Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RCB announce: RCB એ ચિન્નાસ્વામી ભાગદોડમાં મૃતકોના પરિવાર માટે કરી મોટી જાહેરાત!

RCBની ટીમ ચિન્નાસ્વામી ભાગદોડના મૃતકોના પરિવારની મદદ માટે આગળ આવી છે. RCB ટીમે મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી
rcb announce  rcb એ ચિન્નાસ્વામી ભાગદોડમાં મૃતકોના પરિવાર માટે કરી મોટી જાહેરાત
Advertisement
  • ચિન્નાસ્વામીમાં ભાગદોડમાં 11 લોકો મોતનો મામલો
  • મૃતકોના પરિવારની મદદ માટે RCB આગળ આવ્યું
  • મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા જાહેરાત કરી

RCB announce : ચિન્નાસ્વામીમાં ભાગદોડ (Bengaluru stampede)દરમિયાન મૃતકોના પરિવારની મદદ માટે RCB ની ટીમ આગળ (RCB announce)આવી છે. RCBએ ઘટનામાં મૃત્યુ પામેલા 11 લોકો માટે 10-10 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.RCBએ 17 વર્ષનો દુષ્કાળ પૂર્ણ કરતાં IPL નું ટાઈટલ પહેલીવાર જીત્યું છે. ટીમના ચેમ્પિયન બન્યા બાદ ચિન્નાસ્વામી મેદાન પર લાખો ફેન્સ આરસીબીના જીતના જશ્નમાં સામેલ થયા હતા. પરંતુ ત્યારે પરિસ્થિતિ એટલી બગડી ગઈ કે ભાગદોડ મચી ગઈ. ભાગદોડના કારણે ચારેબાજુ અફરાતફરી મચી ગઈ અને 11 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ સાથે 33 લોકો ઘાયલ પણ થયા.

મદદ માટે આગળ આવી RCBની ટીમ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની જીતના જશ્નમાં સામેલ થવા ચિન્નાસ્વામી પહોંચેલા 11 ફેન્સે પોતાનો જીવ ગુમાવ્યો. હાલમાં RCBની ટીમ ચિન્નાસ્વામી ભાગદોડના મૃતકોના પરિવારની મદદ માટે આગળ આવી છે. RCB ટીમે મૃતકોના પરિવારને 10-10 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -IPL 2025: મેં હાર્દિકને કહ્યું હતું કે 'પંડ્યા પરિવાર' 11 વર્ષમાં નવ ટ્રોફી જીતશે - કૃણાલ

RCB પહેલી વાર ટાઈટલ જીત્યું

RCB એ IPL 2025ની ફાઈનલની મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું અને પહેલી વાર ટાઈટલ જીત્યું. ટીમના ચેમ્પિયન બન્યા બાદ બેંગ્લુરુમાં જોરદાર જશ્ન મનાવવામાં આવ્યો. ફેન્સે રસ્તા પર ઉતરીને RCBની જીતને ખૂબ જ સેલિબ્રેટ કરી.

આ પણ  વાંચો-RCB Victory Parade Stampede: ડેપ્યુટી મુખ્યપ્રધાને માગી માફી, કહ્યું 'ભીડ બેકાબૂ હતી'

17 વર્ષની રાહનો આવ્યો અંત

RCBની 17 વર્ષની રાહ આખરે સમાપ્ત થઈ અને પહેલી વાર આઈપીએલ ટ્રોફી પોતાને નામ કરી. આરસીબીનું પ્રદર્શન ફાઈનલ મેચમાં જબરજસ્ત રહ્યું. ટીમે પહેલા બેટિંગ કરતાં 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને સ્કોર બોર્ડ પર 190 રન બનાવ્યા. RCB ટીમ તરફથી વિરાટ કોહલીએ 43 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન રજત પાટીદારે 26 રનનું યોગદાન આપ્યું. 191 રન ચેઝ કરતાં પંજાબની ટીમ માત્ર 6 રનથી દૂર રહી ગઈ. પંજાબની ટીમે 7 વિકેટ ગુમાવીને 184 રન જ બનાવી શક્યું.

Tags :
Advertisement

.

×