Paris Olympic 2024 : બેડમિન્ટન કોર્ટ પર શરૂ થઇ પ્રેમની નવી કહાની
- પેરિસ ઓલિમ્પિકમાં લગ્નનો પ્રપોઝલ
- ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ સાથે પ્રેમ
- સ્પોર્ટ્સ એરિનામાં પ્રેમની જીત
Paris Olympic 2024 માં ઘણી યાદગાર ઘટનાઓ બની રહી છે. આ વખતે એક એવી ઘટના બની જેણે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. એક એથ્લેટને મેડલ સેરેમની દરમિયાન જ લગ્નનો પ્રસ્તાવ મળ્યો છે. જેનો તાજેતરમાં વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
ઘૂંટણિયે બેસીને લગ્નનો મૂક્યો પ્રસ્તાવ
પેરિસની બિગ ઈવેન્ટમાં આ વખતે ઘણી બધી વસ્તુઓ થઈ રહી છે, જે ખૂબ જ ચોંકાવનારી છે. એક તરફ, લિંગને લઈને વિવાદ થયો હતો. એક ક્ષણ એવી હતી જેમા ખૂબ તાળીઓ પડી હતી. જ્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોએ તેના ખૂબ વખાણ કર્યા હતા. ચીનની એક બેડમિન્ટન ટીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેડલ સેરેમની દરમિયાન જ ટીમના એક ખેલાડીએ તેના સાથી ખેલાડીને ઘૂંટણિયે પડીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને સાંભળીને સ્ટેડિયમમાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી આ દ્રશ્યને આવકાર્યો હતો. ખેલાડીએ આ પ્રસ્તાવને સ્વીકાર્યો અને બંનેએ એકબીજાને ગળે લગાવીને આનંદ વ્યક્ત કર્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, આ બંને ખેલાડીઓ લાંબા સમયથી એકબીજાને ઓળખતા હતા. પરંતુ તેઓએ ક્યારેય પણ આ વાત ખુલીને કહી ન હોતી. ગોલ્ડ મેડલ જીતવાની ખુશીમાં આ ખેલાડીએ તેની લાગણીઓ વ્યક્ત કરવાનું નક્કી કર્યું અને તેણે આ પ્રસ્તાવ મૂક્યો.
"I’ll love you forever! Will you marry me?"
"Yes! I do!"OMG!!! Romance at the Olympics!!!❤️❤️❤️
Huang Yaqiong just had her "dream come true", winning a badminton mixed doubles gold medal🥇with her teammate Zheng Siwei
Then her boyfriend Liu Yuchen proposed! 🎉🎉🎉 pic.twitter.com/JxMIipF7ij
— Li Zexin (@XH_Lee23) August 2, 2024
હુઆંગ લગ્નનો પ્રસ્તાવ મળતા ભાવુક બની
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીનના એથ્લેટ્સ હુઆંગ અને ઝેંગ સિવેઈની ટીમે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બંનેએ દક્ષિણ કોરિયાના કિમ વોન હો અને જેઓંગ ના યુનને હરાવ્યા હતા. હુઆંગે આ મેચ 21-8 અને 21-11થી જીતીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે ગોલ્ડ મેડલ પહેરતાની સાથે જ હુઆંગની ટીમનો ખેલાડી લી યુચેન તેની સામે આવ્યો અને તેને તેની સાથે લગ્ન કરવાનું કહ્યું. આ સાંભળીને હુઆંગ ચોંકી ગઇ. દરમિયાન, યુચેને તેના ખિસ્સામાંથી લગ્નની વીંટી કાઢી અને ઘૂંટણિયે પડીને હુઆંગને લગ્નની વીંટી આપી. તેણે તેના પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો અને તેની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. ગોલ્ડ મેડલ જીતવાની ખુશી વચ્ચે હુઆંગ લગ્નનો પ્રસ્તાવ મળતા ભાવુક બની ગઇ હતી. તે યુચેનના લગ્ન પ્રસ્તાવને નકારી ન શકી અને તેણે હા પાડી.
હુઆંગે મીડિયા સામે ખુશી વ્યક્ત કરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેડલ સેરેમની બાદ મીડિયા સાથે વાત કરતી વખતે હુઆંગને લગ્ન વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો. તેણે કહ્યું કે લગ્નનો પ્રસ્તાવ ચોંકાવનારો હતો. હું ઓલિમ્પિક ચેમ્પિયન છું અને રમતની તૈયારીમાં વ્યસ્ત હતી. આ સમય દરમિયાન હું યુચેનને મળી. તે ટીમનો ખેલાડી છે, પરંતુ તેણીને ખબર નહોતી કે તે તેણીને પસંદ કરે છે. જ્યારે તેણે ગોલ્ડ મેડલ જીત્યા બાદ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા હતા. કારણ કે તેને આવા પ્રસ્તાવની અપેક્ષા ન હતી, તે તેના મનમાં વિચાર પણ નહોતો.
આ પણ વાંચો: Paris Olympics 2024 : Manu Bhaker ત્રીજા મેડલથી ચૂકી, શૂટિંગમાં ચોથા નંબરે રહી...