Cricket: પાકિસ્તાનનો બાંગ્લાદેશમાં મેચ રમવાનો ઇનકાર, જાણો શું છે કારણ!
- પાકિસ્તાને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ના નિમંત્રણને ઠુકરાવ્યું
- BCB એ પાકિસ્તાન અને શ્રીલંકાને આમંત્રિત કર્યા હતા
- પાકિસ્તાનની ઈચ્છતુ હતુ ત્રિ- T20 શ્રેણીમાં ભાગ લે
Cricket:પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ ડિસેમ્બરમાં શ્રીલંકા સાથે ત્રિકોણિય T20 શ્રેણી રમવાના બાંગ્લાદેશ બોર્ડના પ્રસ્તાવને નકારી કાઢ્યો છે. PCBના એક અધિકારીએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) આવતા વર્ષની શરૂઆતમાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારી માટે પાકિસ્તાન અને શ્રીલંકા સાથે ત્રિ-શ્રેણીનું આયોજન કરવા માગતું હતુ. PCBએ ખેલાડીઓનો વર્કલોડ મેનેજ કરવા પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
PCB એ બાંગ્લાદેશના આમંત્રણને કાર્યું
અધિકારીએ કહ્યું "અમે બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન, શાહીન શાહ આફ્રિદી, હરિસ રૌફ, શાદાબ ખાનને ડિસેમ્બર-જાન્યુઆરીમાં બિગ બેશ લીગમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયા જવાની પરવાનગી આપી દીધી છે. ફખર ઝમાન જેવા કેટલાક અન્ય ખેલાડીઓ અમીરાત ઇન્ટરનેશનલ લીગમાં ભાગ લઈ રહ્યા છે." PCB એ બાંગ્લાદેશના આમંત્રણને નકારવાનુ તેમના મુખ્ય ખેલાડીઓને BBL અને અન્ય લીગ્સમાં રમવા માટે NOC આપ્યા છે, અને વધુ મેચોમાંથી વર્કલોડ વધી જશે. આ નિર્ણય ખેલાડીઓની લાંબા ગાળાની ફિટનેસ અને પર્ફોર્મન્સને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
પાકિસ્તાન ટીમનું ફેબ્રુઆરીથી 2026 સુધીનું મોટું શેડ્યૂલ
વધુમાં PCB અધિકારીએ કહ્યું ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પાકિસ્તાનમાં કોઈ આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ ન હોવાથી ખેલાડીઓને ચોક્કસ લીગમાં ભાગ લેવાની મંજૂરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જ્યારે NOC જારી કરવામાં આવ્યા ત્યારે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ બિગ બેશ લીગના સમગ્ર સમયગાળા માટે પાકિસ્તાની ખેલાડીઓની ઉપલબ્ધતા માટે વિનંતી કરી હતી. અધિકારીએ એ પણ કહ્યું કે પાકિસ્તાન ટીમનું ફેબ્રુઆરીથી 2026 સુધીનું મોટું શેડ્યૂલ છે, જેમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને પાકિસ્તાન સુપર લીગમાં ઘણી ટેસ્ટ શ્રેણીનો સમાવેશ થાય છે.
બાંગ્લાદેશની શું યોજના હતી?
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ પાકિસ્તાન અને શ્રીલંકાને આમંત્રિત કર્યા હતા. કે તેઓ ડિસેમ્બરમાં બાંગ્લાદેશમાં યોજાતી ત્રિ-એટી20 શ્રેણીમાં ભાગ લે. આ શ્રેણીમાં ત્રણેય ટીમો (બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા) વચ્ચે મેચો રમાવાની યોજના હતી. આ શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ 2026ના T20 વર્લ્ડ કપની તૈયારી માટે રમતગમત અને પ્રેક્ટિસ આપવાનો હતો. PCB એ આ આમંત્રણને નકારી કાઢ્યું છે.
આ પણ વાંચોઃ ‘સર, માઇક તૈયાર રાખજો’, ભારતીય ક્રિકેટર જેમિમાએ સુનિલ ગવાસ્કરને વચન યાદ કરાવ્યું
આ પણ વાંચોઃ Sheikh Hasina વિરુદ્ધ કયો કેસ છે જેમાં 17 નવેમ્બરે સજા સંભળાવવામાં આવશે?


