Paralympics: એથ્લેટિક્સમાં ભારતને 8 મેડલની આશા,જાણો આજનાં શેડ્યુલ અંગે
- પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સ અદ્દભૂત પ્રદર્શન ચાલુ
- પેરાલિમ્પિકના 6 દિવસમાં ભારતના ખાતામાં કુલ 20 મેડલ આવ્યા
- આ દિવસે ભારતને 8 મેડલ મળી શકે છે
Paralympics:પેરિસ પેરાલિમ્પિકમાં ભારતીય એથ્લેટ્સ અદ્દભૂત પ્રદર્શન કરી રહ્યા છે. ટૂર્નામેન્ટના 6 દિવસ પૂરા થયા બાદ ભારતના ખાતામાં કુલ 20 મેડલ આવી ગયા છે. કોઈપણ પેરાલિમ્પિકમાં ભારતનું અત્યાર સુધીનું આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા ભારતે ટોક્યો પેરાલિમ્પિકમાં સૌથી વધુ 19 મેડલ જીત્યા હતા. આ વખતે ભારતે ટોક્યો પેરાલિમ્પિક્સનો રેકોર્ડ તોડ્યો છે અને 20થી વધુ મેડલ જીતવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
આજે ભારત જીતી શકે છે 8 મેંડલ
આજે ટુર્નામેન્ટનો 7મો દિવસ છે. આ દિવસે ભારતને 8 મેડલ મળી શકે છે. આજે ભારતીય ખેલાડીઓ સાઇકલિંગ, શૂટિંગ, એથ્લેટિક્સ, ટેબલ ટેનિસ, પાવરલિફ્ટિંગ અને તીરંદાજીની સ્પર્ધાઓમાં પોતાનો પડકાર રજૂ કરશે. જેમાં અરશદ શેખ, જ્યોતિ ગડેરિયા, મોહમ્મદ યાસર, રોહિત કુમાર, સચિન સર્જેરાવ, અમીષા રાવત, ધરમબીર, પ્રણવ સુરમા, અમિત કુમાર સરોહા, પરમજીત કુમાર અને સકીના ખાતૂન મેડલ રાઉન્ડમાં ભાગ લેશે.
India's schedule at the Paris Paralympics 2024 for 4th September 2024.🇮🇳#Paris2024 #Paralympics #SKIndianSports pic.twitter.com/saAz9UyAEs
— Sportskeeda (@Sportskeeda) September 3, 2024
આ પણ વાંચો -Paralympics માં નવી ઈતિહાસ રેખા, ટોક્યોનો રેકોર્ડ તૂટ્યો
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં આજનું ભારતનું સંપૂર્ણ શેડ્યૂલ
સાયકલિંગ
- મેન્સ C2 વ્યક્તિગત રોડ ટાઈમ ટ્રાયલ (મેડલ રાઉન્ડ) 11.57am - અરશદ શેખ
- મહિલા C1-3 વ્યક્તિગત રોડ ટાઈમ ટ્રાયલ (મેડલ રાઉન્ડ) બપોરે 12.32- જ્યોતિ ગડેરિયા
શૂટિંગ
- મિશ્રિત 50 મીટર પિસ્તોલ SH1 (ક્વોલિફિકેશન) બપોરે 1.00 વાગ્યે- નિહાલ સિંહ અને રુદ્રાંશ ખંડેલવાલ
એથ્લેટિક્સ
- મેન્સ શોટ પુટ F46 (મેડલ રાઉન્ડ) બપોરે 1.35 કલાકે- મોહમ્મદ યાસર, રોહિત કુમાર અને સચિન સર્જેરાવ
- મહિલા શોટ પુટ F46 (મેડલ રાઉન્ડ) બપોરે 3.17 કલાકે- અમીષા રાવત
- મેન્સ ક્લબ થ્રો F51 (મેડલ રાઉન્ડ) રાત્રે 10.50 કલાકે- ધરમબીર, પ્રણવ સુરમા અને અમિત કુમાર સરોહા
- મહિલાઓની 100 મીટર T12 (હીટ) રાત્રે 11.03- સિમરન
ટેબલ ટેનિસ
- મહિલા સિંગલ્સ કેટેગરી 4 (ક્વાર્ટર ફાઇનલ) બપોરે 2.15- ભાવિના પટેલ
પાવરલિફ્ટિંગ
- મેન 49 કિગ્રા (મેડલ રાઉન્ડ) બપોરે 3.30 કલાકે- પરમજીત કુમાર
- મહિલા 45 કિગ્રા (મેડલ રાઉન્ડ) રાત્રે 8.30 કલાકે- સકીના ખાતુન
તીરંદાજી
પુરુષોની રિકર્વ (પ્રી-ક્વાર્ટર ફાઇનલ) સાંજે 5.49 કલાકે- હરવિંદર સિંઘ