ભારતીય ટીમનો ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર આજે શનિવારે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઉત્તર પ્રદેશના મેરઠમાં જન્મેલો ભુવનેશ્વર કુમાર 32 વર્ષનો થયો છે. જન્મદિવસ નિમિતે ભુવનેશ્વરને BCCI અને વિરાટ કોહલી સહિત અન્ય સ્ટાર્સે અભિનંદન પાઠવ્યા છે. ભુવનેશ્વર કુમાર છેલ્લા 10 વર્ષથી ભારતીય ટીમ માટે રમી રહ્યા છે. ભુવનેશ્વરની ડેબ્યૂ મેચ રહી યાદગાર ભુવનેશ્વર કુમારે વર્ષ 2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, પાકિસ્તાન સામેની ચેન્નઈમાં યોજાયેલી ડેબ્યૂ મેચમાં 2 વિકેટ ઝડપી હતી. આ મેચમાં સ્વિંગ બોલિંગની દેશભરમાં નોંધ લેવામાં આવી હતી. ભુવનેશ્વરે આ શ્રેણીમાં કુલ 5 વિકેટ ઝડપી હતી.ભુવનેશ્વરના રેકોર્ડ પર એક નજર...21 ટેસ્ટ, 63 વિકેટ, સરેરાશ 26.09121 વનડે, 141 વિકેટ, સરેરાશ 35.1155 ટી-20, 53 વિકેટ, સરેરાશ 25.56તમામ ફોર્મેટમાં ઝડપી ચૂક્યો છે પાંચ વિકેટભુવનેશ્વર કુમારે ટેસ્ટ, વનડે અને ટી-20ના ત્રણેય ફોર્મેટમાં ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી છે. ટેસ્ટમાં ભુવનેશ્વરના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની જો વાત કરીએ તો તેને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ 82 રનમાં 6 વિકેટ, વનડેમાં શ્રીલંકા વિરુદ્ધ 42 રનમાં 5 અને ટી-20માં દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ 24 રનમાં 5 વિકેટ ઝડપી છે.સારું ફોર્મના હોવાથી લાંબા સમયથી ટીમમાંથી બાકાત ભુવનેશ્વર કુમાર છેલ્લા કેટલાક સમયથી ખરાબ ફોર્મમાં છે. જણાવી દઇએ કે, વર્ષ 2020માં ભુવનેશ્વર કુમાર ઈજાગ્રસ્ત થયો હતો, ત્યાર બાદ તે લાંબા સમય સુધી ટીમની બહાર હતો. જ્યારે ભુવનેશ્વર IPLમાં પરત ફર્યો ત્યારે તેની બોલિંગમાં પહેલા જેવો લય જોવા મળતો ન હતો. ભારતીય ટીમમાં પણ તેનું પ્રદર્શન કંઇ ખાસ જોવા મળ્યું ન હતું. ભુવનેશ્વર કુમારના એ જ ખરાબ પ્રદર્શનના કારણે તેને વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીમાં સ્થાન મળ્યુ નથી. જો કે તેને ટી-20 શ્રેણીમાં તક આપવામાં આવી છે. ત્યારે ભુવનેશ્વરના ચાહકો આશા રાખી રહ્યાં છે કે તે ફરી એકવાર પોતાના અંદાજમાં જોવા મળશે.