Pakistan Asia Cup 2025 :પાકિસ્તાને મેચ રમવાનો ઇનકાર કર્યો, હવે એશિયા કપમાંથી બહાર
- એશિયા કપ અંગે GEO ન્યૂઝના હવાલેથી મોટા સમાચાર (Pakistan Asia Cup 2025)
- એશિયા કપમાંથી પાકિસ્તાન ખસી ગયુંઃ GEO
- UAE સાથે રાત્રે 8 વાગ્યે થવાનો હતો મુકાબલો
- એશિયા કપમાંથી ખસી જવાથી પાકિસ્તાનને ઝટકો
- પાકિસ્તાનને સવાસોથી દોઢસો કરોડનો પડશે ફટકો
Pakistan Asia Cup 2025 : એશિયા કપનો 10મો મુકાબલો આજે દુબઈમાં પાકિસ્તાન અને યજમાન યુએઈ વચ્ચે રમાવાનો હતો, પરંતુ પાકિસ્તાને મેચ શરૂ થાય તે પહેલાં રમવાનો ઇનકાર કર્યો હતો. આ નિર્ણય બાદ, યુએઈને વોકઓવર મળ્યો અને બે પોઈન્ટ સાથે સુપર ફોર માટે ક્વોલિફાય થયું. આ ઘટનાથી પાકિસ્તાની ટીમ માટે ટુર્નામેન્ટનો અંત આવ્યો છે.
આ નિર્ણય ભારત અને પાકિસ્તાન વચ્ચેની પાછલી મેચ પછી ઉભા થયેલા વિવાદ સાથે સંબંધિત છે. તે મેચ પછી, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો હતો, જેનો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ વાંધો ઉઠાવ્યો હતો.
વિવાદનું મૂળ અને PCB ની ફરિયાદ
પાકિસ્તાને આ ઘટના માટે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને દોષી ઠેરવ્યા. PCB એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) ને ઔપચારિક ફરિયાદ નોંધાવી અને મેચ રેફરીને હટાવવાની માંગ કરી. પાકિસ્તાને દાવો કર્યો કે પાયક્રોફ્ટે ટીમના કેપ્ટન સલમાન અલી આગાને ટોસ દરમિયાન હાથ ન મિલાવવાની સૂચના આપી હતી, જે મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) ના નિયમોની વિરુદ્ધ છે. જોકે, ICC એ પાકિસ્તાનની માંગણીને ફગાવી દીધી..
PCBએ બહિષ્કારની આપી હતી ધમકી (Pakistan Asia Cup 2025)
ICC ના નિર્ણય પછી પાકિસ્તાન ટીમમાં તણાવ સ્પષ્ટ હતો. પહેલા, PCB એ મેચનો બહિષ્કાર કરવાની ધમકી આપી, પછી ખેલાડીઓ પ્રેક્ટિસ માટે પણ પહોંચ્યા. જોકે, મેચ પહેલા જ પાકિસ્તાની ટીમે મેદાનમાં ઉતરવાનો ઇનકાર કરી દીધો.
નવા સમીકરણો અને ટુર્નામેન્ટ પર અસર
ગ્રૂપ B માં, ભારતે તેની બંને મેચ જીતીને સુપર ફોરમાં સ્થાન મેળવી લીધું હતું. બંને મેચ હાર્યા બાદ ઓમાન ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. હવે, પાકિસ્તાન અને UAE વચ્ચેની મેચના વિજેતા ટીમ સુપર ફોરમાં ભારત સાથે જોડાવાની હતી.
UAE ને સીધો થયો ફાયદો (Pakistan Asia Cup 2025)
જોકે, પાકિસ્તાનના ઇનકાર પછી, UAE ને સીધા બે પોઈન્ટ મળ્યા અને સુપર ફોર માટે ક્વોલિફાય થયું. આ સમગ્ર નાટકે પાકિસ્તાની ટીમને માત્ર ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધી નથી, પરંતુ ક્રિકેટ જગતમાં એક નવી ચર્ચા પણ જગાવી છે.
આ પણ વાંચો : World Athletics Championships ની ફાઇનલમાં પહોંચ્યો નીરજ ચોપરા, થશે અરશદ નદીમ સાથે ટક્કર