પેરાલિમ્પિક્સ વિજેતા ખેલાડી જોડે ગેરવર્તણૂંક કરનાર કોચ Naval Singh ઘરે બેસાડી દેવાયા
- PCI Coach Naval Singh ને તાત્કાલિક અસરથી દૂર કરી દેવાયા
- ઓલિમ્પિક વિજેતા ખેલાડી દ્વારા હેરાનગતિની ફરિયાદ બાદ કાર્યવાહી
- કમિટિના પ્રમુખે પત્ર લખીને સમગ્ર મામલે માહિતી આપી હતી
પેરાલિમ્પિક કમિટી ઓફ ઈન્ડિયા (Para Olympic Committee Of India) એ કોચ નવલ સિંહની સેવાઓ તાત્કાલિક અસરથી બરતરફ (Naval Singh Terminated) કરી દેવામાં આવી છે. પેરાલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા સુમિત અંતિલ (Paralympic Gold Medalist - Sumit Antil) દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Sports Authority Of India - SAI) ને દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા નવલ સિંહ દ્વારા માનસિક ઉત્પીડન અને મૌખિક દુર્વ્યવહારનો આરોપ લગાવતી ફરિયાદ દાખલ કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. PCI ના પ્રમુખ દેવેન્દ્ર ઝાઝરિયાએ (Devendra Jhajharia - President of Paralympic Committee of India) તાજેતરમાં લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, નવલને પેરાલિમ્પિક સમિતિની તમામ પ્રવૃત્તિઓમાંથી દૂર કરવામાં આવ્યા છે. આ મામલે નિરજ કુમારે પણ કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
PCI Coach Naval Singh, યોગ્ય તક આપવામાં આવી
પત્રમાં કહેવામાં આવ્યું છે કે, "પેરાલિમ્પિક મેડલ વિજેતા સુમિત અંતિલ અને અન્ય ઘણા લોકો તરફથી કોચ નવલ સિંહ દ્વારા કથિત ગેરવર્તણૂક, અયોગ્ય વર્તન અને ઉત્પીડન અંગે ફરિયાદો મળ્યા બાદ, આ બાબતની કાળજીપૂર્વક સમીક્ષા કરવામાં આવી હતી. ફરિયાદોની યોગ્ય તપાસ કરવામાં આવી હતી, અને રમતવીરોને તેમની ચિંતાઓ વ્યક્ત કરવાની યોગ્ય તક આપવામાં આવી હતી."
આ પણ વાંચો ------------ Abhishek Sharma નો હૈદરાબાદમાં હાહાકાર: માત્ર 15 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ, તોડ્યો વિસ્ફોટક રેકોર્ડ!
PCI Coach Naval Singh, મૌખિક સુનાવણી અને લેખિત ફરિયાદોની સમીક્ષા
તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, "આક્ષેપો ગંભીર હોવાથી અને અયોગ્ય વર્તનના પ્રારંભિક પુરાવા મળી આવ્યા હોવાથી, PCI એ તાત્કાલિક બેઠક બોલાવી હતી." મૌખિક સુનાવણી અને લેખિત ફરિયાદોની સમીક્ષા કર્યા પછી, અને ચિંતાઓની ગંભીરતા અને રમતવીરોના હિતોનું રક્ષણ કરવાની, અને યોગ્ય ધોરણો જાળવવાની જરૂરિયાતને ધ્યાનમાં લીધા પછી, સમિતિએ શોધી કાઢ્યું કે, કથિત આચરણ જરૂરી માપદંડોને પૂર્ણ કરતું નથી.
તમામ પ્રવૃત્તિઓમાંથી દૂર કરવાનો નિર્ણય
ઝાઝરિયાએ પત્રમાં અંતે લખ્યું કે, "તેથી સમિતિએ સર્વાનુમતે કોચ નવલ સિંહની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવાનો, અને તેમને પેરાલિમ્પિક સમિતિની તમામ પ્રવૃત્તિઓમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો."
આ પણ વાંચો ------------ Yuzvendra Chahal એ અભિનેત્રી પર કર્યો કેસ, છુટાછેડા પહેલાના મામલે કાર્યવાહી


