ન્યૂઝીલેન્ડમાં 4 માર્ચથી શરૂ થઈ રહેલા મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ પહેલા 27 ફેબ્રુઆરીથી વોર્મ-અપ મેચો એટલે કે પ્રેક્ટિસ ગેમ્સ રમાઇ હતી. વોર્મ-અપ મેચો 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી રમાઇ હતી. ભારતીય મહિલા ટીમ 27 માર્ચે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી પ્રથમ વોર્મ-અપ મેચમાં વિજયી બની હતી. ભારતે દક્ષિણ આફ્રિકાને 2 રને હરાવ્યું. ટીમ ખરાબ ફોર્મથી થઇ રહી છે પસારભારતીય મહિલા ટીમ પહેલાથી જ ન્યૂઝીલેન્ડમાં છે. ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ સામે 5 મેચની ODI શ્રેણી રમી હતી. જેમાં ભારતીય મહિલા ટીમને શ્રેણીમાં 4-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, તે તમામ ભારતીય ખેલાડીઓ માટે એક મોટો પાઠ હતો.ટીમની કેપ્ટન અનુભવી મિતાલી રાજICC મહિલા વર્લ્ડ કપ 2022 4 માર્ચથી શરૂ થવા જઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાવાની છે, જ્યારે ફાઈનલ 3 એપ્રિલે ક્રાઈસ્ટચર્ચમાં રમાશે. રનર્સ-અપ ભારત 6 ફેબ્રુઆરીએ કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી તેના અભિયાનની શરૂઆત કરશે. છેલ્લે મહિલા વર્લ્ડ કપ 2017માં રમાયો હતો જેમાં ભારતે ઈંગ્લેન્ડને 9 રનથી હરાવીને ચોથી વખત ટાઈટલ જીત્યું હતું. ભારતે આ વર્લ્ડ કપ માટે તેની મુખ્ય ટીમ જાળવી રાખી છે. ટીમની કેપ્ટન અનુભવી મિતાલી રાજ હશે, જ્યારે વાઇસ કેપ્ટન હરમનપ્રીત કૌર છે.ટૂર્નામેન્ટના વિજેતાને $1.32 મિલિયનની ડોમેસ્ટિક પ્રાઈઝ મની મળશેમહિલા વર્લ્ડ કપ 04 માર્ચથી રમાશે. વર્લ્ડ કપ 3 એપ્રિલ સુધી ચાલશે. ટૂર્નામેન્ટના વિજેતાને $1.32 મિલિયનની ડોમેસ્ટિક પ્રાઈઝ મની મળશે. આ ઈંગ્લેન્ડમાં 2017ની વિજેતા ટીમને આપવામાં આવેલી રકમ કરતા બમણી રકમ છે. ટૂર્નામેન્ટની શરૂઆત પહેલા જ ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો હતો. દક્ષિણ આફ્રિકા સામેની પ્રેક્ટિસ મેચમાં ઓપનર સ્મૃતિ મંધાનાને માથામાં વાગતા ઈજા થઈ હતી. પરંતુ મંધાનાને ફિટનેસ ક્લિયરન્સ મળી ગયું છે અને તે ટૂર્નામેન્ટની શરૂઆતથી પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે.મહિલા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ (India Squad For ICC Womens World Cup 2022): મિતાલી રાજ (કેપ્ટન), હરમનપ્રીત કૌર (વાઈસ-કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યસ્તિકા ભાટિયા, રિચા ઘોષ, તાનિયા ભાટિયા, સ્નેહ રાણા, ઝુલન ગોસ્વામી, પૂજા વસ્ત્રાકર, મેઘના સિંહ, રેણુકા સિંહ ઠાકુર, રાજેશ્વરી ગાયકવાડ, પૂનમ યાદવICC Womens World Cup 2022 India Scheduleભારત વિ પાકિસ્તાન - 6 માર્ચ - સવારે 6:30 ISTભારત વિ ન્યુઝીલેન્ડ - 10 માર્ચ - સવારે 6:30 ISTભારત વિ વેસ્ટ ઈન્ડિઝ - 12 માર્ચ - સવારે 6:30 ISTભારત વિ ઈંગ્લેન્ડ - 16 માર્ચ - સવારે 6:30 ISTભારત વિ ઓસ્ટ્રેલિયા - 19 માર્ચ 2022 - સવારે 6:30 ISTભારત વિ બાંગ્લાદેશ - 22 માર્ચ 2022 - સવારે 6:30 વાગ્યે ISTભારત વિ દક્ષિણ આફ્રિકા - 27 માર્ચ, 2022 - સવારે 6:30 વાગ્યે IST