દુનિયામાં એક જેવા દેખાતા સાત લોકો હોય છે તેવુ ઘણીવાર ચર્ચામાં આવ્યું છે. તમે પણ ક્યારેક તો આ અંગે સાંભળ્યું જ હશે. આ વાત પર લોકોનું અલગ-અલગ મંતવ્ય હોય છે. પરંતુ અમે આજે તમને જે શખ્સ વિશે જણાવવા જઇ રહ્યા છીએ તેના વિશે જાણી તમે પણ થોડીવાર માટે વિચારતા રહી જશો. WWE NXT સુપરસ્ટારનો દેખાવ હાર્દિક પંડ્યા જેવોજીહા, અમી અહી ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વિશે વાત કરી રહ્યા છે. WWE NXT સુપરસ્ટાર કાર્મેલો હેયસે આ વખતે ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાનો આભાર માન્યો છે. જણાવી દઇએ કે, ચાહકોએ આ બંને ખેલાડીઓની સરખામણી કરી છે. ચાહકોએ કહ્યું કે, કાર્મેલો હેયસનો દેખાવ હાર્દિક પંડ્યા જેવો છે. આ જોયા પછી કાર્મેલો હેયસ પણ હૃદય સ્પર્શી વાત કહી હતી. જણાવી દઇએ કે, ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ચાહકોમાં ખૂબ જ લોકપ્રિય છે. હાર્દિક પંડ્યાને સ્ટાઈલ આઈકોન તરીકે પણ ઓળખવામાં આવે છે અને તેની સ્ટાઈલને દેશ અને દુનિયાભરના લોકો કોપી પણ કરે છે. હાર્દિક પંડ્યાના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં આવ્યોસોશિયલ મીડિયા પર ઘણીવાર ક્રિકેટરના લુકલાઈક સાથે જોડાયેલી તસવીરો વાયરલ થતી હોય છે અને ચાહકો પણ તે તસવીરો જોવાનું પસંદ કરે છે. દરમિયાન WWE NXT સુપરસ્ટાર કાર્મેલો હેયસ હાર્દિક પંડ્યાના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં આવ્યો હતો. કાર્મેલો હેયસની તસવીર શેર કરવાની સાથે ચાહકો તેને હાર્દિક પંડ્યા જેવો દેખાવાનું કહી રહ્યા છે. જો તમે તસવીરને ધ્યાનથી જોશો તો તમને આ WWE સુપરસ્ટાર અને હાર્દિક પંડ્યા વચ્ચે પણ ઘણી સામ્યતા જોવા મળશે. ચાહકોએ ફની મીમ કર્યા શેરકાર્મેલો હેયસની તસવીર શેર કરતા એક યુઝરે મજાકમાં લખ્યું, 'ક્રિકેટમાં સફળ કારકિર્દી બનાવ્યા પછી, હાર્દિક પંડ્યાએ NXTમાં ડેબ્યૂ કર્યું હતું. અન્ય એક યુઝરે સ્પાઈડર મેનની ફની મીમ શેર કરતા લખ્યું કે હાર્દિક જ્યારે કાર્મેલો હેયસને મળશે ત્યારે આવું જ કંઈક થશે. જોકે, એ સાચું છે કે બંનેનો લુક લગભગ સરખો છે. ખાસ કરીને ભારતીય ચાહકોએ તેના પર ઘણી કોમેન્ટ પણ કરી છે. WWE NXT સુપરસ્ટાર્સે પંડ્યાનો માન્યો આભાર27 વર્ષીય કાર્મેલો હેયસની તુરંત જ આ ચર્ચાઓ પર નજર પડી. હાલમાં ટ્વિટર પર આ વાત ઘણી ટ્રેન્ડ પર ચાલી રહી છે. કાર્મેલો હેયસે વિલંબ કર્યા વિના ભારતીય સુપરસ્ટાર પંડ્યાનો આભાર માન્યો હતો. પંડ્યાના કારણે જ હવે ભારતમાં પણ હેયસ ઘણો પ્રખ્યાત થયો છે. હેયસે કહ્યું કે, પંડ્યાના કારણે જ તે ભારતમાં ટ્રેન્ડ કરી રહ્યો છે. હેયસે તેની પોસ્ટ પર પંડ્યાને ટેગ કર્યો છે.