ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PBKS vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 7 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીના અણનમ 73 રન

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025(IPL 2025) ની 37મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું. RCB એ PBKSને તેમના ઘરઆંગણે હરાવ્યું છે. RCB માટે વિરાટ અને પડિકલે અડધી સદી ફટકારીને વિજય આસાન બનાવ્યો.
07:15 PM Apr 20, 2025 IST | Hardik Prajapati
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025(IPL 2025) ની 37મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું. RCB એ PBKSને તેમના ઘરઆંગણે હરાવ્યું છે. RCB માટે વિરાટ અને પડિકલે અડધી સદી ફટકારીને વિજય આસાન બનાવ્યો.
Virat Kohli 73 not out Gujarat First,

PBKS vs RCB: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે(Royal Challengers Bangalore) પંજાબ કિંગ્સ(Punjab Kings)ને 7 વિકેટે હરાવ્યું છે. જેમાં વિરાટ કોહલી(Virat Kohli) અને દેવદત્ત પડિકલ(Devdutt Padikkal)ની અર્ધસદીનો સિંહફાળો રહ્યો છે. આ સિઝનમાં RCBની 8 મેચમાંથી આ 5મી જીત છે. જ્યારે પંજાબને સિઝનમાં 3જી હારનો સામનો કરવો પડ્યો. બંને ટીમો વચ્ચેની આ મેચ ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે(Punjab Kings) નિર્ધારિત 20 ઓવરમાં 157 રન બનાવ્યા. જવાબમાં RCB એ 18.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું છે.

Virat Kohli ના અણનમ 73 રન

આરસીબીના લક્ષ્યનો પીછો કરતી વખતે Virat Kohli અને દેવદત્તે શાનદાર બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ અણનમ 73 રન ફટકાર્યા. આ Virat Kohli ની IPLમાં 101મી અડધી સદી હતી. કોહલીએ અંત સુધી બેટિંગ કરી અને અણનમ રહ્યો. આ ઉપરાંત, Devdutt Padikkal એ ટીમ માટે 35 બોલમાં 61 રનની ઈનિંગ રમી. તેણે 5 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા. કેપ્ટન રજત પાટીદાર 13 બોલમાં 12 રન બનાવીને આઉટ થયો હતો.

આ પણ વાંચોઃ    PBKS vs RCB: બેંગાલોરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી, પંજાબનો કેપ્ટન માત્ર 6 રન બનાવી આઉટ

પંજાબની બેટિંગ સામાન્ય

RCB સામેની આ મેચમાં પંજાબ કિંગ્સની બેટિંગ ખૂબ જ સામાન્ય હતી. કૃણાલ પંડ્યા અને સુયશ શર્માની સ્પિન બોલિંગ સામે પંજાબની ટીમ સંપૂર્ણપણે લાચાર થઈ ગઈ હતી. આ જ કારણ છે કે પંજાબ કિંગ્સ 6 વિકેટે માત્ર 157 રન જ બનાવી શક્યું. RCB તરફથી કૃણાલ પંડ્યાએ 25 રન આપીને 2 વિકેટ લીધી. આ ઉપરાંત લેગ સ્પિનર ​​સુયશે પણ 26 રન આપીને 2 વિકેટ લીધી.

પ્રભસિમરન સિંહે સૌથી વધુ 33 રન બનાવ્યા

પંજાબ તરફથી ઓપનર પ્રભસિમરન સિંહે સૌથી વધુ 33 રન બનાવ્યા જ્યારે શશાંક સિંહે 31 રન બનાવી અણનમ રહ્યા. જોશ ઈંગ્લિસ (29), માર્કો જેનસેન (અણનમ 25) અને પ્રિયાંશ આર્ય (22) એ પણ ઉપયોગી ઇનિંગ્સ રમી. આરસીબીના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રભસિમરન અને પ્રિયાંશે પંજાબને ઝડપી શરૂઆત અપાવી હતી પરંતુ મધ્યમ ક્રમના બેટ્સમેનોના નિરાશાજનક પ્રદર્શનને કારણે પંજાબની ટીમ મોટો સ્કોર કરી શકી ન હતી.

આ પણ વાંચોઃ  RR vs LSG: વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક સિદ્ધિ, છગ્ગો ફટકારીને IPLમાં ડેબ્યૂ કરનાર 10મો ખેલાડી બન્યો

Tags :
Devdutt Padikkal 61 runsGujarat FirstGUJARAT FIRST NEWSIPL 2025PBKS vs RCBpunjab kingsRoyal Challengers BangaloreVirat Kohli 101st IPL fiftyVirat Kohli 73 not out RCB won by 7 wickets match 37
Next Article