Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IPLના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન

IPL ની ફાઈનલ મેચમાં RCB ની જીત RCB ની જીત થતા ફેન્સમાં ખુશીનો માહોલ IPL માં પ્રથમ વખત RCB ની જીત IPL Final : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો છે. RCBની ટીમ ફાઇનલ મેચમાં પંજાબ...
iplના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત rcb બન્યું ચેમ્પિયન
Advertisement
  • IPL ની ફાઈનલ મેચમાં RCB ની જીત
  • RCB ની જીત થતા ફેન્સમાં ખુશીનો માહોલ
  • IPL માં પ્રથમ વખત RCB ની જીત

IPL Final : રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)એ IPL 2025માં ઇતિહાસ રચી દીધો છે. RCBની ટીમ ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સને 6 રનથી હરાવી IPL 2025ની ચેમ્પિયન બની ગઇ છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝનની ફાઈનલ મેચ આજે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. જેમાં પંજાબ કિંગ્સે ટોસ જીતીને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂને બેટિંગ આપી હતી. મેચમાં RCBએ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 190 રન બનાવ્યા હતા. આ મેચમાં RCBની શરૂઆત સારી નહોતી. જો કે, જ્યારે પંજાબ 190 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો RCBના બોલર્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબને 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર માત્ર 184 રન જ બનાવી શકી હતી. આ શાનદાર જીત સાથે RCB IPLના 17 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત ચેમ્પિયન બની ગઇ છે.

IPLના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત RCB બન્યું ચેમ્પિયન, કોહલી રડી પડ્યો

આઈપીએલની ફાઈનલમાં જીત થતાંની સાથે જ બેંગલુરૂ ટીમનો ખેલાડી વિરાટ કોહલી રડી પડ્યો હતો. આઈપીએલના 17 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત બેંગલુરૂ ચેમ્પિયન બન્યું છે.

Advertisement

Advertisement

આ પણ  વાંચો - IPL 2025 Closing Ceremony: ભારતીય સેનાની બહાદુરીને સલામ, શંકર મહાદેવનનું ખાસ પરર્ફોમન્સ

પંજાબ કિંગ્સની ઈનિંગ

બેંગલુરૂએ આપેલા 191 રનના ટાર્ગેટનો પીછો કરતા પંજાબે 17.1 ઓવરમાં સાત વિકેટના નુકસાન પર 145 રનનો સ્કોર કર્યો છે.

1) પ્રિયાંશ આર્ય (24 રન - 19 બોલ)
2) પ્રભસીમરન સિંહ (26 રન - 22 બોલ)
3) શ્રેયસ અય્યર (1 રન - 2 બોલ)
4) જોશ ઈંગ્લિસ (39 રન - 23 બોલ)
5) નેહલ વઢેરા (15 રન - 18 બોલ)
6) માર્કસ સ્ટોઈનિસ (6 રન - 2 બોલ)
7) અઝમતુલ્લાહ ઓમરઝઈ (1 ન - 2 બોલ)
8) શશાંક સિંહ (નોટ આઉટ)

આ પણ  વાંચો - IPL-2025 Final Match : વિરાટ કોહલીએ ફાઈનલ મેચમાં ઈતિહાસ રચ્યો, તોડ્યો ધવનનો રેકોર્ડ

 ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બન્યો

Priyansh Arya : IPL 2025ની ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સના બેટર પ્રિયાંશ આર્યએ 19 બોલમાં 24 રન બનાવ્યા હતા. આ સાથે જ પ્રિયાંશ આર્યએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પ્રિયાંશ આર્ય IPL 2025માં 475 રન બનાવીને ડેબ્યૂ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવનારો અનકેપ્ડ ભારતીય બેટર બની ગયો છે. અગાઉ આ રેકોર્ડ દેવદત્ત પડીકલના નામે હતો. પડીકલે IPL 2020માં 473 રન બનાવીને આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.

Tags :
Advertisement

.

×