T20 World Cup : 'થોડીક તો આબરૂં બચાવવી હતી', પાકિસ્તાની એન્કર લાલઘૂમ
T20 World Cup માં યોજાયેલી મેચમાં પાકિસ્તાને ધૂળ ચાટી છે, જેને લઇને પાકિસ્તાની ટીમની આબરુનું દુનિયાભરમાં ધોવાણ થયું છે. રોષે ભરાયેલી એન્કરે વીડિયોમાં કહ્યું કે, "આ બેશરમીની પરાકાષ્ઠા છે. જો આપણે હારવાના હતા, તો આપણે થોડો રનચેઝ તો કરવો જોઈતો હતો, આપણે થોડી વધુ મહેનત કરી શક્યા હોત, થોડીક તો આબરૂ બચાવવી હતી
Advertisement
- T20 World Cup માં યોજાયેલી મેચમાં પાકિસ્તાને ધૂળ ચાટી
- પાકિસ્તાનની કારમી હારથી સ્થાનિક ક્રિકેટ પ્રેમીઓમાં રોષ
- પાકિસ્તાનની ટીમની હાર સાથે દેશની આબરુનું ધોવાણ પણ થયું
- મહિલાએ પોતાના જ દેશના ક્રિકેટને શાબ્દિક રીતે બેઆબરૂ કર્યું
T20 World Cup : ચાહકોને ભારત-પાકિસ્તાન મેચની ખૂબ આશા હતી, પરંતુ આ એકતરફી મેચમાં ભારતે પાકિસ્તાનને (IndvsPak) 61 રનથી હરાવીને શાનદાર જીત મેળવી લીધી હતી. પાકિસ્તાન (Pakistan) ફરી એકવાર વિશ્વકક્ષાએ અપમાનિત થયું છે, અને આ અપમાન ફક્ત ભારતીય ચાહકો જ નહીં, પરંતુ પાકિસ્તાની ક્રિકેટના ચાહકો પણ અનુભવી રહ્યા છે. આ અંગે જાણીતી પાકિસ્તાની એન્કર હુદા શાહનો (Huda Shah) વાયરલ વીડિયો થયો છે, જેમાં તે પોતાની ટીમની આબરૂનું ધોવાણ કરી રહી છે.

