IPL 2022 ની જલ્દી જ શરૂઆત થવા જઇ રહી છે. 26 માર્ચ 2022થી આ ટૂર્નામેન્ટ મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે CCS vs KKR વચ્ચે થશે. ફેન્સ ટૂર્નામેન્ટની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. RCBના પૂર્વ ખેલાડી એબી ડી વિલિયર્સ ટીમમાં પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સ તે IPLમાં પરત ફરવા જઈ રહ્યો છે. જોકે, આ વખતે તેનો રોલ અલગ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં નવી જવાબદારી મળી શકે છે. ડી વિલિયર્સે ઘણા વર્ષો સુધી IPLમાં RCBનું પ્રતિનિધિત્વ કર્યું હતું. દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સે IPLની છેલ્લી સીઝન બાદ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેનાથી સ્પષ્ટ થઈ ગયું છે કે, તે IPLની આગામી સીઝનમાં નહીં રમે. તેમ છતા, ડી વિલિયર્સ IPL 2022ની 15મી સીઝનમાં ફરી જોવા જઈ રહ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેની વાપસી ખેલાડી તરીકે નહીં પરંતુ RCBમાં નવી જવાબદારી તરીકે આપવામાં આવી શકે છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એબી ડી વિલિયર્સ RCBના મેન્ટરની ભૂમિકામાં જોવા મળી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ફ્રેન્ચાઇઝી ટૂંક સમયમાં આની જાહેરાત કરશે. દક્ષિણ આફ્રિકાના આ પૂર્વ ક્રિકેટરે (RCB) સાથે લાંબો સમય વિતાવ્યો છે. (RCB)ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની મિત્રતા પણ સ્પષ્ટ છે. એવું માનવામાં આવે છે કે ડ્રેસિંગ રૂમમાં તેના રહેવાથી ખેલાડીઓનું મનોબળ વધશે અને તે તેની સાથે પોતાના અનુભવો પણ શેર કરશે.એબી ડી વિલિયર્સે વર્ષ 2008માં IPLની શરૂઆત કરી હતી. તે 2010 સુધી દિલ્હી કેપિટલ્સનો ભાગ હતો. આ પછી, 2011 માં, તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે જોડાયો. જે પછી તેણે 2021 સુધી RCB માટે રમવાનું ચાલુ રાખ્યું. ડી વિલિયર્સની ગણતરી IPLના સૌથી સફળ ખેલાડીઓમાં થાય છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં તેના આંકડાઓ પર નજર કરીએ તો તેણે 184 મેચની 170 ઈનિંગ્સમાં 5162 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ત્રણ સદી સહિત 40 અડધી સદી ફટકારી હતી. IPLમાં તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 133 રન હતો. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન બનાવનાર તે વિશ્વનો છઠ્ઠો બેટ્સમેન છે.