Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

Pakistan Cricket : 50 લાખના દંડને આફ્રિદીએ ગણાવ્યો 'નાની સોચ'

ટી-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનના શરમજનક પ્રદર્શન બાદ PCB એ ખેલાડીઓ પર 50 લાખનો દંડ ફટકાર્યો છે. શાહિદ આફ્રિદીએ (Shahid Afridi) આ નિર્ણયની આકરી ટીકા કરતા તેને 'નાની સોચ' ગણાવી છે. જાણો આફ્રિદીએ કેમ ફ્લોપ ખેલાડીઓને 2 વર્ષ માટે બહાર કરવાની માંગ કરી.
pakistan cricket   50 લાખના દંડને આફ્રિદીએ ગણાવ્યો  નાની સોચ
Advertisement

Pakistan Cricket : ટી-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનના શરમજનક પ્રદર્શન બાદ PCB એ ખેલાડીઓ પર 50 લાખનો દંડ ફટકાર્યો છે. શાહિદ આફ્રિદીએ (Shahid Afridi) આ નિર્ણયની આકરી ટીકા કરતા તેને 'નાની સોચ' ગણાવી છે. જાણો આફ્રિદીએ કેમ ફ્લોપ ખેલાડીઓને 2 વર્ષ માટે બહાર કરવાની માંગ કરી.

ટી-20 વર્લ્ડ કપ 2026-T20 World Cup 2026માં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું પ્રદર્શન એક એવી કરૂણતા બનીને રહી ગયું છે, જેણે સરહદ પારના ક્રિકેટ જગતમાં હોબાળો મચાવી દીધો છે. ગ્રીન આર્મી જે રીતે સુપર-8માં પહોંચતા પહેલા જ બહાર ફેંકાઈ ગઈ, તેનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને ખેલાડીઓ અત્યારે લોકોના નિશાના પર છે. આ શરમજનક પ્રદર્શન બાદ બોર્ડે ખેલાડીઓ પર દંડ ફટકાર્યો છે, પરંતુ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ આ કાર્યવાહીને માત્ર 'નાટક' ગણાવી બોર્ડની આકરી ઝાટકણી કાઢી છે.

Advertisement

Pakistan Cricket : પાકિસ્તાન બોર્ડ પર આફ્રિદીના આકરા પ્રહાર

PCB એ વર્લ્ડ કપમાં ફ્લોપ રહેલા ખેલાડીઓ પર 50 લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સાંભળતા જ શાહિદ આફ્રિદી લાલચોળ થઈ ગયો હતો. તેણે સમા ટીવી પર વાત કરતા આ નિર્ણયને બોર્ડની "નાની સોચ" ગણાવી હતી. આફ્રિદીએ કહ્યું : "આ નિર્ણય મારી સમજની બહાર છે. 50 લાખ રૂપિયાથી શું વળશે? આ રકમ આજના ખેલાડીઓ માટે કંઈ જ નથી. આને સજા ન કહેવાય, આ તો માત્ર સંતોષ માનવા જેવી વાત છે."

Advertisement

Pakistan Cricket : આફ્રિદીએ આપી કડક સજાની સલાહ

માત્ર કાગળ પર દંડ ફટકારવાને બદલે આફ્રિદીએ પાકિસ્તાની ટીમના 'શુદ્ધિકરણ' માટે કેટલીક કડક સલાહ આપી છે:

  • ફર્સ્ટ ક્લાસ ક્રિકેટનો વનવાસ: જે ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રદર્શન કરી શકતા નથી, તેમને તાત્કાલિક ઘરેલુ ક્રિકેટ (First Class) રમવા મોકલી દેવા જોઈએ જેથી તેમને મેદાન પર પરસેવો પાડવાની કિંમત સમજાય.

  • 2 વર્ષનો આકરો પ્રતિબંધ: આફ્રિદીએ માંગ કરી છે કે જે ખેલાડીઓ સતત ફ્લોપ રહ્યા છે, તેમને ઓછામાં ઓછા 2 વર્ષ માટે રાષ્ટ્રીય ટીમમાંથી બહાર કરી દેવા જોઈએ.

  • વર્કલોડ અને આરામ: તેણે સ્પષ્ટ કર્યું કે જેમને આરામની જરૂર હોય તેમને રજા આપી દો, પણ દેશની જર્સીની ગરિમા જાળવી શકે તેવા નવા લોહીને ટીમમાં સ્થાન આપો.

વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાનનો રકાસ

પાકિસ્તાની ટીમ આ વખતે વર્લ્ડ કપમાં સાવ વિખેરાયેલી જોવા મળી હતી. ખાસ કરીને:

  • ભારત સામેની હાર: કટ્ટર હરીફ ભારત સામેની હારે ટીમની માનસિક નબળાઈ છતી કરી દીધી.

  • ઇંગ્લેન્ડ સામે પરાજય: ઇંગ્લેન્ડ સામેની મેચમાં ટીમના ખેલાડીઓ કોઈ પણ જાતના સંઘર્ષ વગર શરણે આવી ગયા હતા, જેના કારણે ફેન્સમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

શું આ કડવા ડોઝની જરૂર છે?

શાહિદ આફ્રિદીની વાતો કદાચ પાકિસ્તાની ખેલાડીઓને કડવી લાગી શકે, પણ ક્રિકેટના નિષ્ણાતો માને છે કે જો પાકિસ્તાનને ફરી બેઠું થવું હોય તો આકરી સર્જરીની જરૂર છે. માત્ર 50 લાખના દંડથી ખેલાડીઓની રમત કે માનસિકતા બદલાવવાની નથી. આફ્રિદીનો આ ગુસ્સો એ દરેક ફેન્સનો અવાજ છે જે પોતાની ટીમને મેદાન પર લડતી જોવા માંગે છે. હવે જોવાનું એ રહેશે કે PCB આ 'બૂમ બૂમ' આફ્રિદીની સલાહ માને છે કે પછી હંમેશાની જેમ બધું 'રામ ભરોસે' ચાલવા દે છે.

આ પણ વાંચો : T20 World Cup 2026 : T20 વર્લ્ડકપને લઈને મહત્વના સમાચાર, અમદાવાદમાં જ રમાશે ફાઈનલ!

Tags :
Advertisement

.

×