Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Ravindra Jadeja ODI Career : શું જાડેજાની વન-ડે કરિયર પૂરી? પૂર્વ ક્રિકેટરનો દાવો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે ખતરાની ઘંટડી વાગી ગઈ છે. ન્યૂઝીલેન્ડ સામેની હાર બાદ તેમના પ્રદર્શનની આકરી ટીકા થઈ રહી છે. એક તરફ અક્ષર પટેલનું જોરદાર ફોર્મ અને બીજી તરફ જાડેજાની નિષ્ફળતા. આ માહોલ વચ્ચે એક પૂર્વ ક્રિકેટરે તો એમ પણ કહી દીધું છે કે કદાચ આપણે જાડેજાને છેલ્લીવાર રમતા જોઈ લીધા છે. શું ખરેખર જાડેજાની કરિયરનો અંત આવી ગયો?
ravindra jadeja odi career   શું જાડેજાની વન ડે કરિયર પૂરી  પૂર્વ ક્રિકેટરનો દાવો
Advertisement
  • ન્યૂઝીલેન્ડ સામે સીરીઝ હારતા જ રવિન્દ્ર જાડેજાના પ્રદર્શન પર ઉઠ્યા સવાલ
  • છેલ્લી 13 મેચમાં માત્ર 12 વિકેટ અને સામાન્ય બેટિંગથી ફેન્સ નારાજ
  • અક્ષર પટેલના શાનદાર ફોર્મને કારણે જાડેજાનું સ્થાન જોખમમાં
  • પૂર્વ ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીનો દાવો: 'કદાચ જાડેજાએ છેલ્લી મેચ રમી લીધી'
  • જૂનમાં ઈંગ્લેન્ડ સામેની સીરીઝ પહેલા ટીમમાં મોટા ફેરફારની શક્યતા

Ravindra Jadeja ODI Career : ન્યૂઝીલેન્ડ સામેની વન-ડે શ્રેણીમાં 2-1 થી મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં મોટા ફેરફારોની માંગ ઉઠી છે. ચાહકો અને ક્રિકેટ વિવેચકો હવે અમુક વરિષ્ઠ ખેલાડીઓના પ્રદર્શન સામે સવાલો ઉઠાવી રહ્યા છે. આ લિસ્ટમાં સૌથી મોટું નામ અનુભવી સ્પિન ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનું છે. છેલ્લા ઘણા સમયથી વન-ડે ફોર્મેટમાં જાડેજાનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે, જેના કારણે ટીમમાં તેમના સ્થાન પર હવે જોખમ તોળાઈ રહ્યું છે. એક પૂર્વ ક્રિકેટરે તો ત્યાં સુધી કહી દીધું છે કે કદાચ જાડેજા ભારત માટે છેલ્લી મેચ રમી ચૂક્યા છે.

Tags :
Advertisement

.

×