Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris Olympic 2024 : ભારતીય વિમેન્સ ટીમે ટેબલ ટેનિસમાં રચ્યો ઈતિહાસ

ભારતીય વિમેન્સ ટીમે ટેબલ ટેનિસમાં રચ્યો ઈતિહાસ ભારતીય ટેબલ ટેનિસ ટીમે રોમાનિયાને હરાવ્યું વર્લ્ડ નં-4 રોમાનિયાને ભારતે 3-2થી હરાવ્યું ટેબલ ટેનિસ વિમેન્સ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી મનિકા બત્રાએ પોતાની બંને મેચ જીતી શ્રીજા-અર્ચનાની જોડીએ ડબલ્સમાં જીત મેળવી ટેબલ ટેનિસમાં...
paris olympic 2024   ભારતીય વિમેન્સ ટીમે ટેબલ ટેનિસમાં રચ્યો ઈતિહાસ
Advertisement
  • ભારતીય વિમેન્સ ટીમે ટેબલ ટેનિસમાં રચ્યો ઈતિહાસ
  • ભારતીય ટેબલ ટેનિસ ટીમે રોમાનિયાને હરાવ્યું
  • વર્લ્ડ નં-4 રોમાનિયાને ભારતે 3-2થી હરાવ્યું
  • ટેબલ ટેનિસ વિમેન્સ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી
  • મનિકા બત્રાએ પોતાની બંને મેચ જીતી
  • શ્રીજા-અર્ચનાની જોડીએ ડબલ્સમાં જીત મેળવી
  • ટેબલ ટેનિસમાં વુમન્સ ટીમે પહેલી વખત લીધો હતો ભાગ

Paris Olympic 2024 : ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમે વિશ્વ નંબર 4 રોમાનિયાને 3-2થી હરાવીને એક ઐતિહાસિક જીત મેળવી છે. આ જીત સાથે ભારતીય ટીમની ખેલાડી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશી ગઈ છે.  રોમાનિયા વિરુદ્ધ મહત્વપૂર્ણ મેચમાં મનિકા બત્રાએ પોતાની બંને એકલ મેચ જીતીને ટીમને મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું હતું. બીજી તરફ શ્રીજા અને અર્ચનાની જોડીએ ડબલ્સ મેચ જીતીને ભારતની જીતમાં મહત્વનો ફાળો આપ્યો હતો. આ પ્રથમ વખત છે જ્યારે ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.

ભારતીય મહિલા ટેબલ ટેનિસ ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

ટેબલ ટેનિસની મહિલા ટીમ ઈવેન્ટમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે રોમાનિયાને 3-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે તેની બંને સિંગલ મેચ જીતી હતી. આ સિવાય શ્રીજા અકુલા/અર્ચના કામતે ડબલ્સ મેચ જીતી હતી. ભારત પ્રથમ વખત મહિલા ટીમ વર્ગમાં ભાગ લઈ રહી હતી. ભારતીય ટીમે તેના પહેલા જ પ્રયાસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. એક સમયે બંને દેશો વચ્ચે 2-2થી મેચ ચાલી રહી હતી. આ દરમિયાન મનિકા બત્રાએ શાનદાર પ્રદર્શન કર્યું અને પાંચમી મેચ સીધી ગેમમાં જીતીને ભારતને અંતિમ-આઠ સ્ટેજમાં પહોંચાડ્યું. તેણે પાંચમી ગેમ 11-5, 11-9, 11-9થી જીતી હતી. આ સાથે ભારત મહિલા ટેબલ ટેનિસ ટીમ ઈવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

Advertisement

Advertisement

મનિકા બત્રાએ ભારતને અંતિમ તબક્કે પહોંચાડ્યું

પ્રથમ ડબલ્સ મેચમાં શ્રીજા અકુલા અને અર્ચના કામથની જોડીનો સામનો રોમાનિયાની એડીના અને સમારાની જોડી સામે થયો હતો. ભારતીય જોડીએ રોમાનિયન જોડીને 11-9, 12-10, 11-7ના માર્જિનથી હરાવ્યું હતું. આ પછી મનિકાએ બર્નાડેટને 11-5, 11-7, 11-7થી હરાવ્યું હતું. સતત બે મેચ જીત્યા બાદ ભારતે 2-0ની લીડ મેળવી લીધી હતી. ત્રીજી મેચમાં શ્રીજા અકુલાને સિંગલ્સ મેચમાં એલિઝાબેથ સમારા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી અર્ચના કામથ પણ બર્નાડેટ સામે હારી ગઈ હતી. તેને 5-11, 11-8, 7-11, 9-11થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી મેચ 2-2ની બરાબરી પર રહી હતી.

આ પણ વાંચો:  Paris olympics: ટેબલ ટેનિસમાં રોમાનિયા સામે ભારતની શાનદાર જીત

Tags :
Advertisement

.

×