Paris Olympic 2024 : વિનેશ ફોગાટનું Gold નું સપનું અને નિયમોનો ભાર, જાણો વજન ઉતારવા કેટલા કર્યા પ્રયાસ?
- વિનેશ વધારાનું વજન ઉતારવા રાતભર પ્રયાસ કર્યા
- વિનેશ અને પૂરી ટીમ આખી રાત જાગતી રહી
- કૉચના માર્ગદર્શનમાં કલાકો સુધી કસરત કરી
Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ (Vinesh Phogat) ને મોટો ઝટકો લાગ્યો છે. નિર્ધારિત વજન વર્ગમાં સ્થાન ન મળવાને કારણે તે આખી ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ ગઇ છે. વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કર્યું અને પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા કુસ્તી વજન વર્ગની ફાઈનલ મેચમાં જગ્યા બનાવી. વિનેશ ફોગાટને ફાઈનલ મેચમાં USAની સારાહ હિલ્ડેબ્રાન્ડ સામે લડી હતી. પરંતુ ફાઈનલ મેચ પહેલા જ વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. હવે તે ફાઈનલ મેચ પણ રમી શકશે નહીં. કહેવાય છે કે, તેનો વજન વધી ગયો હોવાના કારણે તે Disqualify થઇ છે. ત્યારે આવો જાણીએ આ આર્ટિકલમાં વિનેશે વજન ઉતારવા માટે કેટલા પ્રયત્નો કર્યા...
વજનનો સંઘર્ષ
આજનો દિવસ ભારતીય ઓલિમ્પિક માટે સૌથી ખરાબ કહીએ તો પણ ખોટું નથી. જ્યારે એક ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) જે પહેલી ભારતીય મહિલા બનવા જઇ રહી હતી કે જે ગોલ્ડ મેડલ મેચમાં ભાગ લેવા જઇ રહી હતી. તેનું વજન લગભગ 100 ગ્રામ વધુ હોવાને કારણે તેને ગોલ્ડ મેડલ મેચ પહેલા અયોગ્ય ઠેરવવામાં આવી હતી. હવે વિનેશ કોઈપણ મેડલ વિના પરત ફરશે જેના કારણે ચાહકો સહિત દરેક લોકો ખૂબ જ નિરાશ છે. વિનેશે 50 કિગ્રા કેટેગરીની મહિલા કુશ્તી ફ્રી સ્ટાઇલ ઈવેન્ટમાં ભાગ લેવા માટે પોતાનું વજન 53 કિલોથી ઘટાડ્યું હતું, પરંતુ ગોલ્ડ મેડલની મેચ પહેલા જ થોડું વધારે વજન હોવાને કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી.
વાળ અને નખ કાપવાની સાથે પાણી ઓછું પીધું
પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ પહેલા વિનેશ ફોગાટનું વજન માપવામાં આવ્યું હતું અને તે યોગ્ય હતું ત્યારબાદ તેને ઈવેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી હતી. આ પછી, આ મેચ જીત્યા પછી, વિનેશે ક્વાર્ટર ફાઈનલ અને સેમી ફાઈનલ મેચ પણ જીતી. ફાઈનલ મેચ પહેલા સવારે જ્યારે તેનું વજન માપવામાં આવ્યું ત્યારે તે લગભગ 100 ગ્રામ વધુ હોવાનું જાણવા મળ્યું હતું. વિનેશને આ વાતની પહેલાથી જ જાણ હતી, એટલે જ તેણે આખી રાત પોતાનું વજન મર્યાદામાં લાવવા માટે વાળ કાપવાની સાથે નખ પણ કાપી નાખ્યા, આ ઉપરાંત તેણે આખી રાત જોગિંગ કર્યું જેથી તે ગોલ્ડ મેડલ મેચમાં ભાગ લઈ શકે, પરંતુ તે સફળ થઈ શકી નહીં.
ખૂબ લડી મર્દાની..!, Vinesh ના અથાગ પ્રયાસો છતાં છિનવાયો મેડલ | Gujarat First Live https://t.co/jwOdCW323F
— Gujarat First (@GujaratFirst) August 7, 2024
વિનેશે કયા કયા પ્રયાસ કર્યા?
- વિનેશ વધારાનું વજન ઉતારવા રાતભર પ્રયાસ કર્યા
- વિનેશ અને આખી ટીમ આખી રાત જાગતી રહી
- કૉચના માર્ગદર્શનમાં કલાકો સુધી કસરત કરી
- કૉચના માર્ગદર્શનમાં સાયકલિંગ કર્યું
- વજન ઉતારવા માટે કલાકો સુધી દોરીકૂદ કર્યું
- જરૂર કરતાં ઓછું પાણી પીધું
- વજન ઘટાડવા એટલા પ્રયાસો કર્યાં વિનેશ બેભાન થઇ ગયા
- વજન ઉતારવાના પ્રયાસમાં ડિહાઈડ્રેશન પણ થઇ ગયું
ઓછું પાણી પીવાના કારણે વિનેશ ડીહાઈડ્રેશનનો શિકાર બની
ગોલ્ડ મેડલ મેચમાંથી અયોગ્ય જાહેર થયા બાદ વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક ગેમ્સ વિલેજ સ્થિત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જેમાં તેણે ડિહાઈડ્રેશનની ફરિયાદ કરી છે, જેનું મુખ્ય કારણ તેનું ઓછું પાણી પીવું છે. વિનેશનું ફોર્મ જોઈને સ્પષ્ટ હતું કે તે ગોલ્ડની પ્રબળ દાવેદાર છે પરંતુ તેને ગેરલાયક ઠેરવવાને કારણે તેને મોટો ફટકો પડ્યો છે.
આ પણ વાંચો: Vinesh Phogat:ડિસક્વોલીફાય થયા બાદ તબિયત લથડી,જાણો સમગ્ર ઘટનાક્રમ