Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris Olympic 2024 : સ્વપ્નિલ કુસાલેને મહેન્દ્રસિંહ ધોની પાસેથી મળી પ્રેરણા

પેરિસમાં સ્વપ્નિલનું મેડલ જાદૂ પેરિસ ઓલિમ્પિકમાં સ્વપ્નિલએ જીત્યો બ્રોન્ઝ મેડલ સ્વપ્નિલ કુસલએ 50 મીટર રાઈફલમાં બ્રોન્ઝ જીત્યો Swapnil Kusale in Paris Olympic 2024 : ભારતે શૂટિંગમાં ચાલુ ઓલિમ્પકમાં કુલ ત્રણ મેડલ પોતાના નામે કરી લીધા છે. આ ત્રણેય બ્રોન્ધ...
paris olympic 2024   સ્વપ્નિલ કુસાલેને મહેન્દ્રસિંહ ધોની પાસેથી મળી પ્રેરણા
Advertisement
  • પેરિસમાં સ્વપ્નિલનું મેડલ જાદૂ
  • પેરિસ ઓલિમ્પિકમાં સ્વપ્નિલએ જીત્યો બ્રોન્ઝ મેડલ
  • સ્વપ્નિલ કુસલએ 50 મીટર રાઈફલમાં બ્રોન્ઝ જીત્યો

Swapnil Kusale in Paris Olympic 2024 : ભારતે શૂટિંગમાં ચાલુ ઓલિમ્પકમાં કુલ ત્રણ મેડલ પોતાના નામે કરી લીધા છે. આ ત્રણેય બ્રોન્ધ મેળલ ભારતના ખેલાડીઓ જીત્યા છે.  આ પહેલા મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ જીત્યો હતો, તે પછી મનુ ભાકર અને સરબજોત સિંહએ યે જીન અને લી વોન્હોને હરાવીને 10 મીટર એર પિસ્તોલ મિશ્રિત ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે આજે સ્વપ્નિલ કુસાલેએ પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્રથમ વખત 50 મીટર ઈવેન્ટમાં ભારતને મેડલ મળ્યો છે. ત્યારે સૌ કોઇને તે જાણવાની ઇચ્છા હશે કે કોણ છે આ સ્વપ્નિલ કુસાલે (Swapnil Kesale) જેણે આજે ભારતનું નામ પેરિસ ઓલિમ્પિકમાં રોશન કર્યું છે. આવો જાણીએ આ આર્ટિકલમાં...

મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિકથી મળી પ્રેરણા

સ્વપ્નિલ કુસાલે, કોલ્હાપુરના કમ્બલવાડી ગામનો રહેવાસી, 2012થી આંતરરાષ્ટ્રીય શૂટિંગ ઈવેન્ટ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યો છે. લાંબા સમયની મહેનત અને પ્રયાસ પછી, સ્વપ્નિલે ઓલિમ્પિકમાં પોતાની કારકિર્દીનો ડેબ્યૂ કર્યું છે. 2015થી સ્વપ્નિલ મધ્ય રેલવેમાં ટિકિટ કલેક્ટર તરીકે કાર્યરત છે. એમએસ ધોની કે જેમણે પોતાની કારકિર્દી દરમિયાન ટિકિટ કલેક્ટર તરીકે કામ કર્યું હતું, સ્વપ્નિલ પણ રેલવેના કાર્યમાં નિષ્ઠાપૂર્વક જોડાયેલો છે. ભારતના આ પ્રતિભાશાળી શૂટર, જે મહેન્દ્ર સિંહ ધોનીના વ્યક્તિત્વથી ખૂબ પ્રભાવિત છે. સ્વપ્નિલ કહે છે કે તેણે ધોનીની બાયોપિક ઘણી વખત જોઈ છે અને તેણે આ મહાન ક્રિકેટરની સિદ્ધિઓથી પ્રેરણા મેળવી છે. સ્વપ્નિલે 2012માં આંતરરાષ્ટ્રીય સ્તરે શૂટિંગની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સમય દરમિયાન, સ્વપ્નિલને પોતાની જીવાદોરી જીવંત રાખવા માટે ઘણાં પડકારોનો સામનો કરવો પડ્યો, જેમાં શૂટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતી ગોળીઓ માટેનો ખર્ચનો પણ સમાવેશ થાય છે. કુસાલે કાંબલવાડી ગામથી આવે છે. તેના પિતા અને ભાઈ બંને શિક્ષક છે અને તેની માતા કાંબલવાડી ગામના સરપંચ છે. યુવાનીમાં, તેણે બે રમતોમાંથી એક પસંદ કરવાનું હતું, પરંતુ તેણે શૂટિંગ કરવાનું નક્કી કર્યું. પરંતુ જુનિયર સ્તરે તેની પાસે ગોળીઓ ખરીદવાના પૈસા નહોતા. જણાવી દઈએ કે સ્વપ્નિલ 2022 એશિયન ગેમ્સની 50 મીટર રાઈફલ 4 પોઝિશન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ વિજેતા હતો.

Advertisement

Advertisement

કોણ છે સ્વપ્નિલ કુસાલે?

સ્વપ્નિલ કુસાલે (Swapnil Kesale) ખેડૂત પરિવારથી આવે છે. તેનો જન્મ 6 ઓગસ્ટ 1995ના રોજ પુણેમાં થયો હતો. તેના પિતાએ તેને મહારાષ્ટ્ર સરકારના પ્રાથમિક રમતગમત કાર્યક્રમમાં દાખલ કરાવ્યો હતો જ્યા તેણે એક રમત પસંદ કરવાની હતી. ત્યારે તેણે શૂટિંગ પસંદ કરી હતી. 28 વર્ષીય સ્વપ્નિલે કાહિરામાં આયોજિત 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ચોથું સ્થાન મેળવીને ભારતને ઓલિમ્પિક ક્વોટા અપાવ્યો હતો. શૂટિંગમાં સ્વપ્નિલની કારકિર્દી 2009 માં શરૂ થઈ જ્યારે તેણે મહારાષ્ટ્રની ક્રિડા પ્રબોધિનીમાં એડમિશન લીધું. આ પછી કુસાલેએ પાછું વળીને જોયું નથી અને 2015માં કુવૈતમાં આયોજિત એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં 50 મીટર રાઈફલ પ્રોન 3 ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. આ પછી, તેણે ગગન નારંગ અને ચેન સિંહ જેવા મોટા શૂટરોને હરાવીને તુગલકાબાદમાં 59મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપ જીતી હતી. ત્યારપછી તેણે તિરુવનંતપુરમમાં 61મી નેશનલ ચેમ્પિયનશિપમાં 50 મીટર રાઈફલ 3-પોઝિશન ઈવેન્ટમાં ગોલ્ડ જીતવાનું લક્ષ્ય રાખ્યું હતું. કુસાલેએ ત્યારબાદ 2022 એશિયન ગેમ્સમાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ત્યારબાદ ટીમ ઈવેન્ટમાં બે સિલ્વર મેડલ જીતવા ઉપરાંત બાકુમાં યોજાયેલા 2023 વર્લ્ડ કપમાં મિશ્ર ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ કુસાલેએ 2022 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ટીમ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ અને 2021 વર્લ્ડ કપમાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : શૂટિંગમાં ભારતને મળ્યો વધુ એક મેડલ, સ્વપ્નિલ કુસાલેએ જીત્યો બ્રોન્ઝ

Tags :
Advertisement

.

×