Paris Olympic 2024 : કુસ્તીમાં 76 KG ફ્રી સ્ટાઈલમાં Reetika Hooda ની જીત
- પેરિસ ઓલિમ્પિકથી ભારત માટે સારા સમાચર
- કુસ્તીમાં 76 KG ફ્રીસ્ટાઈલમાં રીતિકા હુડ્ડાની જીત
- રીતિકાએ હંગેરીની કુસ્તીબાજ બર્નાડેટને હરાવી
- રાઉન્ડ ઓફ-16માં 10-2થી રીતિકાએ જીત મેળવી
Paris Olympic 2024 :
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત માટે આજે ખુશખબર આવી છે. ભારતીય મહિલા કુસ્તીબાજ રિતિકા હુડ્ડાએ 76 કિગ્રા ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં રિતિકાએ હંગેરીની બર્નાડેટ નાગીને 12-2થી હરાવીને આ મુકામ હાંસલ કર્યો છે.
રિતિકાની શાનદાર જીત
રિતિકાની વર્લ્ડ રેન્કિંગ 54 છે, જ્યારે બર્નાડેટ નાગીની 16 માં સ્થાને છે. આવી સ્થિતિમાં રિતિકાની જીત વધુ ખાસ બની ગઈ છે. રિતિકાએ ટેક્નિકલ શ્રેષ્ઠતા દર્શાવીને વિરોધીને સરળતાથી હરાવી દીધી હતી. રિતિકાએ મેચમાં 10 પોઈન્ટની લીડ મેળવીને વિજય મેળવ્યો હતો. ક્વાર્ટર ફાઇનલમાં રિતિકાનો મુકાબલો ટોચની ક્રમાંકિત અને બે વખતની વર્લ્ડ ચેમ્પિયનશિપ મેડલ વિજેતા એપેરી કાઈજી સામે થશે. આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 4.25 કલાકે રમાશે. ભારતીય કુસ્તીબાજોએ ઓલિમ્પિક્સમાં અનેક મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. અત્યાર સુધીમાં ભારતીય કુસ્તીબાજોએ ઓલિમ્પિક્સમાં કુલ 7 મેડલ જીત્યા છે. જેમાં 2 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
પેરિસ ઓલિમ્પિકથી ભારત માટે સારા સમાચાર
કુસ્તીમાં રીતિકા હુડ્ડા ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી@Paris2024 @narendramodi @mansukhmandviya @WeAreTeamIndia @PTUshaOfficial @Media_SAI#ReetikaHooda #ParisOlympics2024 #QuarterFinals #TeamIndia #BronzeMedal #GoldMedal #OlympicSpirit… pic.twitter.com/AzjNCXPnyy— Gujarat First (@GujaratFirst) August 10, 2024
ભારતીય કુસ્તીમાં મેડલ જીતનારા ખેલાડીઓ
કેડી જાધવ - બ્રોન્ઝ મેડલ: હેલસિંકી ઓલિમ્પિક્સ (1952)
સુશીલ કુમાર - બ્રોન્ઝ મેડલ: બેઇજિંગ ઓલિમ્પિક્સ (2008), સિલ્વર મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
યોગેશ્વર દત્ત - બ્રોન્ઝ મેડલ: લંડન ઓલિમ્પિક્સ (2012)
સાક્ષી મલિક - બ્રોન્ઝ મેડલ: રિયો ઓલિમ્પિક્સ (2016)
રવિ કુમાર દહિયા - સિલ્વર મેડલ: ટોક્યો ઓલિમ્પિક્સ (2020)
બજરંગ પુનિયા - બ્રોન્ઝ મેડલ: ટોક્યો ઓલિમ્પિક્સ (2020)
અમન સેહરાવત - બ્રોન્ઝ મેડલ: પેરિસ ઓલિમ્પિક્સ (2024)
આ પણ વાંચો: Paris Olympic 2024 : ભારતને મળ્યો વધુ એક મેડલ, અમન સેહરાવતે જીત્યો બ્રોન્ઝ