IPL2026 News : વિરાટની ટીમ હવે બિરલાની? ₹15,000 કરોડમાં વેચાઈ RCB!
- વિરાટની ટીમ RCB હવે બિરલાની માલિકીની?
- ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કાની ટ્વીટથી આઈપીએલમાં ખળભળાટ
- આદિત્ય બિરલા ગ્રુપે RCB ખરીદી હોવાનો દાવો
- ₹15,000 કરોડથી વધુની મલ્ટી-બિલિયન ડીલની અટકળો
- ટાઇટલ જીત્યા બાદ RCB ની બ્રાન્ડ વેલ્યુ ટોચ પર
RCB Sold to Birlas : ઇન્ડિયન પ્રીમિયર લીગ (Indian Premier League) (IPL) ની ૧૯મી સીઝન શરૂ થવાને હવે ગણતરીના ચાર દિવસો જ બાકી છે, ત્યારે મેદાન બહાર એક એવા સમાચાર સામે આવ્યા છે જેણે રમતપ્રેમીઓ અને બજારના નિષ્ણાતોને ચોંકાવી દીધા છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ગરમાગરમ ચર્ચાઓ અને દિગ્ગજ ઉદ્યોગપતિ હર્ષ ગોએન્કા (Harsh Goenka) ની એક સૂચક પોસ્ટ મુજબ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) (RCB) ના માલિકી હક હવે 'બિરલા ગ્રુપ' (આદિત્ય બિરલા ગ્રુપ) પાસે જઈ રહ્યા છે.
RCB Sold to Birlas : હર્ષ ગોએન્કાની તે વાયરલ પોસ્ટ
આરપીજી એન્ટરપ્રાઇઝના ચેરમેન હર્ષ ગોએન્કા હંમેશા સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે, પરંતુ મંગળવારે સાંજે ૭:૩૯ કલાકે તેમણે કરેલી એક પોસ્ટથી સોશિયલ મીડિયા પર સનસનાટી મચી ગઈ હતી. તેમણે ટ્વિટર (X) પર લખ્યું કે, "RCB sold to Birlas! Great move" (આરસીબી બિરલાને વેચાઈ ગઈ! શાનદાર પગલું). આ ટૂંકી માહિતીએ 'મેગા ડીલ' (Mega Deal) ની અટકળોને વેગ આપ્યો છે. જાણકારોનું માનવું છે કે અહીં 'બિરલા' એટલે કુમાર મંગલમ બિરલા (Kumar Mangalam Birla) ની અધ્યક્ષતાવાળું આદિત્ય બિરલા ગ્રુપ છે, જે લાંબા સમયથી આઈપીએલમાં રોકાણ કરવાની તકની શોધમાં હતું.
RCB sold to Birlas! Great move.
— Harsh Goenka (@hvgoenka) March 24, 2026
ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB ની આસમાની બ્રાન્ડ વેલ્યુ
વિરાટ કોહલી (Virat Kohli) ની હાજરીવાળી આ ટીમે ગત સીઝન (IPL 2025) માં પોતાનું પ્રથમ ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે અત્યારે આ ટીમની બ્રાન્ડ વેલ્યુ (Brand Value) અને ફેન બેઝ પોતાના ચરમસીમા પર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ડિયાજિયો (Diageo) ગ્રુપ લાંબા સમયથી પોતાની હિસ્સેદારી વેચવા માટે મોટા ખરીદદારની શોધમાં હતું. આ ટીમની અંદાજિત કિંમત 1.8 થી 2 બિલિયન ડોલર (આશરે ₹15,000 કરોડથી વધુ) આંકવામાં આવી રહી છે.
બિરલા ગ્રુપની એન્ટ્રી અને ગ્લોબલ વિઝન
આદિત્ય બિરલા ગ્રુપ (Aditya Birla Group) ભારતનું સૌથી જૂનું અને પ્રતિષ્ઠિત બિઝનેસ હાઉસ છે. જો આ ડીલ ફાઈનલ થાય છે, તો તે આઈપીએલના ઈતિહાસનું સૌથી મોટું ટેકઓવર (Biggest Takeover) ગણાશે. અત્યાર સુધી ડિયાજિયો અને બિરલા ગ્રુપ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ (Official Confirmation) કરવામાં આવી નથી, પરંતુ આ સમાચારથી બજારના નિષ્ણાતો માને છે કે આરસીબી જેવી હાઈ-પ્રોફાઈલ ટીમ સાથે જોડાવું એ બિરલાના ગ્લોબલ બ્રાન્ડ વિઝન માટે માસ્ટરસ્ટ્રોક સાબિત થશે.
આ પણ વાંચો : IPL ના ઇતિહાસનો સૌથી મોટો સોદો, આટલા કરોડોમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ


