Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris Olympic 2024 : રેસલિંગથી ભારત માટે Good News, વિનેશ ફોગાટે યુક્રેનની ઓક્સાનાને 7-5થી આપ્યો પરાજય

રેસલિંગથી ભારત માટે વધુ એક સારા સમાચાર 50 કિગ્રા વર્ગમાં વિનેશ ફોગાટ સેમીફાઈનલમાં યુક્રેનની ઓક્સાનાને 7-5થી આપ્યો પરાજય શરૂઆતથી જ હાવી રહી વિનેશ ફોગાટ વિનેશ ફોગાટનો સેમિફાઈનલ મુકાબલો પણ આજે જ Paris Olympic 2024 : વિનેશ ફોગાટે (Vinesh Phogat)...
paris olympic 2024   રેસલિંગથી ભારત માટે good news  વિનેશ ફોગાટે યુક્રેનની ઓક્સાનાને 7 5થી આપ્યો પરાજય
Advertisement
  • રેસલિંગથી ભારત માટે વધુ એક સારા સમાચાર
  • 50 કિગ્રા વર્ગમાં વિનેશ ફોગાટ સેમીફાઈનલમાં
  • યુક્રેનની ઓક્સાનાને 7-5થી આપ્યો પરાજય
  • શરૂઆતથી જ હાવી રહી વિનેશ ફોગાટ
  • વિનેશ ફોગાટનો સેમિફાઈનલ મુકાબલો પણ આજે જ

Paris Olympic 2024 : વિનેશ ફોગાટે (Vinesh Phogat) શાનદાર પ્રદર્શન કરીને સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેણીએ ક્વાર્ટર ફાઈનલ મેચમાં યુક્રેનની ખેલાડી લિવાક ઓક્સાનાને 7-5 થી હરાવી હતી. હવે વિનેશની સેમીફાઇનલ મેચ આજે જ રાત્રે 10:25 કલાકે રમાશે.

વિનેશે યુક્રેનની ખેલાડીને હરાવી

ભારતની દિગ્ગજ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટે (Vinesh Phogat) પેરિસ ઓલિમ્પિકમાં ફ્રી સ્ટાઇલ રેસલિંગની સેમી ફાઇનલમાં જગ્યા બનાવીને ઇતિહાસ રચ્યો છે. તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કરીને યુક્રેનની ઓક્સાના લિવાચને 7-5થી હરાવી હતી. વિનેશ ફોગાટ 50 કિગ્રા વર્ગમાં ભાગ લઈ રહી છે. કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર ફોગાટની હવે ઓલિમ્પિકમાં મેડલની આશા વધી ગઈ છે. જણાવી દઈએ કે, વિનેશ ફોગાટ ઓલિમ્પિક ગેમ્સમાં કુશ્તીની સેમીફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા રેસલર છે. હવે તેની સેમિફાઇનલ મેચ આજે રાત્રે 10.15 કલાકે ગુઝમેન લોપેઝ સામે થશે.

Advertisement

Advertisement

રાઉન્ડ-16માં મોટો અપસેટ થયો હતો

ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં મહિલા 50 કિગ્રા કુશ્તીની છેલ્લી-16 મેચમાં જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો. 4 વખતની વર્લ્ડ ચેમ્પિયન સુસાકીએ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આંતરરાષ્ટ્રીય કુસ્તીમાં જાપાની રેસલરની આ પહેલી હાર છે, જે વિનેશની સફળતાને વધુ ખાસ બનાવે છે. વિનેશ સામેની મેચની છેલ્લી થોડી સેકન્ડ પહેલા સુસાકી 2-0થી આગળ હતી.

વિનેશે તેના અનુભવનો પૂરેપૂરો ઉપયોગ કર્યો

તેણીની ત્રીજી ઓલિમ્પિક રમી રહેલી વિનેશ ફોગાટે (Vinesh Phogat) તેના અનુભવનો પૂરેપૂરો ઉપયોગ કર્યો અને છેલ્લી પાંચ સેકન્ડમાં જાપાની ચેમ્પિયન કુસ્તીબાજને હટાવીને બે પોઈન્ટ મેળવવામાં સફળ રહી. જાપાનની ટીમે પણ તેની સામે અપીલ કરી હતી પરંતુ રેફરીએ વીડિયો રિપ્લે જોયા બાદ તેને નકારી કાઢી હતી, જેના કારણે વિનેશે વધુ એક પોઈન્ટ મેળવ્યો હતો અને 3-2થી જીત મેળવી હતી.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : નીરજ ચોપરાએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ, પ્રથમ થ્રોમાં જ ગોલ્ડ તરફ આગળ

Tags :
Advertisement

.

×