Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

PM મોદીએ Under-19 World Cup જીતવા બદલ ટીમ ઈન્ડિયાના કર્યા વખાણ,જાણો રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શું કહ્યું....

અંડર-19 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામેની શાનદાર જીત બાદ આખો દેશ જશ્નમાં ડૂબ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવા ખેલાડીઓની પ્રશંસા કરતા આ જીતને ભારતીય ક્રિકેટના ઉજ્જવળ ભવિષ્યની નિશાની ગણાવી છે. વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક રમત અને ટીમની એકતાએ કેવી રીતે ભારતને છઠ્ઠી વાર વિશ્વ વિજેતા બનાવ્યું
pm મોદીએ under 19 world cup  જીતવા બદલ ટીમ ઈન્ડિયાના કર્યા વખાણ જાણો રાહુલ ગાંધી સહિતના નેતાઓએ શું કહ્યું
Advertisement
  • ઈંગ્લેન્ડને હરાવી છઠ્ઠી વખત વર્લ્ડ કપ જીતવા બદલ PM મોદીએ કરી પ્રશંસા (PM Modi Congratulates U19 Team)
  • "ભારતની ક્રિકેટ પ્રતિભા ચમકી રહી છે" - પીએમ નરેન્દ્રભાઇ મોદી
  • વૈભવ સૂર્યવંશીની 175 રનની ઇનિંગે જીત અપાવવામાં ભજવી મહત્વની ભૂમિકા
  • પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ખેલાડીઓના જુસ્સાને વધાવ્યો

ભારતીય અંડર-19 ક્રિકેટ ટીમે (India U19 Cricket Team) ફરી એકવાર વિશ્વ સ્તરે ભારતનું નામ રોશન કર્યું છે. આઈસીસી અંડર-19 વર્લ્ડ કપ 2026 ની (ICC U19 World Cup 2026) ફાઈનલમાં ઈંગ્લેન્ડને (England) હરાવીને છઠ્ઠી વખત ટાઈટલ જીતવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ (PM Narendra Modi) ટીમ ઈન્ડિયાને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ યુવા ખેલાડીઓની રમતને દેશ માટે ગર્વની ક્ષણ ગણાવી છે.

PM Modi Congratulates U19 Team:  પીએમ મોદીનો સંદેશ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટીમની પ્રશંસા કરતા લખ્યું કે, "ભારતની ક્રિકેટ પ્રતિભા ચમકી રહી છે! અમને અમારી અંડર-19 ટીમ પર ગર્વ છે કે તેઓ ભારત માટે વર્લ્ડ કપ લાવ્યા છે. આ જીત માત્ર એક ટાઈટલ નથી, પણ લાખો યુવા ખેલાડીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે."

Advertisement

Advertisement

વૈભવ સૂર્યવંશીની ઐતિહાસિક ઇનિંગ

ફાઈનલ મેચમાં ભારતનો દબદબો જોવા મળ્યો હતો. ઓપનર વૈભવ સૂર્યવંશીએ (Vaibhav Suryavanshi) ઈંગ્લેન્ડના બોલરોની લાઇન-લેન્થ બગાડતા 175 રનની આતશી ઇનિંગ રમી હતી. તેમની આ ઇનિંગના જોરે ભારતે ઈંગ્લેન્ડને 100 રનના વિશાળ અંતરથી હરાવી વિશ્વ વિજેતાનો તાજ પહેર્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ

સોશિયલ મીડિયા પર અમિતભાઇ શાહે પોસ્ટ કરીને ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી. તેમણે લખ્યું, "આઈસીસી મેન્સ અંડર-19 વર્લ્ડ કપ જીતવા બદલ અમારા યુવા ચેમ્પિયન્સને હાર્દિક અભિનંદન! છઠ્ઠી વખત કપ જીતીને ઐતિહાસિક રેકોર્ડ બનાવનાર તમારા શાનદાર પ્રદર્શને દેશના યુવા ખેલાડીઓને આનંદ, ઉત્સાહ અને પ્રેરણાથી ભરી દીધા છે. આજે આખો દેશ તમારી આ જીતનો જશ્ન મનાવી રહ્યો છે."

રાજનાથ સિંહે ખેલાડીઓના દૃઢ સંકલ્પને બિરદાવ્યો

દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે ( Rajnath Singh) પણ ટીમની સિદ્ધિને ગૌરવશાળી ગણાવતા પોસ્ટ કર્યું કે, "આઈસીસી અંડર-19 વર્લ્ડ કપમાં ઐતિહાસિક વિજય મેળવવા બદલ ભારતીય ટીમને ખૂબ ખૂબ અભિનંદન. છઠ્ઠી વખત આ ખિતાબ જીતીને આપણા યુવાનોએ તેમની નોંધપાત્ર પ્રતિભા અને રમત પ્રત્યેનું સમર્પણ સાબિત કર્યું છે. આ વિજય યુવા ભારતની અવિશ્વસનીય હિંમત અને દૃઢ સંકલ્પને પ્રતિબિંબિત કરે છે."

રાહુલ ગાંધીએ ખેલાડીઓના પ્રદર્શનને ગણાવ્યું 'શાનદાર'

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ( Rahul Gandhi) પણ ભારતીય યુવા ટીમની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે પોસ્ટમાં જણાવ્યું કે, "વર્લ્ડ કપમાં શાનદાર વિજય માટે અમારી અંડર-19 મેન્સ ટીમને હાર્દિક અભિનંદન! તમારી રમત પ્રત્યેનો સંયમ, નિર્ભયતા અને મક્કમતા એ આજની ભારતીય પેઢીની સાચી ઓળખ છે. છઠ્ઠો અંડર-19 વર્લ્ડ કપ ખિતાબ એ ભારતીય ક્રિકેટના ઉજ્જવળ અને ગૌરવપૂર્ણ ભવિષ્યનો મજબૂત પુરાવો છે. શાનદાર રમત, ચેમ્પિયન!"

આ પણ વાંચો : India Won U19 World Cup : એક પણ મેચ હાર્યા વગર ભારતે જીત મેળવી

Tags :
Advertisement

.

×