Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Paris Olympic 2024 : વિનેશની સફળતા પર બજરંગ પુનિયાએ શું આપી પ્રતિક્રિયા?

વિનેશ ફોગાટ સેમિફાઇનલમાં! વિનેશની સફળતા પર બજરંગ પુનિયાનું નિવેદન ઓલિમ્પિકમાં વિનેશનો જલવો Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) ના શાનદાર પ્રદર્શનથી દેશમાં ખુશીની લહેર છે. ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ખેલાડી ઓક્સાના લિવાચને...
paris olympic 2024   વિનેશની સફળતા પર બજરંગ પુનિયાએ શું આપી પ્રતિક્રિયા
Advertisement
  • વિનેશ ફોગાટ સેમિફાઇનલમાં!
  • વિનેશની સફળતા પર બજરંગ પુનિયાનું નિવેદન
  • ઓલિમ્પિકમાં વિનેશનો જલવો

Paris Olympic 2024 : પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતીય મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ (Vinesh Phogat) ના શાનદાર પ્રદર્શનથી દેશમાં ખુશીની લહેર છે. ક્વાર્ટર ફાઇનલમાં યુક્રેનની ખેલાડી ઓક્સાના લિવાચને 7-5થી હરાવીને વિનેશે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ પહેલા તેણે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા જાપાની ખેલાડી યુઇ સુસાકીને પણ હરાવીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. વિનેશે જાપાનની યુઇ સુસાકીને 3-2થી હરાવી હતી. તેને મળેલી આ સફળતા પર ભારતીયો ઘણા ખુશ છે. ખાસ કરીને બજરંગ પુનિયા વિનેશ ફોગાટના પ્રદર્શનથી ઘણા ખુશ થયા છે. અને તેમણે એક ટ્વીટ મારફતે દેશની સરકારને કટાક્ષ કર્યો છે. શું છે આ ટ્વીટમાં આવો જાણીએ આ આર્ટિકલમાં...

બજરંગ પુનિયાની પ્રતિક્રિયા

વિનેશની આ સફળતા પર ભારતીય પુરુષ કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ખૂબ જ ઉત્સાહ સાથે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, "આ છોકરીને તેના દેશમાં લાતોથી કચડી નાખવામાં આવી હતી, આ છોકરીને તેના દેશમાં રસ્તાઓ પર ખેંચવામાં આવી હતી, તે વિશ્વને જીતવા જઈ રહી છે, પરંતુ આ દેશમાં સિસ્ટમ દ્વારા તેને પરાજિત કરવામાં આવી હતી." બજરંગ પુનિયાએ વિનેશની સફળતાને દેશવાસીઓના આશીર્વાદનું પરિણામ ગણાવી છે.

Advertisement

Advertisement

મહાવીર ફોગાટનું મંતવ્ય

વિનેશ ફોગાટના કાકા અને દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા મહાવીર ફોગાટે પણ વિનેશની સફળતા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે તેમને પહેલેથી જ વિશ્વાસ હતો કે વિનેશ Gold જીતશે. મહાવીર ફોગાટે વિનેશને જાપાની ખેલાડી સામેની મેચ માટે કેટલીક યુક્તિઓ પણ આપી હતી.

જંતર-મંતર પરના વિરોધ અને તેની અસર

બજરંગ પુનિયાએ જણાવ્યું કે જ્યારે તેઓ અને વિનેશ ફોગાટ સહિતના અન્ય ખેલાડીઓ જંતર-મંતર પર વિરોધ કરી રહ્યા હતા ત્યારે તેમના વિશે ઘણું નકારાત્મક કહેવામાં આવતું હતું. પરંતુ આજે વિનેશની સફળતા બાદ તે લોકો ક્યાં છે તેવો તેમણે સવાલ પૂછ્યો છે.

ઉલ્લેખનીય છે કે, વિનેશ ફોગાટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને આ સફળતા મેળવી છે. સર્જરી અને વિરોધ બાદ પણ તેણે હાર ન માની અને પોતાનું લક્ષ્ય હાંસલ કરવા માટે સખત મહેનત કરી છે. હવે વિનેશ ફાઇનલમાં પહોંચવા માટે સેમિફાઇનલની મેચ જીતવાનો પ્રયાસ કરશે. બજરંગ પુનિયાએ વિનેશને શાંતિથી પોતાની તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે.

આ પણ વાંચો:  Paris Olympic 2024 : રેસલિંગથી ભારત માટે Good News, વિનેશ ફોગાટે યુક્રેનની ઓક્સાનાને 7-5થી આપ્યો પરાજય

Tags :
Advertisement

.

×