Champion Trophy 2025 :ટીમ ઈન્ડિયાની જીત પર પાકિસ્તાનની પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું શોએબ અખ્તરે
- ભારતે 15 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો
- ભારતીય ટીમ હવે સૌથી વધુ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ બની
- શોએબ અખ્તરે ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા
Champion Trophy 2025 : ભારતે 15 વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ જીત્યો. ભારતે ફાઇનલમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું. આ સાથે ભારતીય ટીમે પણ ઇતિહાસ રચી દીધો છે. ભારતીય ટીમ હવે સૌથી વધુ ચેમ્પિયન્સ ટ્રોફી જીતનારી ટીમ બની ગઈ છે. ભારતની જીત પર પહેલી પ્રતિક્રિયા પાકિસ્તાન તરફથી આવી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ચેમ્પિયન્સ ટ્રોફી જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા છે.
શોએબ અખ્તરે એક વીડિયો સંદેશ જાહેર કરતા કહ્યું, "ભારત છેલ્લા 10 વર્ષમાં ICC ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ ટીમ બની છે. ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે પણ ટ્રોફી જીતી છે. ભારતે ચેમ્પિયન્સ ટ્રોફીમાં કમાલ કરી છે. જ્યારથી વરુણ આવ્યો છે... વિરાટે પુનરાગમન કર્યું છે... રોહિતે ફાઇનલમાં જે રીતે બેટિંગ કરી છે. ભારતને આ ટ્રોફી માટે ઘણા અભિનંદન."
આ પણ વાંચો : IND vs NZ: ભારતે જીત્યો 2025 ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ, ફાઇનલમાં ન્યુઝીલેન્ડને હરાવ્યું; PM મોદીએ કરી પોસ્ટ