RCB vs LSG Result : RCBએ લખનૌને 5 વિકેટે આપી કરારી હાર
- RCB vs LSG Result: આઈપીએલ 2026ના 23માં મુકાબલામાં બેંગલુરુએ લખનૌને આપી પછડાટ
- વિરાટ કોહલીએ 34 બોલમાં 49 રન બનાવી ટીમની જીતનો પાયો નાખ્યો
- રસિખ સલામ ડારની 4 અને ભુવીની 3 વિકેટ સામે લખનઉ 146 રનમાં ઢેર
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ આઈપીએલ 2026 ના 23માં મુકાબલામાં લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ને 5 વિકેટે પછાડીને શાનદાર જીત મેળવી છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં આરસીબીએ લખનઉના 147 રનના ટાર્ગેટને માત્ર 15.1 ઓવરમાં જ પાર પાડી દીધો હતો. બેંગલુરુની આ સિઝનની ચોથી જીત છે, જ્યારે લખનઉએ તેની ત્રીજી હારનો સામનો કરવો પડ્યો છે.
RCB vs LSG Result: કોહલી અને પાટીદારની આક્રમક બેટિંગ
147 રનનો પીછો કરવા ઉતરેલી આરસીબીની શરૂઆત નબળી રહી હતી. ફિલ સોલ્ટ (Phil Salt) અને દેવદત્ત પડિક્કલ (Devdutt Padikkal) સસ્તામાં આઉટ થયા હતા. જોકે, ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ઉતરેલા વિરાટ કોહલીએ (Virat Kohli) 34 બોલમાં 49 રનની શાનદાર ઇનિંગ રમી ટીમને સંભાળી હતી. કેપ્ટન રજત પાટીદારે (Rajat Patidar) માત્ર 13 બોલમાં 27 રન અને જીતેશ શર્માએ (Jitesh Sharma) 9 બોલમાં વિસ્ફોટક 23 રન ફટકારીને 29 બોલ બાકી રહેતા જ મેચ જીતાડી દીધી હતી.
IPL 2026 | Royal Challengers Bengaluru (RCB) won by 5 wickets against Lucknow Super Giants (LSG) at M Chinnaswamy Stadium, Bengaluru.
(Pics: ANI Picture Service) pic.twitter.com/0t1MP8zu5o
— ANI (@ANI) April 15, 2026
લખનૌનો બેટિંગ ફ્લોપ શો
અગાઉ બેટિંગ કરવા ઉતરેલી લખનઉની ટીમ 20 ઓવરમાં 146 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. મિચેલ માર્શે (Mitchell Marsh) સૌથી વધુ 40 રન, મુકુલ ચૌધરીએ 39 અને આયુષ બડોનીએ 38 રન બનાવ્યા હતા. લખનઉના કેપ્ટન રિષભ પંતને (Rishabh Pant) ઇજા થતા તે રિટાયર્ડ હર્ટ થયો હતો, જેની અસર ટીમની બેટિંગ પર જોવા મળી હતી.
રસિખ સલામ અને ભુવીની કમાલ
આરસીબીના બોલરોએ મેચની શરૂઆતથી જ સપાટો બોલાવ્યો હતો. રસિખ સલામ ડારે (Rasikh Salam Dar) 4 વિકેટ અને ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) 3 વિકેટ ઝડપીને લખનઉની કમર તોડી નાખી હતી. જોશ હેઝલવુડે નિકોલસ પૂરનની મહત્વની વિકેટ ઝડપી હતી. લખનઉ તરફથી પ્રિન્સ યાદવે (Prince Yadav) 3 વિકેટ લીધી હતી પરંતુ તે જીત માટે પૂરતી નહોતી.
આ પણ વાંચો: મુંબઈના 'હિટમેન'ને વાગ્યું ગ્રહણ: રોહિત શર્મા ઈજાના કારણે પંજાબ સામેની મેચમાંથી બહાર!


