RCB VS CSK : CSK એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
- આજે IPL 2025 ની 52 મી મેચમાં RCB અને CSK વચ્ચે રોમાંચક મુકાબલો
- CSK ના કેપ્ટન MS Dhoni એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો
- RCBનો પ્લસ પોઈન્ટ એ છે કે કોહલી શાનદાર ફોર્મમાં છે
RCB VS CSK : આજે બેંગાલુરૂના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે IPL 2025 ની 52 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) અને ચેન્નાઈ સુપર કિંગ્સ ( CSK) વચ્ચે કસાકસીભર્યો જંગ ખેલાઈ રહ્યો છે. જેમાં CSK ના કેપ્ટન MS Dhoni એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
RCB નો પ્લસ પોઈન્ટ
RCBનો પ્લસ પોઈન્ટ એ છે કે Virat kohli શાનદાર ફોર્મમાં છે. કોહલીએ છેલ્લી 5 મેચમાં 4 અડધી સદી ફટકારી છે અને 443 રન સાથે ઓરેન્જ કેપ લીડર બોર્ડ પર પણ છે. આ ઉપરાંત ત્રીજા ક્રમે બેટિંગ કરતા દેવદત્ત પડિકલે સતત બે અડધી સદી ફટકારી છે. જોશ હેઝલવુડ (Josh Hazlewood) ના આગમનથી RCB ની બોલિંગ વધુ મજબૂત બનતી જણાય છે.
🔊 Sound 🔛: Sweeeeet! 😮💨
— Royal Challengers Bengaluru (@RCBTweets) May 3, 2025
CSK ની સ્ટ્રેટેજી
IPL 2025 માં CSK સારું પ્રદર્શન કરી શકી નથી. CSK 10 માંથી ફક્ત 2 મેચ જીતી શકી છે. 5 ટ્રોફી જીતી ચૂકેલી CSK પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે. જો CSK ને જોશ હેઝલવુડ, ભુવનેશ્વર કુમાર, કૃણાલ પંડ્યા અને સુયશ શર્મા જેવા શિસ્તબદ્ધ RCB બોલિંગ યુનિટ સામે ટકવું હોય તો, આયુષ મ્હાત્રે, શિવમ દુબે, ડેવાલ્ડ બ્રેવિસ અને સેમ કુરન જેવા ખેલાડીઓએ આગળ આવવું પડશે.
RCB vs CSK હેડ ટુ હેડ રેકોર્ડ
IPL ના ઈતિહાસમાં RCB vs CSK હેડ ટુ હેડ રેકોર્ડમાં બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ 34 મેચ રમાઈ છે, જેમાં CSK એ 21 મેચ જીતી છે જ્યારે RCB એ ફક્ત 12 મેચ જીતી છે અને 1 મેચનું કોઈ પરિણામ આવી શક્યું નહતું.
આ પણ વાંચોઃ Shubman Gill's run-out controversy : મેદાનમાં અમ્પાયર સાથે ઝઘડ્યો ગિલ, જાણો શું કારણ
RCB પ્લેઈંગ 11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) : ફિલ સોલ્ટ/જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિકલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારીયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હર્ષવૂડ શર્મા, જોશ દયાલ
When the world stops and watches 🙌
Who are you cheering for in this epic clash? 🤔Watch LIVE action #ViratKohli vs #MSDhoni - one last time? ➡ https://t.co/dl97nUeINj #IPLonJioStar 👉 #RCBvCSK | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star Sports 2, Star Sports 2… pic.twitter.com/VufqqWGPBn
— Star Sports (@StarSportsIndia) May 3, 2025
CSK પ્લેઈંગ 11
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) : શેખ રશીદ, આયુષ મ્હાત્રે, સેમ કુરાન, રવિન્દ્ર જાડેજા, ડેવાલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, દીપક હુડા, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), મતિશા પથિરાના, નૂર અહેમદ, ખલીલ અહેમદ, અંશુલ કંબોજ
આ પણ વાંચોઃ Pahalgam fallout : India એ આ તમામ પાકિસ્તાની ક્રિકેટરોના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ કર્યા બેન