Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, આ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો

ભારતનો સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા ફરી મેદાન પર આવી ગયો છે. ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શુક્રવારે ફરીથી ઇતિહાસ રચ્યો હતો. નીરજ ડાયમંડ લીગ મીટનું લુસાન સ્ટેજ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.નીરજ ચોપરા, જે ફીટ થયા બાદ લુસાન ડાયમંડ લીગમાં પરત ફર્યો હતો, તે તેના પ્રથમ પ્રયાસમાં 89.08 મીટર સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. તે પોતાના થ્રોથી ચાર્ટમાં આગળ છે. જેકબ વેડલેજ 84.56 મીà
નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ  આ ટાઈટલ જીતનાર પ્રથમ ભારતીય બન્યો
Advertisement
ભારતનો સ્ટાર એથ્લેટ નીરજ ચોપરા ફરી મેદાન પર આવી ગયો છે. ઓલિમ્પિક ચેમ્પિયન જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શુક્રવારે ફરીથી ઇતિહાસ રચ્યો હતો. નીરજ ડાયમંડ લીગ મીટનું લુસાન સ્ટેજ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય બની ગયો છે.
નીરજ ચોપરા, જે ફીટ થયા બાદ લુસાન ડાયમંડ લીગમાં પરત ફર્યો હતો, તે તેના પ્રથમ પ્રયાસમાં 89.08 મીટર સુધી પહોંચવામાં સફળ રહ્યો હતો. તે પોતાના થ્રોથી ચાર્ટમાં આગળ છે. જેકબ વેડલેજ 84.56 મીટરના થ્રો સાથે બીજા ક્રમે છે. 24 વર્ષીય ઓલિમ્પિક ચેમ્પિયનને ગયા મહિને અમેરિકાના યુજીનમાં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઐતિહાસિક સિલ્વર મેડલ જીત સમયે ઈજા થઈ હતી. આ કારણે તે કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભાગ લઈ શક્યો નહોતો. જોકે, હવે તે તેમાંથી સાજો થઈ ગયો છે અને હવે તેણે શાનદાર વાપસી કરી છે. આ સ્પર્ધાનું આયોજન સ્વિત્ઝર્લેન્ડના લા પોન્ટેસે સ્ટેડિયમમાં કરવામાં આવી રહ્યું છે. નીરજ ચોપરાએ તેના બીજા પ્રયાસમાં 85.18 મીટર નિશાનો લગાવ્યો હતો. જ્યારે ત્રીજા પ્રયાસને સ્કીપ કરી દીધો હતો.

અહીં ટોચના ત્રણમાં રહેતા ચોપરાની 7 અને 8 સપ્ટેમ્બરે ઝ્યુરિખમાં યોજાનારી ડાયમંડ લીગની ફાઇનલમાં જગ્યા સુનિશ્ચિત કરશે કારણ કે તે સાત પોઇન્ટ સાથે રેન્કિંગમાં ચોથા સ્થાને છે. તે 30 જૂને સ્ટોકહોમ લેગમાં તેના પ્રથમ પોડિયમ પર બીજા ક્રમે રહ્યો હતો. સ્ટેન્ડિંગમાં ટોચના છ ઝ્યુરિખ ફાઇનલમાં પ્રવેશ કરશે. લુસાન ઇવેન્ટ એ પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાનો છેલ્લો તબક્કો છે. રિહેબિલિટેશનના એક મહિના પછી પણ ચોપરા આ સિઝનમાં પોતાનું મજબૂત ફોર્મ જાળવી રાખે છે કે કેમ તે જોવું રહ્યું. વળી તે ડાયમંડ લીગ જીતનાર પ્રથમ ભારતીય બની શકે છે.
Advertisement
Tags :
Advertisement

.

×