Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rahul Dravid ની થઇ ઘર વાપસી! શું 16 વર્ષ પછી IPL ટ્રોફીનો દુષ્કાળ ખતમ થશે?

Rahul Dravid : IPL 2025 માટે ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ટુર્નામેન્ટ પહેલા મેગા ઓક્શન (Mega Auction) નું આયોજન કરવામાં આવશે. જેમાં ઘણા મોટા ખેલાડીઓ પર બિડ લગાવવામાં આવશે. જોકે, IPL દ્વારા હરાજીના નિયમો અંગે કંઈ સ્પષ્ટ કરવામાં...
rahul dravid ની થઇ ઘર વાપસી  શું 16 વર્ષ પછી ipl ટ્રોફીનો દુષ્કાળ ખતમ થશે

Rahul Dravid : IPL 2025 માટે ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ વખતે ટુર્નામેન્ટ પહેલા મેગા ઓક્શન (Mega Auction) નું આયોજન કરવામાં આવશે. જેમાં ઘણા મોટા ખેલાડીઓ પર બિડ લગાવવામાં આવશે. જોકે, IPL દ્વારા હરાજીના નિયમો અંગે કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી. આ દરમિયાન IPL ની એક ટીમે રાહુલ દ્રવિડ (Rahul Dravid) ને પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો છે. આ ટીમે તેના સોશિયલ મીડિયા (Social Media) હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. આ ટીમ બીજી કોઈ નહીં પણ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) છે. તે લાંબા સમય બાદ રાજસ્થાન રોયલ્સમાં પરત ફર્યા છે. રાહુલ દ્રવિડ એક સમયે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન પણ રહી ચુક્યા છે.

Advertisement

શું 16 વર્ષનો દુષ્કાળ ખતમ થશે?

રાજસ્થાન રોયલ્સે રાહુલ દ્રવિડને પોતાની ટીમનો હિસ્સો બનાવ્યો છે, પરંતુ આ વખતે તેમના માટે સૌથી મોટો પ્રશ્ન એ હશે કે શું તેઓ આ વખતે ટ્રોફી માટે તેમની 16 વર્ષની લાંબી રાહનો અંત લાવી શકશે કે નહીં. રાહુલ દ્રવિડ તાજેતરમાં જ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ હતા. તેમના નેતૃત્વમાં ભારતીય ટીમે આ વર્ષે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. કોચ તરીકે રાહુલ દ્રવિડનો અનુભવ અદ્ભુત રહ્યો છે. ભારતીય ટીમ ઉપરાંત, તેણે ભારતીય અંડર-19 ટીમ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી ડેરડેવિલ્સના મેન્ટર અને NCA હેડ તરીકે સેવા આપી છે.

Advertisement

રાહુલ દ્રવિડે આ વાત કહી

તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર રાહુલ દ્રવિડ વિશે અપડેટ આપતા, રાજસ્થાન રોયલ્સે લખ્યું કે ભારતના મહાન વર્લ્ડ કપ વિજેતા કોચ રાહુલ દ્રવિડ રાજસ્થાન રોયલ્સ પર પાછા ફરવા માટે તૈયાર છે! ક્રિકેટ આઇકોન રાહુલ દ્રવિડ રોયલ્સ સ્પોર્ટ્સ ગ્રુપના CEO જેક લશ મેક્રેમ પાસેથી તેની ગુલાબી જર્સી મેળવતો જોવા મળ્યો હતો. રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયા બાદ દ્રવિડે કહ્યું કે વર્લ્ડ કપ પછી મને લાગે છે કે મારા માટે બીજો પડકાર લેવાનો આ યોગ્ય સમય છે અને રોયલ્સ આવું કરવા માટે શ્રેષ્ઠ સ્થાન છે. જો કે રાજસ્થાન રોયલ્સે ટીમમાં તેમની ભૂમિકા શું હશે તે અંગે કોઈ માહિતી આપી નથી, પરંતુ એક અહેવાલ મુજબ તેમને મુખ્ય કોચ તરીકે ટીમમાં તક આપવામાં આવી શકે છે.

વીડિયો વાયરલ થયો

રાહુલ દ્રવિડ ટીમ સાથે મુખ્ય કોચ તરીકે જોડાવાથી RR ટીમ મેનેજમેન્ટ ખૂબ જ ખુશ છે. ટીમના X હેન્ડલ પર પોસ્ટ કરાયેલા વીડિયો પરથી આનો અંદાજ લગાવી શકાય છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક છોકરી તેના પિતા સાથે દુકાને જાય છે અને RRની રાહુલ દ્રવિડની જર્સી માંગે છે. જર્સી જેવી સામે આવે છે કે વિઝ્યુઅલ્સ દ્વારા બતાવવામાં આવ્યું છે કે તેને રાહુલ દ્રવિડ પહેરે છે.

Advertisement

દ્રવિડ આ જર્સીમાં ખૂબ જ ઉત્સાહિત દેખાય છે અને ટીમની પંચ લાઇન 'Halla Bol' કહે છે. RR એ વીડિયો પોસ્ટમાં લખ્યું છે કે વીડિયોને અંત સુધી જુઓ કારણ કે તે શક્ય થઇ રહ્યું છે. કેપ્શનથી સ્પષ્ટ છે કે ટીમ રાહુલ દ્રવિડને ફરીથી પોતાની સાથે રાખીને ઘણી ખુશ છે. સોશિયલ મીડિયા પર બીજી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં RR માલિક દ્રવિડને જર્સી ગિફ્ટ કરી રહ્યો છે.

અગાઉ પણ RR સાથે સંકળાયેલા હતા

રાહુલ દ્રવિડ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેનું જોડાણ નવું નથી. દ્રવિડ 2011 થી 2013 વચ્ચે ટીમ માટે રમ્યો છે અને કેપ્ટન રહી ચૂક્યા છે. આ સિવાય તે 2014 અને 2015માં ટીમના મેન્ટર રહી ચૂક્યા છે. 2008 પછી ક્યારેય IPL ટાઈટલ જીતી ન શકનારી RR ઈચ્છે છે કે 17 વર્ષ પછી ટીમ ઈન્ડિયાને T20માં ચેમ્પિયન બનાવનારા કોચ હવે IPL 2025માં ટીમને ચેમ્પિયન બનાવે.

આ પણ વાંચો:  એક જીતથી ગરીબ બની જશે ટેનિસ સ્ટાર! US Open ની ફાઈનલમાં પહોંચી તો થશે કરોડોનું નુકસાન

Tags :
Advertisement

.