Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris Olympic 2024 : વિવાદો વચ્ચે પૂર્ણ થયો મહાકુંભ, આ પાંચ દેશને મળ્યા સૌથી વધુ Medal

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024 એ વિવાદોથી લઈને પ્રેરણાદાયી પ્રદર્શન સુધીની અનેક ઘટનાઓથી ભરપૂર રહ્યો હતો. વિનેશ ફોગાટ જેવા મહત્વના ખેલાડીના કેસથી લઈને જેન્ડર ચેન્જ કરનારા એથ્લેટ્સનો વિવાદ, જેણે આ ઓલિમ્પિકે અનેક ચર્ચાઓ જન્માવી હતી. જોકે, આ બધા...
paris olympic 2024   વિવાદો વચ્ચે પૂર્ણ થયો મહાકુંભ  આ પાંચ દેશને મળ્યા સૌથી વધુ medal
Advertisement

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024 એ વિવાદોથી લઈને પ્રેરણાદાયી પ્રદર્શન સુધીની અનેક ઘટનાઓથી ભરપૂર રહ્યો હતો. વિનેશ ફોગાટ જેવા મહત્વના ખેલાડીના કેસથી લઈને જેન્ડર ચેન્જ કરનારા એથ્લેટ્સનો વિવાદ, જેણે આ ઓલિમ્પિકે અનેક ચર્ચાઓ જન્માવી હતી. જોકે, આ બધા વચ્ચે કેટલાક ખેલાડીઓએ પોતાની કુશળતાથી દુનિયાને ચોંકાવી દીધી.

પેરિસ ઓલિમ્પિકનું 11 ઓગસ્ટના રોજ સમાપન

આ વખતે ઓલિમ્પિકમાં 200 દેશોના 10 હજારથી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ મહાકુંભ હવે પૂર્ણ થઈ ગયો છે. આ વખતે ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સની રાજધાની પેરિસમાં કરવામાં આવ્યું હતું. જ્યાં ઓલિમ્પિક 2024ની છેલ્લી રમત 11 ઓગસ્ટના રોજ રમાઈ હતી. આ રમત મહિલા બાસ્કેટબોલ ઈવેન્ટ હતી. આ ઈવેન્ટમાં ફ્રાન્સ અને અમેરિકાની મહિલા બાસ્કેટબોલ ટીમ આમને-સામને હતી. આ મેચે ઓલિમ્પિકમાં અમેરિકાનું વર્ચસ્વ નક્કી કર્યું. વાસ્તવમાં, આ ઓલિમ્પિકમાં મેડલ ટેલીમાં અમેરિકાને ચીનથી ઘણી હરીફાઈનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા દિવસ સુધી બંને દેશો વચ્ચે મેડલ ટેલીમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા.

Advertisement

કયા દેશને મળ્યા સૌથી વધુ મેડલ

અમેરિકાની મહિલા બાસ્કેટબોલ ટીમે ફ્રાન્સ સામેની જીતને કારણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો તે આ મેચ હારી ગયા હોત, તો તેમના કુલ માત્ર 39 ગોલ્ડ મેડલ જ રહ્યા હોત અને તે મેડલ ટેલીમાં પ્રથમ સ્થાન મેળવી શક્યા ન હોત, પરંતુ આવું થયું નહીં. આ સાથે પેરિસ ઓલિમ્પિકમાં અમેરિકાએ પોતાનું દબદબો જમાવ્યો હતો. અમેરિકન એથ્લેટ્સે કુલ 126 મેડલ જીતીને મેડલ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. તેમણે 40 ગોલ્ડ, 44 સિલ્વર અને 42 બ્રોન્ઝ મેડલ જીતીને બીજા દેશોને પાછળ છોડી દીધા હતા. ચીન બીજા સ્થાને રહ્યું હતું, જેમણે 40 ગોલ્ડ, 27 સિલ્વર અને 24 બ્રોન્ઝ સહિત 91 મેડલ જીત્યા હતા. જ્યારે જાપાન ત્રીજા સ્થાને રહ્યું હતું. જાપાની ખેલાડીઓએ 20 ગોલ્ડ, 12 સિલ્વર અને 13 બ્રોન્ઝ સહિત 45 મેડલ જીત્યા હતા. ઓસ્ટ્રેલિયા ચોથા સ્થાને રહ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 18 ગોલ્ડ, 19 સિલ્વર અને 16 બ્રોન્ઝ સહિત 53 મેડલ કબજે કર્યા હતા. ફ્રાન્સ પાંચમા સ્થાને રહ્યું હતું. જેમણે 16 ગોલ્ડ, 26 સિલ્વર અને 22 બ્રોન્ઝ સહિત 64 મેડલ જીત્યા હતા.

Advertisement

ભારતનું પ્રદર્શન

ભારતનું પ્રદર્શન આ વખતે સરેરાશ રહ્યું હતું. ભારતીય ખેલાડીઓએ કુલ 6 મેડલ જીત્યા હતા, જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત મેડલ ટેબલમાં 72મા સ્થાને રહ્યું હતું. આ વખતે ભારતીય એથ્લેટ મનુ ભાકરે શૂટિંગમાં એક વ્યક્તિગત અને સરબજોત સિંહ સાથે મિશ્ર ટીમમાં એક જીત મેળવી હતી. આ સાથે નીરજ ચોપરાએ સિલ્વર, સ્વપ્નિલ કુસાલેએ શૂટિંગમાં બ્રોન્ઝ, હોકી ટીમે બ્રોન્ઝ અને અમન સેહરાવતે કુસ્તીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. પાકિસ્તાન જેણે માત્ર એક ગોલ્ડ મેડલ જીત્યો હતો, તે ભારત કરતાં ઉપર 62મા સ્થાને રહ્યું હતું.

2012 થી 2024 દરમિયાન ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન?

2012 ઓલિમ્પિકમાં ભારતે કુલ 6 મેડલ જીત્યા હતા. જેમાં 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ સિવાય 2016 ઓલિમ્પિકમાં ભારત માત્ર 2 મેડલ જીતી શક્યું હતું. જેમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝનો સમાવેશ થાય છે. ત્યારબાદ વર્ષ 2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા હતા. જેમાં એક ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:  મનીઝા તલાશે ઓલિમ્પિકમાં કર્યું કંઈક એવું, ઇવેન્ટમાંથી કરાઈ Disqualify

Tags :
Advertisement

.

×