ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Paris Olympic 2024 : બેડમિન્ટન ક્વીન PV Sindhu એ KUUBA Kristin વિરુદ્ધ મેળવી એક તરફી જીત

પીવી સિંધુ: ફાયર! પીવી સિંધુનું કુબા સામે શાનદાર પ્રદર્શન બેડમિન્ટનમાં પીવી સિંધુની વિજયકૂચ યથાવત્ પ્રિ ક્વાર્ટર ફાઈલનમાં પહોંચી પીવી સિંધુ એસ્ટોનિયન શટલર ક્રિસ્ટિન કુબાને હરાવી Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારતની સ્ટાર ખેલાડી PV Sindhu પાસેથી સૌ કોઇને આશા...
01:49 PM Jul 31, 2024 IST | Hardik Shah
પીવી સિંધુ: ફાયર! પીવી સિંધુનું કુબા સામે શાનદાર પ્રદર્શન બેડમિન્ટનમાં પીવી સિંધુની વિજયકૂચ યથાવત્ પ્રિ ક્વાર્ટર ફાઈલનમાં પહોંચી પીવી સિંધુ એસ્ટોનિયન શટલર ક્રિસ્ટિન કુબાને હરાવી Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારતની સ્ટાર ખેલાડી PV Sindhu પાસેથી સૌ કોઇને આશા...
PV Sindhu in Paris Plympic 2024

Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારતની સ્ટાર ખેલાડી PV Sindhu પાસેથી સૌ કોઇને આશા છે કે તે દેશને વધુ એક મેડલ અપાવશે. આજે તેનો મુકાબલો KUUBA Kristin સામે છે. ક્રિસ્ટિન એસ્ટોનિયા (Estonia) નું પ્રતિનિધિત્વ કરી રહી છે. મેચની શરૂઆતથી જ સિંધુ વિરોધી પર હાવી જોવા મળી રહી હતી. જેની અસર પરિણામ પર પણ જોવા મળી હતી. જીહા, આ મેચમાં પીવી સિંધુને એક તરફી જીત મળી છે. આ જીત બાદ સિંધુ પ્રી ક્વોર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવી ચુકી છે.

પીવી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

આજે ગ્રુપ સ્ટેજની મેચમાં PV Sindhu એ શાનદાર રમત બતાવી હતી અને પોતાની વિરોધી Kuuba Kristin ને પોતાના પર થોડા સમય માટે પણ હાવી થવાની તક આપી નહોતી. પીવી સિંધુ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. સિંધુએ ક્રિસ્ટિન કુબાને 21-5, 21-10થી હરાવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી હતી. તેણે આ મેચ 34 મિનિટમાં જીતી લીધી હતી. સિંધુ આ વખતના ઓલિમ્પિકમાં ભારતને ત્રીજો મેડલ અપાવે તેવી સૌ દેશવાસીઓ આશા રાખીને બેઠા છે અને જે રીતે તે રમી રહી છે તે જોતા લાગી રહ્યું છે કે તે ભારતીયોની આશાને પૂર્ણ કરશે અને દેશને વધુ એક મેડલ અપાવશે.

સિંધુની નજર મેડલ હેટ્રિક પર

ભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ સતત ત્રીજી ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતીને ઈતિહાસ રચવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે તેણે છેલ્લા કેટલાક મહિનામાં અલગ અલગ રીતે સખત પ્રેક્ટિસ કરી છે. સિંધુએ રિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ અને ટોક્યો ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો તે પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ સુધી પહોંચવામાં સફળ થાય છે, તો તે મેડલની હેટ્રિક પુરી કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બની જશે. 29 વર્ષની સિંધુ છેલ્લા કેટલાક સમયથી આઉટ ઓફ ફોર્મ છે, પરંતુ તેણે કહ્યું કે પ્રકાશ પાદુકોણ સાથે છેલ્લા આઠ મહિના ગાળવાથી તેનો આત્મવિશ્વાસ વધ્યો છે અને તે સતત ત્રીજો મેડલ જીતવા માટે તૈયાર છે. પેરિસ ઓલિમ્પિકમાં બેડમિન્ટનની મેચો 27 જુલાઈથી શરૂ થયો છે જેમા તેણે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સિંધુએ પોર્ટે ડે લા ચેપલ એરેનામાં કહ્યું, 'ચોક્કસપણે મારું લક્ષ્ય મેડલ જીતવાનું છે. તે પ્રથમ, દ્વિતીય કે ત્રીજું છે તે હું જોઇ રહી નથી. મેં બે મેડલ જીત્યા છે અને ત્રીજા મેડલ વિશે વિચારીને હું પોતાના પર દબાણ લાવવા માંગતી નથી.

આ પણ વાંચો:  Paris Olympic 2024 નો પાંચમો દિવસ, મનુ ભાકર બાદ આજે કોણ ઝળકશે?

Tags :
BadmintonBroadcast in IndiaGroup Stage MatchGujarat FirstHardik ShahIndia in Paris OlympicsIndia Olympic teamindian athletesIndian forceIndian Forces Paris Olympicsindian playersKUUBA KristinMedal expectationsolympic 2024Olympic Games datesParis 2024 eventsParis OlympicParis olympic 2024PARIS OLYMPICS 2024PV SindhuSportsWomen's Singles
Next Article