચ મુંબઈમાં અને 15 પુણેમાં રમાશે. 20 મેચ વાનખેડે સ્ટેડિયમ અને ડૉ ડીવાઈ પાટીલ સ્ટેડિયમમાં રમાશે, જ્યારે 15 મેચ બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે. બાકીની 15 મેચ પુણેના એમસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાશે.🚨 NEWS: Key decisions taken in IPL Governing Council meeting regarding #TATAIPL 2022 Season.Tournament to commence on March 26, 2022. Final on May 29, 2022. 7⃣0⃣ league matches to be played across 4⃣ venues in Mumbai & Pune. Playoff venues to be decided later.Details 🔽— IndianPremierLeague (@IPL) February 25, 2022 10 ટીમોને બે અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી 2011ની જેમ આ વખતે પણ 10 ટીમોને બે અલગ-અલગ ગ્રુપમાં વહેંચવામાં આવી છે. મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સને ગ્રુપ Aમાં રાખવામાં આવ્યા છે. વળી ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સને ગ્રુપ Bમાં રાખવામાં આવ્યા છે.તમામ 10 ટીમો લીગ તબક્કામાં 14-14 મેચ રમશેગ્રુપ સ્ટેજમાં દરેક ટીમે બીજી ટીમ સામે બે મેચ રમવાની રહેશે. તમામ 10 ટીમો લીગ તબક્કામાં 14-14 મેચ રમશે. 14 મેચોમાંથી 7 તેના હોમ ગ્રાઉન્ડ પર રમાશે જ્યારે 7 અન્ય ગ્રાઉન્ડ પર રમાશે. ટીમ 5 ટીમો સામે બે મેચ રમશે. બાકીની 4 ટીમો સાથે મેચ રમાશે.દર્શકોને સ્ટેડિયમમાં મળશે પ્રવેશક્રિકેટ ચાહકો માટે સારા સમાચાર એ છે કે આ વખતે ખાલી સ્ટેડિયમમાં કોઈ મેચ રમાશે નહીં. દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે. હજુ એ સ્પષ્ટ નથી થયું કે સ્ટેડિયમમાં કેટલા દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. લીગ રાઉન્ડ દરમિયાન તેનો નિર્ણય મહારાષ્ટ્ર સરકારના નિયમો અનુસાર લેવામાં આવશે. એવું માનવામાં આવે છે કે, સ્ટેડિયમમાં 25 થી 50 ટકા દર્શકોને હાજર રહેવાની મંજૂરી આપવામાં આવી શકે છે.ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશેઈન્ડિયન પ્રીમિયર લીગના અધ્યક્ષ બ્રિજેશ પટેલે ક્રિકેટ વેબસાઈટ ક્રિકબઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ટૂર્નામેન્ટ 26 માર્ચથી શરૂ થશે. ફાઈનલ મેચ 29 મેના રોજ રમાશે. આ વખતે ટૂર્નામેન્ટમાં કુલ 10 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં લખનઉ અને અમદાવાદની નવી ટીમો જોડાઈ છે.IPL 2022: 70 league games in Mumbai, Pune; MI and DC in Group ARead @ANI Story | https://t.co/L20VdIlwfF#IPL2022 pic.twitter.com/Yvn4rMxteo— ANI Digital (@ani_digital) February 25, 2022 કઈ ટીમ ગ્રુપમાં છેગ્રુપ A: મુંબઈ ઈન્ડિયન્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સગ્રુપ B: ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, પંજાબ કિંગ્સ, ગુજરાત ટાઇટન્સ