Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Paris Olympic 2024 : CAS ચુકાદો તરફેણમાં આપે તો Vinesh Phogat ને સિલ્વર મેડલ કન્ફર્મ, વકીલ વિદુષ્પત સિંઘાનિયાનો દાવો

ભારતીય રેસલર વિનેશ ફોગાટ અંગે મોટા સમાચાર વિનેશના વકીલ વિદુષ્પત સિંઘાનિયાનું મોટું નિવેદન વિનેશને સિલ્વર મળશે જઃ વિદુષ્પત સિંઘાનિયા CASને મામલો સંગીન લાગ્યો એટલે જ સમય લીધોઃ સિંઘાનિયા સામાન્ય સંજોગોમાં 24 કલાકમાં જ ચુકાદો આપે છેઃ સિંઘાનિયા અમે તમામ...
paris olympic 2024   cas ચુકાદો તરફેણમાં આપે તો vinesh phogat ને સિલ્વર મેડલ કન્ફર્મ  વકીલ વિદુષ્પત સિંઘાનિયાનો દાવો
  • ભારતીય રેસલર વિનેશ ફોગાટ અંગે મોટા સમાચાર
  • વિનેશના વકીલ વિદુષ્પત સિંઘાનિયાનું મોટું નિવેદન
  • વિનેશને સિલ્વર મળશે જઃ વિદુષ્પત સિંઘાનિયા
  • CASને મામલો સંગીન લાગ્યો એટલે જ સમય લીધોઃ સિંઘાનિયા
  • સામાન્ય સંજોગોમાં 24 કલાકમાં જ ચુકાદો આપે છેઃ સિંઘાનિયા
  • અમે તમામ ફેક્ટ CAS સમક્ષ મુક્યા છેઃ સિંઘાનિયા
  • અમને ભરોસો નિર્ણય અમારી તરફેણમાં આવશેઃ સિંઘાનિયા
  • CAS ચુકાદો તરફેણમાં આપે તો વિનેશને સિલ્વર કન્ફર્મ

Paris Olympic 2024 ભલે પૂર્ણ થઇ ગયો હોય પણ ઘણા એવા સવાલો પાછળ રહી ચુક્યા છે જેના આજે પણ જવાબ શોધવામાં આવી રહ્યા છે. જેમા એક વિનેશ ફોગાટ (Vinesh Phogat) ને અઘોષિત જાહેર કરવામાં આવી તે છે. જેના વજન વધી જવાના વિવાદ પર આજે ચુકાદો કોઇ પણ સમયે આવી શકે છે. આ અંગે હવે વિનેશ ફોગાટના વકીલ વિદુષ્પત સિંધાનિયા (Vinesh Phogat's lawyer Vidushpat Singhania) નું મોટું નિવેદન આવ્યું છે.

Advertisement

વિનેશને સિલ્વર મેડલ મળશે જ :  વિદુષ્પત સિંધાનિયા

વિનેશ ફોગાટના વકીલ વિદુષ્પત સિંધાનિયાએ નિવેદન આપતા વિશ્વાસ વ્યક્તો કર્યો છે કે, વિનેશને સિલ્વર મેડલ મળશે જ. તેમણે કહ્યું કે, CAS ને મામલો સંગીન લાગ્યો એટલે જ આટલો સમય લેવામાં આવ્યો છે. સામાન્ય સંજોગોમાં CAS 24 કલાકમાં જ ચુકાદો આપી દે છે. જે રીતે CAS દ્વારા સમય લેવામાં આવી રહ્યો છે તે જોતા લાગે છે કે વિનેશ ફોગાટના પક્ષમાં નિર્ણય આવવાની સંભાવનાઓ સૌથી વધુ છે. તેમણે આગળ કહ્યું કે, અમે CAS સમક્ષ તમામ ફેક્ટ મુક્યા છે. અને તે પછી અમને વિશ્વાસ છે કે નિર્ણય અમારી તરફેણમાં જ આવશે. તેમણે આગળ કહ્યું કે, જો CAS  ચુકાદો તરફેણમાં આપે છે તો વિનેશ ફોગાટનો સિલ્વર મેડલ કન્ફર્મ છે. તેમણે વધુમાં કહ્યું કે, 'વિનેશ ફોગાટના ફ્રેન્ચ વકીલોએ પહેલાથી જ તેમની અરજી દાખલ કરી દીધી હતી. આ અરજી બાદ જ CASને લાગ્યું કે તેમણે આ મામલે સુનાવણી કરવી જોઈએ. તેમણે અમને અમારો પક્ષ રજૂ કરવાની તક પણ આપી, જેના કારણે અમે અમારી વાત રજૂ કરી શક્યા. વિનેશની અરજી તથ્યો પર હતી, પરંતુ અમે કાયદાકીય મુદ્દા પર આવ્યા છીએ.

Advertisement

નિર્ણય અમારી તરફેણમાં આવશે :  વિદુષ્પત સિંધાનિયા

વકીલ વિદુષ્પત સિંધાનિયાએ કહ્યું, 'અમને મેડલ મળવાની આશા છે, તેથી જ અમે આટલી મહેનત કરી છે. આ કારણોસર અમે અરજી દાખલ કરી છે. એડહોક પેનલ આ વખતે સમય લઈ રહી છે કારણ કે તેઓ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે. અમને વિશ્વાસ છે કે નિર્ણય અમારી તરફેણમાં આવશે. ઉલ્લેખનીય છે કે, પેરિસ ઓલિમ્પિકમાં 50 કિગ્રા કેટેગરીની મહિલા કુસ્તીમાં ગોલ્ડ મેડલ મેચ પહેલા, વિનેશને 100 ગ્રામ વધારે વજન હોવાના કારણે ગેરલાયક ઠેરવવામાં આવી હતી. જેની સામે તેણે CAS માં અપીલ કરી હતી.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : વિનેશ ફોગાટે કર્યો સૌથી મોટો ખુલાસો, જાણીને ચોંકી જશો

Advertisement

Tags :
Advertisement

.