પાકિસ્તાનની જનતા જ નહીં ત્યાની મીડિયા પણ અભણ! સ્ટોક્સને સવાલ કરતા જર્નાલિસ્ટની સાંભળો કેવી છે English
- બેન સ્ટોક્સને પત્રકારની 'અંગ્રેજી'એ મૂંઝવી નાખ્યા!
- પાકિસ્તાની પત્રકારનો ઉડ્યો મજાક, બેન સ્ટોક્સ મૂંઝાઈ ગયા!
- પાકિસ્તાની પત્રકારની ખોટી અંગ્રેજીએ સર્જી હાસ્યની લહેર!
- શ્રેણીની નિર્ણાયક મેચ પહેલાં પત્રકારના અજીબ પ્રશ્નથી બેન સ્ટોક્સ મૂંઝાયા!
Funny Video : પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (Pakistan and England) વચ્ચેની ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી હાલમાં 1-1થી બરાબરી પર છે. શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક મેચ આજે એટલે કે 24 ઓક્ટોબરે રાવલપિંડીમાં રમાઇ રહી છે, જે બંને ટીમો માટે નિર્ણાયક બનશે. આ સિરીઝને લઈ ક્રિકેટ રસિયાઓમાં ખૂબ જ ઉત્સાહ છે, કારણ કે બંને ટીમોએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. આજે મેચ શરૂ થાય તે પહેલાં ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે એક પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો, જે દરમિયાન એક રમુજી પ્રસંગ જોવા મળ્યો હતો. એક પાકિસ્તાની પત્રકારે સ્ટોક્સને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછ્યો, પરંતુ તેનો ઉચ્ચાર અને ભાષા એટલી ખરાબ અને ખોટી હતી કે બેન સ્ટોક્સ મૂંઝાઈ ગયો.
પાકિસ્તાનના જર્નાલિસ્ટનો ઉડ્યો મજાક
પત્રકારનો સવાલ સમજાતો ન હતો અને સ્ટોક્સ જાણે કે તેણે દિવસે તારા જોઈ લીધા હોય. આ દ્રશ્યોનું વીડિયો સોશિયલ મીડિયા પર ફટાફટ વાયરલ થઈ ગયો છે. વીડિયોમાં લોકો પત્રકારની ખોટી અંગ્રેજી અને સ્ટોક્સના રિએકશન પર હસતા જોવા મળ્યા છે. આ ઘટનાએ લોકોમાં મનોરંજન સાથે ચર્ચાનો વિષય પણ ઉભો કર્યો છે કે શું પાકિસ્તાનના મીડિયાકર્મીઓને અંગ્રેજી પણ આવડતું નથી. જણાવી દઇએ કે, વીડિયોમાં પત્રકાર પૂછવાનો પ્રયાસ કરી રહ્યો છે કે શું ઈંગ્લેન્ડની ટીમ ફરી એકવાર પિંડી (રાવલપિંડી)ની સ્વર્ગ જેવી પીચ પર 800+ સ્કોર કરી શકશે. ઈંગ્લેન્ડે મુલતાનની પીચ પર પાકિસ્તાન (Pakistan) સામેની પ્રથમ ટેસ્ટમાં આ સિદ્ધિ મેળવી હતી. પત્રકાર જાણવા માંગતો હતો કે શું ઈંગ્લેન્ડ રાવલપિંડીમાં તેનું પુનરાવર્તન કરવાનો પ્રયાસ કરશે? આ દરમિયાન બેન સ્ટોક્સને કંઈ સમજાયું નહીં. તેને સોરી કહ્યા બાદ આ પત્રકારે બેથી ત્રણ વખત તેના શબ્દોનું પુનરાવર્તન કર્યું પરંતુ આ શબ્દો સ્ટોક્સને સમજમાં જ ન આવ્યા. જોકે એકવાર ફરી જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેણે પોતાની રીતે જવાબ આપવાનું શરૂ કર્યું હતું.
— صالح (@salehhh1997) October 23, 2024
શ્રેણીની પ્રથમ બે મેચનું પ્રદર્શન
ઉલ્લેખનીય છે કે, શ્રેણીની પ્રથમ બે મેચ મુલતાનમાં રમાઈ હતી. પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે રેકોર્ડબ્રેક પ્રદર્શન કર્યું હતું અને એક ઇનિંગ અને 47 રનથી જીત મેળવી હતી. આ પછી પાકિસ્તાની પસંદગીકારોએ પોતાની ટીમમાં ઘણા ફેરફાર કર્યા છે. બાબર આઝમ અને શાહીન શાહ આફ્રિદી જેવા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપ્યો અને કેટલાક નવા ખેલાડીઓની પસંદગી કરી. બીજી ટેસ્ટમાં શાન મસૂદની ટીમે જોરદાર વાપસી કરી અને ઈંગ્લેન્ડને 152 રનના માર્જીનથી હરાવ્યું. પાકિસ્તાને (Pakistan) લગભગ 4 વર્ષ બાદ ઘરઆંગણે ટેસ્ટ મેચ જીતી છે. સિરીઝની નિર્ણાયક મેચ આજે રાવલપિંડીમાં રમાઈ રહી છે.
આ પણ વાંચો: pakistan cricket માં હોબાળો,મુખ્ય કોચ આપ્યું ચોંકાવનારું નિવેદન