ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રિટાયરમેન્ટ પર અશ્વિનનો ખુલાસો - હું હજુ વધુ રમી શક્યો હોત પણ..!

થોડા દિવસ પહેલા ભારતના ક્રિકેટર આર.અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમના નિવૃત્તિ પર ખૂબ ચર્ચાઓ થઇ હતી. હવે આ અશ્વિને પોતાની નિવૃત્તિને લઇને ખુલીને વાત કરી છે.
07:37 AM Jan 15, 2025 IST | Hardik Shah
થોડા દિવસ પહેલા ભારતના ક્રિકેટર આર.અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમના નિવૃત્તિ પર ખૂબ ચર્ચાઓ થઇ હતી. હવે આ અશ્વિને પોતાની નિવૃત્તિને લઇને ખુલીને વાત કરી છે.
Ashwin explanation on retirement

R Ashwin : જ્યારે તમે એક ક્રિકેટર છો અને દેશ માટે રમો છો ત્યારે જો તમે જલ્દી ક્રિકેટ છોડી દો (નિવૃત્તિ જાહેર કરો) તો પણ તેના વિશે ચર્ચાઓ થાય છે અને જો લાંબા સમય સુધી રમતા રહો (નિવૃત્તિ ન લો) છો તો પણ તમારા વિશે ચર્ચાઓ થાય છે. થોડા દિવસ પહેલા ભારતના ક્રિકેટર આર.અશ્વિને નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ મેચ પછી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેમના નિવૃત્તિ પર ખૂબ ચર્ચાઓ થઇ હતી. હવે આ અશ્વિને પોતાની નિવૃત્તિને લઇને ખુલીને વાત કરી છે. તેણે શું વાત કરી આવો જાણીએ આ આર્ટિકલમાં.

હું હજુ વધુ રમી શક્યો હોત, પણ.. : અશ્વિન

ટીમ ઈન્ડિયાને જ્યારે પણ વિકેટ લેવાની જરૂર પડી ત્યારે આર અશ્વિને (R Ashwin) વિકેટ અપાવી છે. તે પોતાની શાનદાર સ્પિનિંગ સ્ટાઇલના કારણે ઘણીવાર બેટ્સમેનોને ચોંકાવી દેતો હતો. હવે આ ખેલાડીએ ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જે ઘણા લોકો માટે ખાસ કરીને અશ્વિનના ફેન માટે ચોંકાવનારી વાત હતી. આ અંગે તાજેતરમાં આર અશ્વિને (R Ashwin) ખુલીને વાત કરી છે. તેણે કહ્યું છે કે, તે હજુ વધુ રમી શક્યો હોત પરંતુ તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો કારણ કે તે ઇચ્છતો ન હતો કે લોકો તેને પૂછે કે તેણે નિવૃત્તિ કેમ નથી લીધી. આ અંગે તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું છે. તેણે આગળ કહ્યું કે, મારા ક્રિકેટમાં વધુ શક્તિ હતી. તેણે વધુમાં કહ્યું કે, તે BGT વિશે વધુ વાત કરતો ન હતો કારણ કે તે પોતે થોડા સમય પહેલા સુધી તે ટીમનો ભાગ હતો. આવી સ્થિતિમાં, તે તેના સાથી ખેલાડીઓનું મનોબળ ઓછું કરવા માંગતો ન હતો.

આર અશ્વિન હજુ પણ જોવા મળશે ક્રિકેટ ગ્રાઉન્ડમાં

ભારતીય ક્રિકેટર આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, પરંતુ તેઓ હજુ પણ IPL જેવી ટૂર્નામેન્ટમાં રમતા જોવા મળશે. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ તેને મોટી રકમ ચૂકવીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. સાથે જ, તેઓ ક્લબ ક્રિકેટ પણ રમશે, પરંતુ ભારતીય ક્રિકેટમાંથી સંપૂર્ણ નિવૃત્તિ લીધા પછી જ નિવૃત્ત ખેલાડીઓ માટેની લીગમાં ભાગ લેશે. IPL 2025માં તેમના પ્રદર્શન પર નિર્ભર રહેશે કે CSK તેમને આગામી સિઝન માટે રાખે છે કે છોડે છે. જો તેઓ મજબૂત પ્રદર્શન કરશે, તો CSK તેમને જાળવી રાખે તેવી શક્યતા છે, જ્યારે ખરાબ પ્રદર્શનની સ્થિતિમાં ટીમ તેમને છોડીને નવો વિકલ્પ શોધી શકે છે.

આ પણ વાંચો :  ભારતના સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, ફેન્સને લાગ્યો ઝટકો

Tags :
Ashwin International Cricket RetirementAshwin IPL 2025 PerformanceAshwin YouTube Channel StatementAshwin's Shocking Retirement AnnouncementBorder-Gavaskar Trophy 2025Gujarat FirstGUJARAT FIRST NEWSHardik ShahR ASHWINravichandran ashwin ReTirement
Next Article