Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

RCB VS SRH : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી

IPL 2025 ની 65મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ટક્કર થઈ રહી છે. આ મેચમાં RCB એ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. વાંચો વિગતવાર.
rcb vs srh   રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર  rcb  એ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી
Advertisement
  • IPL 2025 ની 65મી મેચમાં RCB અને SRH વચ્ચે ટક્કર
  • RCB એ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે
  • આ મેચનું વેન્યૂ લખનઉનું ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ છે

RCB VS SRH : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 65મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે ટક્કર જામી છે. આ મેચ લખનઉમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સ્થિતિ

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ આજે હૈદરાબાદ સામેની મહત્વપૂર્ણ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ-2 માં રહેવા માંગશે. પોઈન્ટ ટેબલમાં ટોચની 2 ટીમોને ફાઈનલમાં પહોંચવાની 2 તક મળશે. સ્ટાર બેટ્સમેન રજત પાટીદાર (Rajat Patidar) ના નેતૃત્વમાં RCB ટીમ પહેલાથી જ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. RCB 12 મેચમાં 17 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. જો RCB આજની મેચ જીતી જાય છે, તો તે ગુજરાત ટાઈટન્સ (18 પોઈન્ટ) ને પાછળ છોડીને ટેબલમાં ટોચ પર પહોંચી જશે.

Advertisement

સનરાઈઝર્સ હૈદરાબાદની સ્થિતિ

પેટ કમિન્સ (Pat Cummins) ની આગેવાની હેઠળની સનરાઈઝર્સ હૈદરાબાદ એટલે કે ગત સીઝનની ફાઈનલિસ્ટ ટીમનું પ્રદર્શન IPL 2025 માં ખરાબ રહ્યું છે. SRH જેણે 12 માં ફક્ત 4 મેચ જીતી છે અને 9 પોઈન્ટ મેળવ્યા છે. તે ટોપ-4 માં સ્થાન મેળવવાથી ચૂકી ગયું છે. આજે બેંગલોર સામેની મેચમાં હૈદરાબાદની ટીમ જીત નોંધાવીને ફેન્સને ખુશ કરી શકે છે.

Advertisement

આ પણ વાંચોઃ  ENG vs ZIM : જો રૂટે સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડને છોડ્યા પાછળ, રચ્યો ઇતિહાસ

RCB પ્લેઈંગ-11

વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, જેકબ બેથેલ/મયંક અગ્રવાલ, રજત પાટીદાર (c), જીતેશ શર્મા (wk), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રસિક સલામ/લુંગી ન્ગીડી, યશ દયાલ.
ઈમ્પેક્ટ પ્લેયર: સુયશ શર્મા

SRH પ્લેઈંગ-11

અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ (કેપ્ટન), હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, જીશાન અંસારી, મોહમ્મદ શમી.
ઈમ્પેક્ટ પ્લેયર: ટ્રેવિસ હેડ

આ પણ વાંચોઃ  ભારે વરસાદ વચ્ચે SKY નો સ્માર્ટ મૂવ, હર્ષા ભોગલેએ કહ્યું “ધન્યવાદ”

Tags :
Advertisement

.

×